બ્રેઇન ટ્યુમરનાં આ મહત્વપુર્ણ લક્ષણોને કરશો નજરઅંદાજ તો ભોગવવું પડી શકે છે તેનું ગંભીર પરિણામ, ભવિષ્યમાં ખુબ જ ઘાતક સાબિત થાય છે આ બિમારી

આમ જોવા જોઈએ તો માથાનો દુઃખાવો થવો તે સામાન્ય સમસ્યા છે પરંતુ જો તે વધારે પ્રમાણમાં થવા લાગે અથવા તો પછી દર બે-ત્રણ દિવસે થાય છે તો નજર‌અંદાજ કરશો નહી. ક્યારેક-ક્યારેક માથામાં દુખાવો બ્રેઇન ટ્યુમરનાં કારણે પણ થતો હોય છે. આ એક એવી બિમારી છે, જેની સમયસર ઓળખાણ ના થવા પર વ્યક્તિ મોતનાં મુખમાં પણ ધકેલાય શકે છે. હાલની એડવાન્સ દુનિયામાં સર્જરી બ્રેઇન ટ્યુમરની સૌથી મુખ્ય સારવાર છે. જો સમયસર આ બિમારી વિશે ખબર પડી જાય છે તો સર્જરીની મદદથી ટ્યુમર કાઢવું સરળ બની જાય છે.

બ્રેઇન ટ્યુમરને હિન્દીમાં “દિમાગી ફોલ્ટ” પણ કહેવામાં આવે છે. એ બિમારીમાં મગજની કોશિકાઓ અસામાન્ય રૂપથી વિકાસ કરી શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને બ્રેઇન ટ્યુમરનાં શરૂઆતનાં લક્ષણો વિશે જણાવીશું. જો તમને પણ આ પ્રકારનાં લક્ષણો નજર આવે છે તો તેને નજર‌અંદાજ કરવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ તેનાં ક્યાં-ક્યાં લક્ષણો છે.

માથામાં દુખાવો

અમારા કહેવાનો અર્થ એવો નથી કે દરેક પ્રકારનો માથાનો દુઃખાવો બ્રેઇન ટ્યુમરનાં લક્ષણો હોય છે પરંતુ તે બ્રેઇન ટ્યુમરનાં શરૂઆતનાં લક્ષણો જરૂર હોય શકે છે. જો તમને સવારનાં સમયે માથામાં દુઃખાવાની સમસ્યા રહેતી હોય તો થોડા ચેતી જજો. બ્રેઇન ટ્યુમરનો દુખાવો મોટાભાગે સવારનાં સમયે જ થઈ શકે છે. જેમ-જેમ ટયુમર વધવા લાગે છે તેમ-તેમ માથાનો દુઃખાવો પણ વધવા લાગે છે. આવા લક્ષણો નજર આવે છે તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.

ઉલ્ટી ની સમસ્યા

બ્રેઇન ટ્યુમર થતાં જ મનુષ્યને ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે. તે સમસ્યા પણ સવારનાં સમયે થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં પણ તેમને ઉલ્ટી જેવો અહેસાસ થાય છે. જો તમને પણ આવો અનુભવ થાય છે તો તરતજ ડોક્ટરનો સંપર્ક કરવો.

શારિરીક અસંતુલન

સેરીબૈલમમા ટયુમર થતાં વ્યક્તિની મુવમેન્ટ પ્રભાવિત થવા લાગે છે. તે પોતાનાં શારીરિક સંતુલન પર નિયંત્રણ રાખી શકતો નથી. આવી સમસ્યા થવા પર તુરંત જ ડોક્ટરને બતાવો.

બોલવામાં મુશ્કેલી

જો વ્યક્તિનાં ટૈમ્પોરલ લોબમાં ટયુમર હોય છે તો તેમને બોલવામાં પરેશાન થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ દ્વારા બોલેલા શબ્દોને સામેનો વ્યક્તિ સમજી શકતો નથી એટલે જો તમને પણ અચાનક બોલવામાં પરેશાની થાય છે તો ડોક્ટરને જરૂર મળો.

ઓછું દેખાવું

બ્રેઇન ટ્યુમર થતાં આંખની રોશની ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. તે સમસ્યા એવી રીતે વધી જાય કે કલર અને ચીજોને ઓળખવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. બ્રેઇન ટયુમર વધતાં આંખોમાં ધુંધળુ દેખાવા લાગે છે.

વ્યાવહારીક બદલાવ

જો ટયુમર તમારા ફ્રંટલ લોબમાં છે તો તમે પોતાનાં વ્યવહારમાં ફેરફાર મહેસુસ કરશો. તે જગ્યાએ ગાંઠ થતાં જ વ્યક્તિનો સ્વભાવ ચિડીયો અને ઝઘડાળુ બની જાય છે. જો તમારા વ્યવહારમાં પણ આવો અહેસાસ થાય છે તો ડોક્ટરને મળીને તેમની સલાહ જરૂર લો.