બોલીવુડની ૫ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મો, નંબર ૧ એ તો કર્યું હતું ૨૦૦૦ કરોડનું કલેક્શન

વર્ષ ૧૯૫૦ થી ભારતમાં ફિલ્મોનો દોર ચાલુ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે. તેમાંથી અમુક ફિલ્મો એવી પણ છે જેમનું ભારતીય ઇતિહાસમાં આજે પણ નામ ચાલી રહ્યું છે. જુની થવા છતાં પણ આ ફિલ્મો ઇતિહાસની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મો છે. ચાલો જાણી લઈએ તે મશહૂર ફિલ્મોના વિશે.

હમ આપકે હૈ કૌ

આ ફિલ્મ બોલિવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં પાંચમાં નંબર પર છે. તેમનું બોક્સઓફિસ કલેક્શન ૧૧૯૭ કરોડ રૂપિયા છે. ૧૯૯૪ના રીલિઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું હતું. જેમાં રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા છે.

બાહુબલી-૨

વર્ષ ૨૦૧૭ માં એસ.એસ.રાજામૌલીનાં નિર્દેશનમાં રીલિઝ થયેલી આ ફિલ્મને ચોથા સ્થાન પર રાખવામાં આવી છે. ભારતીય બોક્સઓફિસ પર આ ફિલ્મે ૧૭૧૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનો પોતાનો એક અનોખો રેકોર્ડ છે.

શોલે

ફિલ્મ શોલેનું ભારતીય ઇતિહાસમાં ખૂબ જ નામ છે. અમિતાભ બચ્ચનની ફિલ્મને લોકોએ હદથી વધારે પસંદ કરી છે. તેમની કુલ બોક્સઓફિસ કલેક્શન ૧૫૦૦ કરોડ રૂપિયા છે. એક હિન્દી ફિલ્મ માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખૂબ જ મહત્વ રાખે છે.

મધર ઇન્ડિયા

વર્ષ ૧૯૯૭ માં આવેલી આ ફિલ્મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. તેમનું બોક્સ ઓફિસ કલેક્શન ૧૬૦૦ કરોડ રૂપિયા છે. તે આ લિસ્ટમાં બીજા નંબર પર આવે છે. આ ફિલ્મ બોલિવુડની દુનિયામાં એક ખાસ જગ્યા રાખે છે.

મુઘલે-એ-આઝમ

આ ફિલ્મનું નામ ભારતીય ઇતિહાસના પન્ના પર પહેલા નંબર પર છે. ૧૯૬૦ માં આવેલી આ ફિલ્મના ગીતો આજે પણ સાંભળવામાં આવે છે સાથે સાથે જ આ બોલિવૂડની પહેલી એવી ફિલ્મ છે જે ભારતીય બોક્સ ઓફિસ પર ૨૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે. જોકે આજની પેઢી આ ફિલ્મને જોવાનું બિલકુલ પણ પસંદ કરતી નથી. જૂના જમાનાના લોકો આજે પણ આ ફિલ્મને ખૂબ જ પ્રેમથી જોવે છે.