બોલિવૂડની આ ફિલ્મોને બનાવવા માટે પાણીની જેમ વાપરવામાં આવ્યાં છે પૈસા, જુઓ ભારતની સૌથી મોંઘી ફિલ્મોની લીસ્ટ

આજકાલની બોલિવૂડની ફિલ્મો હોલીવુડની ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે. તેનું એક કારણ ફિલ્મોનું વધતું બજેટ પણ છે. તેવામાં આજે અમે તમને બોલિવૂડની ૧૦ સૌથી મોંઘી ફિલ્મોના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રોબોટ ૨.૦

આ ફિલ્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ રોબોટની સિક્વલ હતી. આ ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર એકસાથે નજર આવ્યા હતા. ફિલ્મને બનાવવામાં ૪૫૦ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન

આમિર ખાન અને અમિતાભ બચ્ચનની આ પિરીયોડીક ફિલ્મને બનાવવામાં ૨૧૦ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી.

પદ્માવત

સંજય લીલા ભણસાલીની ફિલ્મ “પદ્માવત” પહેલા “પદ્માવતી” નામથી રિલીઝ થનાર હતી. પરંતુ બાદમાં તેને લઈને અમુક વિવાદ થયો અને તેમનું નામ પદ્માવત રાખવામાં આવ્યું. દિપીકા પાદુકોણ અને રણવીરસિંહની આ ફિલ્મને બનાવવામાં ૨૧૫ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

ટાઈગર જિંદા હૈ

આ ફિલ્મ “એક થા ટાઈગર” ની સિક્વલ હતી. સલમાન ખાન અને કેટરીના કૈફની આ ફિલ્મને બનાવવામાં ૨૧૦ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

બાહુબલી-૨

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ “બાહુબલી”ની ગણતરી એક ઐતિહાસિક ફિલ્મમાં થાય છે. પ્રભાસ જેવા સ્ટાર વાળી આ ફિલ્મની સિક્વલ ને બનાવવામાં પુરા ૨૧૦ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

દિલવાલે

રોહિત શેટ્ટીની ફિલ્મ “દિલવાલે” થી શાહરૂખ-કાજોલની જોડીએ લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું હતું. આ ફિલ્મને બનાવવામાં ૧૬૧ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

પ્રેમ રતન ધન પાયો

રાજશ્રી બેનરનાં હેઠળ બનેલી આ ગ્રાન્ડ ફિલ્મને બનાવવામાં ૧૮૦ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. આ ફિલ્મમાં સલમાન ખાન અને સોનમ કપૂર લીડ રોલમાં હતા.

બાહુબલી-૧

ઘણી ભાષાઓમાં બનેલ બાહુબલી ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ હિટ રહ્યો હતો. આ ફિલ્મને બનાવવામાં મેકર્સ એ ૧૮૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

બેંગ બેંગ

કેટરિના કૈફ અને ઋત્વિક રોશનની એક્શન કોમેડી ફિલ્મ બેંગ બેંગ ને બનાવવામાં ૧૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ધુમ-૩

આમિર ખાનની ફિલ્મ ધૂમ-૩ એ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવ્યો નહી. જો કે આ ફિલ્મને બનાવવામાં મેકર્સ એ ૧૭૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

બ્રહ્માસ્ત્ર

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મોની રોય અને અમિતાભ બચ્ચન જેવા સિતારાઓથી સજેલી આગામી ફિલ્મને બનાવવામાં લગભગ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, જોકે તેની સચોટ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.