બોલિવૂડની અભિનેત્રીઓથી પણ વધારે સુંદર દેખાય છે મિથુન ચક્રવર્તીની મોટી વહુ, જુઓ તેની સુંદર તસવીરો

પોતાના જમાનામાં પોપ્યુલર અભિનેતા રહી ચૂકેલા મિથુન ચક્રવર્તીએ બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ પોતાની શાનદાર ફિલ્મોથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. વળી મિથુન ચક્રવર્તીએ રાજકારણમાં પણ પોતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી છે. મીથુન ચક્રવર્તી રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. પરંતુ આજે મિથુનની વિશે વાત ના કરતાં અમે તમને તેમના પુત્રની પત્ની વિશે જણાવીશું જે દેખાવમાં ખૂબ જ સુંદર છે.

જણાવી દઈએ કે અભિનેતા મિથુન ચક્રવર્તીની મોટી વહુ છે. બોલિવૂડની ઘણી હસીનાઓને પોતાની સુંદરતાથી પાછળ છોડી દે છે. મિથુનની મોટી વહુની વિશે જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો કારણ કે તેમની વહુ બીજી કોઈ નહી પરંતુ ટીવી સિરિયલ “અનુપમા” માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરનારી મદાલસા છે.

મદાલસા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી કલાકાર છે. એટલું જ નહીં તે મશહૂર એક્ટ્રેસ શીલા શર્મા અને ડાયરેક્ટર સુભાષ શર્માની પુત્રી પણ છે. શીલા શર્માએ ૯૦ ના દશકમાં મહાભારતમાં માતા દેવકીનો રોલ પ્લે કર્યો હતો.

તમને જણાવી દઈએ કે મદાલસા એ બોલિવૂડ સ્ટાર મીથુન ચક્રવર્તીના દિકરા મિમોહ સાથે વર્ષ ૨૦૧૮ માં લગ્ન કર્યા હતા અને હવે તે ટેલિવિઝનની દુનિયામાં એક મોટું સ્થાન મેળવવાની તૈયારીમાં છે. ટીવી શો “અનુપમા” માં રોલને લઈને મદાલસા એ કહ્યું હતું કે કાવ્યનું કેરેક્ટર ખૂબ જ મજેદાર છે. કાવ્યા એક સ્ટ્રોંગ અને ઇન્ડિપેન્ડન્ટ વુમન છે.

વળી હવે તેમને સીરીયલમાં દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેની સાથે જ મદાલસાની સુંદરતાને પણ બોલિવૂડની એક્ટ્રેસ સાથે તુલના કરવામાં આવી રહી છે. જોકે મદાલસાની સુંદરતાને લઈને ખૂબ જ ચર્ચા કરવામાં આવે છે અને લોકો માને છે કે મીથુન ચક્રવર્તીની મોટી વહુ મદાલસા હિરોઈનથી ઓછી નથી.