અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે. જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને ચોંકાવી દે છે. તેમની દરેક ફિલ્મનું કોન્સેપ્ટ અલગ હોય છે અને તે હંમેશા એ જ પ્રયત્ન કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. અક્ષય કુમાર આજકાલ સામાજિક મુદ્દો પર પણ વધારે ફિલ્મો બનાવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી તેમની ફિલ્મ મિશન મંગલ એ તાબડતોડ કમાણી કરી હતી. અક્ષયની ફિલ્મો હિટ થવાના કારણે તેમના ફેન્સ પણ ખુબ જ ખુશ જોવા મળે છે. હાલમાં જ ફોર્બ્સ એ દુનિયાની સૌથી હાઈસ્ટ પેઇડ એક્ટર્સનું એક લિસ્ટ જાહેર કર્યું હતું અને આ લિસ્ટમાં અક્ષય ચોથા નંબર પર હતા. અક્ષય એકમાત્ર એવા ભારતીય અભિનેતા હતા જેને આ વર્ષે ફોર્બ્સના ટોપ-૧૦ ના લીસ્ટમાં જગ્યા મળી હતી.
બે વર્ષ પહેલા આવેલી ફિલ્મ પૈડમેન માટે અક્ષયને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીતેલા દિવસોમાં ૯ સપ્ટેમ્બરના રોજ અક્ષયકુમારે પોતાનો ૫૨ મો જન્મદિવસ ઉજવ્યો હતો. દુનિયાભરમાં અક્ષય કુમારના લાખો કરોડો ફેન્સ છે. પરંતુ શું તમે જાણો છો બોલિવૂડમાં એક એવી અભિનેત્રી છે. જેને અક્ષય કુમાર બિલકુલ પણ પસંદ કરતા નથી અને આજ સુધી તેમણે તેમની સાથે એક પણ ફિલ્મ કરી નથી.
આ અભિનેત્રીને નફરત કરે છે અક્ષય કુમાર
જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલિવૂડની જે અભિનેત્રીને નફરત કરે છે અને જેમની સાથે કામ કરવા માંગતા નથી તે બીજી કોઈ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીની રાની એટલે કે રાની મુખરજી છે. તેને તે નફરત એમ જ નથી કરતા પરંતુ તેની પાછળ એક મોટું કારણ પણ છે. ખરેખર જ્યારે અક્ષયના કરિયરની શરૂઆત થઈ હતી ત્યારે રાની મુખર્જી ટોપ ની હિરોઈન હતી.
ઘણા જ ઓછા લોકોને જાણ હશે કે અક્ષય કુમારની વર્ષ ૧૯૯૯ માં આવેલી ફિલ્મ સંઘર્ષ માટે પહેલા રાની મુખર્જીને સાઈન કરવામાં આવી હતી. પરંતુ જ્યારે રાનીને એ વાતની જાણ થઈ કે આ ફિલ્મના હીરો અક્ષય કુમાર છે તો તેમણે ફિલ્મ સાઈન કરવાની સ્પષ્ટ ના કહી દીધી. ત્યારબાદ રાનીને અક્ષયની સાથે એક બીજી ફિલ્મ “આવારા પાગલ દિવાના” પણ ઓફર થઈ અને તેમણે આ ફિલ્મ પણ ઠુકરાવી દીધી. તે સમયે અક્ષયનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે રાની મુખરજીની સાથે ક્યારેય પણ કામ ના કરવાની કસમ ખાધી.
આ બે હિરોઈન છે અક્ષયની પહેલી પસંદ
હાલમાં જ અક્ષય કુમારે એક ફિલ્મ સ્ક્રીનિંગ દરમ્યાન પોતાની પસંદગીની અભિનેત્રી વિશે વાત કરી હતી. જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે તેમની ફેવરિટ હિરોઇન કોણ છે તો તેના પર અક્ષયે જણાવ્યું કે તેમની ફેવરિટ એક્ટ્રેસ દિવંગત અભિનેત્રી શ્રીદેવી છે. અક્ષયે કહ્યું કે ૯૦ ના દશકથી જ તેમની ફિલ્મો જોવી મને ખૂબ જ પસંદ છે. તે દિવસોમાં બોલીવુડમાં શ્રીદેવીનો એક જમાનો હતો. આજે પણ તેમની યાદો મારા દિલમાં જીવે છે. તે મારી ફેવરિટ હિરોઈન છે અને હંમેશા રહેશે.
જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૪ ની ફિલ્મ “મેરી બીવી કા જવાબ નહી” મા અક્ષય કુમાર શ્રીદેવીની સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે તેમને આજની જનરેશનમાં કઈ હિરોઈન પસંદ છે તો તેના પર અક્ષયે જરા પણ રાહ જોયા વગર બોલિવૂડની બેગમ કરિના કપૂરનું નામ લીધું હતું. જણાવી દઈએ કે અક્ષય અને કરીના ઘણી ફિલ્મોમાં સાથે નજર આવી ચૂક્યા છે.