ચમત્કાર : બ્રેઇન સર્જરી દરમિયાન મહિલા કરતી રહી ગીતાના શ્લોકનો જાપ, ડોક્ટર બોલ્યા, ૯ હજાર ઓપરેશનમાંથી આવો પહેલો કેસ

સામાન્ય રીતે ઓપરેશન કરતા સમયે ડોક્ટર ઇન્જેક્શન લગાવીને દર્દીને બેભાન કરી દેતા હોય છે કારણકે દર્દીને દુખાવાનો અહેસાસ ના થાય. પરંતુ હાલમાં જ ગુજરાતના અમદાવાદમાં એક અનોખો મામલો સામે આવ્યો છે, જ્યાં ૩૬ વર્ષની એક મહિલાની ઓપન બ્રેઇન સર્જરી કરવામાં આવી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સર્જરી દરમિયાન દયા ભરત બુધેલીયા નામની આ મહિલા શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકોનો જાપ કરી રહી હતી. આ સર્જરી લગભગ સવા કલાક સુધી ચાલી અને એક કલાક સુધી ડોક્ટર્સ તેમના મોઢામાંથી આ શ્લોકો સાંભળતા રહ્યા. દયાની આ શ્રદ્ધાને જોઈને ત્યાં હાજર રહેલા તમામ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા.

સવા કલાક ચાલી સર્જરી

ખબરોનાં અનુસાર સુરતમાં રહેવા વાળી દયા બુધેલીયાનાં મગજમાં ખેંચ આવી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના મગજમાં ગાંઠ છે. ડોક્ટરોના અનુસાર ગાંઠ તે જગ્યા પર હતી કે જેના લીધે લકવાનું જોખમ રહેલું હતું. ત્યારબાદ સર્જરીની તૈયારી કરવામાં આવી. ૨૩ ડિસેમ્બરનાં રોજ ન્યુરોસર્જન ડોક્ટર કલ્પેશ શાહ અને તેમની ટીમે ઓપરેશન શરૂ કર્યું. આ સર્જરી ગંભીર હતી તેથી દર્દીનું ભાનમાં રહેવું જરૂરી હતું. તેમની સર્જરી લગભગ સવા કલાક ચાલી.

૯ હજારથી વધારે ઓપન સર્જરીમાં આવો પહેલો કેસ

ડોક્ટર કલ્પેશ શાહ આશ્ચર્યથી જણાવે છે કે તેમણે પોતાના જીવનમાં અત્યાર સુધીમાં ૯ હજારથી વધારે ઓપન સર્જરી કરી છે, પરંતુ આવું પહેલીવાર થયું છે. દર્દીની અવેક એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું, એટલે કે તે જાગતી રહે. સર્જરી કર્યાનાં ૩ દિવસ પછી દયાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. દયાબેન જણાવે છે કે તે બાળપણથી જ ગીતા વાંચી રહી હતી, તેથી તેમને શ્લોક યાદ હતા.

બાળપણમાં મળ્યું હતું ગીતાનું જ્ઞાન

વળી દયાબેનનાં પતિ ભરતે કહ્યું કે, બ્રેન ટ્યુમરની વાત સાંભળતા જ સંપૂર્ણ પરિવાર ગભરાઈ ગયો હતો પરંતુ અમને ઈશ્વર પર શ્રદ્ધા હતી, જ્યારે દયા સર્જરી દરમિયાન ગીતાના શ્લોકનો જાપ કરી રહી હતી ત્યારે એવું લાગ્યું કે સ્વયં ભગવાન તેમની પાસે આવીને ઊભા રહી ગયા છે. દયાબેન કહે છે કે ગીતાનું જ્ઞાન તો બાળપણથી જ માતા-પિતા પાસેથી મળી ગયું હતું. ઈશ્વરમાં મને પૂરી આસ્થા છે. આ જ સંસ્કાર મે પોતાના દિકરાઓને પણ આપેલા છે.