બોયફ્રેન્ડ હોય તો આવો, ગર્લફ્રેન્ડને નદી પાર કરાવવા માટે પોતે જ બની ગયો પુલ, જુઓ બાદમાં શું થયું

Posted by

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો સંબંધ ખુબ જ મનમોહક હોય છે. બંને એકબીજાનાં પ્રેમમાં ખોવાયેલા રહે છે. ખાસ કરીને જ્યારે આ પ્રેમ યુવાનીનાં દિવસોમાં હોય તો તેમાં કંઇક ખાસ જોવા મળે છે. પ્રેમ માટે બંને કંઈપણ કરી શકે છે. એક સારો બોયફ્રેન્ડ એ જ હોય છે, જે પોતાની ગર્લફ્રેન્ડને હંમેશા ખુશ રાખે છે. તેનાં સુખ અને દુઃખમાં સાથ આપે છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે તો તે તેનો હાથ પકડીને તેને મુશ્કેલીઓથી દુર લઇ જાય છે.

પ્રેમી-પ્રેમિકા વચ્ચે આવ્યું પાણીનું ઝરણું

એક એવા જ બોયફ્રેન્ડનો વિડીયો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયોને જોઈને દરેક યુવતિ એવું જ સપનું જોઇ રહી છે કે કાશ તેને પણ આવા વિચારો વાળો બોયફ્રેન્ડ મળી જાય. હકિકતમાં આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે એક પ્રેમી અને પ્રેમિકા હાથ પકડીને ક્યાંક જઈ રહ્યાં હોય છે. ત્યારે રસ્તામાં એક નાની પાણીનું ઝરણું આવી જાય છે.

બોયફ્રેન્ડ બની ગયો પુલ

તેવામાં યુવક તરત બે પથ્થરની વચ્ચે સુઈને પોતાના શરીરથી પુલ બનાવી લે છે. ત્યારબાદ યુવતિ ખુબ જ આરામથી યુવકની ઉપર પગ રાખીને પાણીનું ઝરણું પાર કરી લે છે. ત્યારબાદ યુવતિ પોતાના પ્રેમીને હાથ પકડીને તેને પણ પોતાની તરફ ખેંચી લે છે. બાદમાં બંને ખુશી-ખુશી આગળ ચાલવા લાગે છે.

લોકોએ કરી બોયફ્રેન્ડની પ્રસંશા

આ સંપુર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તેનાં ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું હતું. લોકો પણ વિચારમાં પડી ગયાં કે કાશ અમને પણ આવો કોઈ પ્રેમી કે પ્રેમિકા મળે. ઘણીવાર જોવા મળે છે કે લોકો પ્રેમમાં “ચાંદ તારા તોડી લાવવા” જેવી મોટી-મોટી વાતો કરે છે પરંતુ રિયલ લાઇફમાં તેમનાં વચન ખોખલા સાબિત થાય છે. તે પોતાનાં પ્રેમ માટે જરા પણ તકલીફ ઉઠાવતા નથી.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 😊 (@hepgul5)

આ વીડીયો જોઇને સ્પષ્ટ થઇ જાય છે કે યુવક-યુવતિ પરસ્પર ખુબ જ પ્રેમ કરે છે એટલે જ તો યુવકે પોતાનો જીવ જોખમમાં મુકીને યુવતિને સુરક્ષિત રસ્તો પાર કરાવ્યો. આ વીડિયો પર લોકો દિલચસ્પ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ ખુબ જ  સુંદર વિડીયો છે”. બાદમાં બીજાએ કહ્યું કે, “આનાથી સ્વીટ ચીજ મેં આજ સુધી જોઈ નથી”. એક મહિલા યુઝરે લખ્યું કે, “કાશ મારો બોયફ્રેન્ડ પણ મારી માટે કંઈક આવું કરે”. વળી અન્ય એક વ્યક્તિએ મજાકમાં કહ્યું કે, “ભાઈ તું પ્રેમનાં ચક્કરમાં પોતાની પીઠ ના તોડાવી નાખતો”.