બોલીવૂડના સૌથી મોંઘા ડાયરેક્ટર છે આ ૯ લોકો, નંબર ૪ તો ૧૦૦ કરોડ ફી વસુલે છે

Posted by

કોઈ પણ ફિલ્મની સફળતા પાછળ તેમની સ્ટોરી, ફિલ્મનો સ્ક્રીનપ્લે, એક્ટરનો અભિનય અને સારું કેમેરાવર્ક વગેરે ચીજો મહત્વની હોય છે. ફિલ્મ ડાયરેક્ટર આ બધી જ ચીજોમાં યોગ્ય તાલમેલ બેસાડવાનું કામ કરતા હોય છે. કોઈપણ ફિલ્મને બનાવવા માટે એક સારા ડાયરેક્ટર હોવા ખૂબ જ જરૂરી હોય છે.

તેવામાં આજે અમે તમને તે નિર્દેશકો સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જે એક ફિલ્મ ડાયરેક્ટ કરવા માટે ખૂબ જ મોટી ફી વસૂલ કરે છે. ડાયરેક્ટર ઉપર જ સંપૂર્ણ ફિલ્મની જવાબદારી હોય છે. ફિલ્મની સફળતાનો શ્રેય અને ફિલ્મના ફ્લોપ જવાનો આરોપ બંને જ એક ડાયરેક્ટરને સહન કરવો પડે છે. તેવામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી હોય છે.

ફરહાન અખ્તર

ફરહાન બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. એક્ટર અને રાઇટર હોવાની સાથે સાથે તે એક સારા ડાયરેક્ટર પણ છે. ફરહાને બોલિવૂડમાં ડાયરેક્ટર તરીકે દિલ ચાહતા હૈ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ તે ડોન, ડોન-૨ અને લક્ષ્ય જેવી ફિલ્મો પણ નિર્દેશિત કરી ચૂક્યા છે. ફરહાન ડાયરેક્શન કરવાના ૪ કરોડ રૂપિયા ફી વસુલે છે.

કબીર ખાન

એક થા ટાઇગર, ન્યૂ યોર્ક, બજરંગી ભાઈજાન જેવી ફિલ્મો ડાયરેક્ટ કરવાવાળા કબીર ખાન પણ બોલીવુડના જાણીતા ડાયરેક્ટર છે. તે પોતાના આ કામ માટે ૮ કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે. તે ખૂબ જ જલ્દી ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ 83 લઈને આવી રહ્યા છે.

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપની ફિલ્મો બધાથી અલગ જ હોય છે. તે એક અલગ પ્રકારની સિનેમા પસંદ કરે છે. અનુરાગની મોટાભાગની ફિલ્મો પુખ્ત ઓડિયન્સને ટાર્ગેટ કરીને બનાવવામાં આવે છે. તે આ કામ માટે ૮ કરોડ રૂપિયા ફી વસૂલ કરે છે.

એસ.એસ.રાજામૌલી

બાહુબલી જેવી સુપરડુપર હિટ ફિલ્મ ડાયરેક્ટ કરનાર એસ.એસ.રાજામૌલી સૌથી મોંઘા ડાયરેક્ટર છે. સૂત્રોનું માનીએ તો બાહુબલી દ કનકલૂઝ્ન માટે ડાયરેક્ટર તરીકે તેમને સો કરોડ રૂપિયા મળ્યા હતાં.

મણિરત્નમ

બોમ્બે, રોજા, ગુરુ જેવી ફિલ્મો બનાવનાર મણિરત્નમની ફિ ૯ કરોડ રૂપિયા છે. તે પોતાની ફિલ્મોના માધ્યમથી દર્શકોના દિલ જીતવા માટે જાણીતા છે.

કરણ જોહર

કરણ બોલીવૂડના સૌથી વધારે પોપ્યુલર ડાયરેક્ટર છે. તેમનું ખુદનું ફિલ્મ પ્રોડકશન હાઉસ (ધર્મા પ્રોડક્શન) પણ છે. કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરનાર કરણ જોહર એક ફિલ્મ નિર્દેશિત કરવાના ૧૦ કરોડ રૂપિયા ચાર્જ લે છે.

રાજકુમાર હિરાણી

થ્રી ઈડિયટ્સ, મુન્નાભાઈ એમબીબીએસ, સંજુ અને પીકે જેવી હિટ ફિલ્મો આપનાર રાજકુમાર હિરાણીનું ડાયરેક્શન ખૂબ જ અનોખું હોય છે. તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થાય છે. તે પોતાના આ કામ માટે ૧૦ કરોડ રૂપિયા ફી લે છે.

એસ શંકર

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર એસ.શંકરે રોબોટ અને રોબોટ ૨.૦ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેમણે બોલિવૂડમાં નાયક ફિલ્મ પણ ડાયરેક્ટ કરેલી છે. તેમની ફી ૧૫ કરોડ રૂપિયા છે.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી પણ બોલિવૂડના એક લોકપ્રીય ડાયરેક્ટર છે. તેમનો ફિલ્મ બનાવવાનો અંદાજ બધાથી અલગ હોય છે. તેમની ફિલ્મોમાં ફિઝિક્સના નિયમો કામ કરતા નથી. આ કારણથી તેમની ઘણી વાર મજાક પણ ઉડાવવામાં આવી છે. જોકે તેમ છતાં પણ તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ જ તગડી કમાણી કરતી હોય છે. તે એક ફિલ્મ બનાવવા માટે ૨૫ કરોડ રૂપિયા ચાર્જ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *