બુધવારના દિવસે આ કાર્યો કરવા માનવામાં આવે છે વર્જિત, તેમને કરવાથી ઉઠાવવું પડી શકે છે ભારે નુકસાન

Posted by

બુધવારનો દિવસ બુધ ગ્રહ સાથે જોડાયેલ હોય છે અને આ દિવસને બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં બુધ ગ્રહનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે આ ગ્રહ બુદ્ધિ, વિવેક, સંચાર, વાણી વગેરેનો કારક હોય છે. બુધ ગ્રહનું કુંડળીમાં કમજોર રહેવાથી જાતકને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ ગ્રહને શાંત રાખવા માટે અને કુંડળીને મજબૂત બનાવવા માટે બુધવારનાં દિવસે તેનાથી જોડાયેલ ઉપાય કરવો લાભદાયક હોય છે. વળી અમુક એવી ચીજો પણ છે જેમને આ દિવસે કરવાથી નુકસાન થાય છે અને આ ગ્રહ કમજોર થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે આ દિવસે ક્યાં કાર્યો કરવા ના જોઈએ.

બુધવારનાં દિવસે ના કરો આ કાર્યો

 • બુધવારના દિવસે ભૂલમાં પણ પૈસાની લેવડદેવડ ના કરવી જોઈએ. આ દિવસે જે લોકો ઉધાર પૈસા લે છે અને જે લોકો પૈસા ઉધાર આપે છે, તેમના જીવનની આર્થિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. માનવામાં આવે છે કે બુધવારના દિવસે ઉધાર લેવામાં આવેલા પૈસા અને આપવામાં આવેલું ધન લાભકારી હોતું નથી. તેથી બુધવારના દિવસે કરજ લેવાની કે આપવાની ભૂલ તમારે કરવી ના જોઈએ. આવું કરવાથી બુધ ગ્રહ કમજોર થઈ જાય છે.
 • બુધ ગ્રહ વાણી અને સંવાદનો કારક હોય છે. તેથી બુધવારના દિવસે મોઢામાંથી સારી વાતો જ કાઢવી અને કડવી વાણીનો પ્રયોગ કરવાથી બચવું. આ દિવસે કડવી વાણીનો ઉપયોગ કરવાથી બુધ ગ્રહ કમજોર બની જાય છે. બુધવારના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવા ના જોઈએ, ખાસ કરીને પરણિત લોકોએ. કહેવામાં આવે છે કે આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાથી દાંપત્યજીવન પર ખરાબ અસર પડે છે અને પતિ-પત્નિ વચ્ચે હંમેશા લડાઈ થતી રહે છે.

 • જ્યોતિષ વિજ્ઞાન અનુસાર બુધવારના દિવસે પશ્ચિમ દિશાની યાત્રા ના કરવી જોઈએ. આ દિવસે પશ્ચિમ દિશાની તરફ યાત્રા કરવી શુભ માનવામાં આવતી નથી. જે લોકો બુધવારના દિવસે આ દિશાની યાત્રા કરે છે, તેમની યાત્રા અસફળ રહે છે.
 • બુધવારના દિવસે પૈસાનું રોકાણ કરવાથી પણ બચવું જોઈએ. આ દિવસે કરવામાં આવેલ રોકાણથી પૈસાનું નુકસાન જ થાય છે. રોકાણ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શુક્રવાર હોય છે.

બુધવારનાં દિવસે કરો આ કામ

 • બુધવારનાં દિવસે ક્યાં કામોને કરવા વર્જિત માનવામાં આવે છે, તેના વિષે જાણ્યા બાદ ચાલો જાણી લઈએ કે ક્યાં દિવસે ક્યાં કાર્યો કરવા શુભ ફળ આપે છે.
 • બુધવારનાં દિવસે મધુર વાણી અને પ્રેમથી વાત કરવી. આવું કરવાથી જીવનની આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં ધન-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
 • બુધવારનાં દિવસે લીલા રંગના કપડા પહેરવા ઉત્તમ ફળ આપે છે અને આવું કરવાથી બુધ ગ્રહ મજબુત થાય છે.
 • ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે બુધવારનાં દિવસે લીલા રંગની ચીજો જેમકે દાળ, કપડા અને ફળનું દાન કરવું જોઈએ.

 • આ દિવસે તમારે બુધ ગ્રહની કથા જરૂર વાંચવી જોઈએ. બુધવારના દિવસે બુધ ગ્રહની કથા વાંચવાથી તે ગ્રહ તમારા અનુકૂળ જ ફળ આપે છે અને કુંડળીમાં મજબૂત બની રહે છે.
 • બુધ ગ્રહ સિવાય આ દિવસ ગણેશજી સાથે પણ જોડાયેલ હોય છે, તેથી બુધવારનાં દિવસે ગણેશજીની પૂજા પણ જરૂર કરવી જોઈએ.
 • ગણેશજીની પૂજા કરવા દરમિયાન તેમને લાડુઓનો ભોગ જરૂર લગાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *