બુધવાર ભગવાન ગણેશજીનો દિવસ છે, ભુલથી પણ ના કરો આ ૭ કામ, જીવન પર પડશે નકારાત્મક પ્રભાવ

Posted by

બુધવારને વિઘ્નહર્તા ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. બુધવારનાં દિવસે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશજીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ અપાવવા વાળા દેવતા માનવામાં આવ્યા છે. તે બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પુજનીય છે. કોઈપણ પૂજાપાઠ અથવા શુભ કાર્યમાં સર્વપ્રથમ તેમની પૂજા કરવામાં આવે છે. એવું બતાવવામાં આવે છે કે પહેલા તેમની પૂજા કરવાથી કામકાજની બધી જ અડચણો દૂર થાય છે અને વ્યક્તિને સતત સફળતા મળે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એટલા માટે તમારે આ દિવસે અમુક કામ કરવાથી દૂર રહેવું જોઈએ. જો તમે ભૂલથી પણ આવા કાર્ય કરો છો, તો તેનાથી તમારા જીવન પર નકારાત્મક અસર જોવા મળશે. આજે અમે તમને એવા ૭ કાર્યો વિશે જાણકારી આપીશું, જેને તમારે બુધવારના દિવસે ના કરવા જોઇએ.

  • તમારે બુધવારના દિવસે પૈસાની લેવડદેવડ ભૂલથી પણ ન કરવી જોઈએ. કારણ કે તે જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું નથી. જો તમે આ દિવસે આર્થિક લેવડ દેવડ કરો છો તો તેનાથી આર્થિક ક્ષેત્રમાં તમારી પ્રગતિ અટકી જાય છે. તમારે ધનહાનિ નો પણ સામનો કરવો પડે છે.
  • બુધવારના દિવસે માં, બહેન અને દીકરી સમાન મહિલાઓને ભૂલથી પણ અપમાનિત કરવી જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ કમજોર થઈ જાય છે, જેના કારણે તમારા જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબુત હોય તો તે મોટામાં મોટું કાર્ય પણ બૌદ્ધિક કૌશલથી સરળતાથી પૂર્ણ કરી લે છે. કારણ કે બુધ ગ્રહ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરે છે.
  • બુધવારના દિવસે તમારે પોતાની વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. બુધવારના દિવસે કડવા વચનનો પ્રયોગ કરવો નહીં. કારણ કે તેનાથી બુધગ્રહ કમજોર થઈ જાય છે. જો તમે બુધવારના દિવસે ખોટા શબ્દનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમારે આર્થિક પરેશાનીઓ માંથી પસાર થવું પડે છે.
  • બુધવારના દિવસે કોઈ પણ આર્થિક રોકાણ કરવું જોઇએ નહીં. કારણ કે તેનાથી આર્થિક નુકસાન પહોંચે છે. કોઈપણ પ્રકારના રોકાણ માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે.

  • બુધવારના દિવસે કોઇપણ કિન્નરનો અપમાન કરવું જોઈએ નહીં.
  • જો બુધવારના દિવસે તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા છો, તો તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમારે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી જોઈએ નહીં. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે શુભ માનવામાં આવ્યું નથી.
  • બુધવારના દિવસે સુહાગન મહિલાઓએ તે વાતનું ધ્યાન રાખવાનું છે કે તેમણે કાળા વસ્ત્રોનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે તેનાથી પતિના આયુષ્યમાં ઘટાડો થાય છે. બુધવારના દિવસે લીલા રંગનાં વસ્ત્રોનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

બુધવારના દિવસે ગણપતિ મહારાજ ન આરાધના કરવી ખૂબ જ શુભ માનવામાં આવી છે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. ઉપરોક્ત કાર્યો વિશે જાણકારી આપવામાં આવી છે, જેને તમે બુધવારના દિવસે ભૂલથી પણ કરવી જોઈએ નહીં. નહીંતર તેનાથી તમને પોતાના જીવનમાં તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *