બુધવારનાં દિવસે જરૂરથી કરો આ ૬ ઉપાય, ખૂલી જશે ભાગ્ય અને દુર થઈ જશે બધા દુ:ખ

ગણેશજીને બધા દેવતાઓમાં સૌથી વધારે દયાળુ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું સ્મરણ જરૂરથી કરવામાં આવે છે. તે પોતાના ભક્તો ઉપર હંમેશા પોતાની કૃપા દૃષ્ટિ જાળવી રાખે છે અને તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે અમુક ઉપાયો કરવામાં આવે તો તેનાથી જીવનમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે તમારે નીચે બતાવેલ આ ઉપાયોને બુધવારના દિવસે જરૂરથી કરવો જોઈએ. આ ઉપાયો કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે સાથોસાથ તમને કરજમાંથી પણ મુક્તિ મળી જશે. તો ચાલો નજર નાખે આ ઉપાયો પર.

ગણેશજીની પૂજા

બુધવારનો દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. એટલા માટે બુધવારના દિવસે તેમની પૂજા જરૂરથી કરવી જોઈએ. તેમની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. બુધવારના રોજ તમારે સવારે સ્નાન કરીને ગણપતિજીનું પૂજન કરવું. પૂજા કરતા સમયે તેમને દૂર્વા અને લાડુનો ભોગ જરૂરથી ચડાવવો.

પૈસાનું દાન કરવું

બુધવારના દિવસે પૈસાનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. જો આ દિવસે કિન્નરોને પૈસાનું દાન કરવામાં આવે અને તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો આશીર્વાદના રૂપમાં લેવામાં આવે તો તે ખૂબ જ લાભકારી હોય છે. હકીકતમાં કિન્નરો પાસેથી રૂપિયાનો સિક્કો લેવાથી આર્થિક તંગી થતી નથી અને ઘરમાં હંમેશાં ધનની વર્ષા થાય છે. એટલા માટે બુધવારના દિવસે બની શકે તો કિન્નરને પૈસાનું દાન કરો અને તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો લો. તે સિક્કાને પૂજાના સ્થાન પર રાખી દો અને તેની સામે ધૂપ અને અગરબત્તી કરો, પછી તેને લીલા કપડાં અને તિજોરીમાં રાખી દો. તેનાથી ઘરમાં ધનની બરકત થશે.

તિજોરીમાં રાખો કોડી

બુધવારના દિવસે ત્રણ કોડી લઈને તેને ઘરના પૂજાસ્થાનમાં રાખી દો. ત્યાર બાદ તેની પૂજા કરો અને તેને લાલ રંગનાં કપડામાં વીંટાળી દો. હવે આ કોડીને તિજોરીમાં રાખી દો.

મગ દાળનો ઉપાય

ઘરમાં બરકત માટે આ ઉપાય કરવો. આ ઉપાય અંતર્ગત એક મુઠ્ઠી લીલા મગ અને ૭ કોડીને એકસાથે કપડામાં બાંધી દો. ત્યારબાદ તેને કોઈ મંદિરમાં જઈને તેની સીડી પર રાખી દો. યાદ રાખવું કે આ ઉપાય કરતાં સમયે તમને કોઈ જુએ નહીં અને સાથોસાથ તેને મંદિરની સીડીમાં રાખ્યા બાદ તમારે પાછળ ફરીને જોવાનું નથી.

ગાયને દાળ ખવડાવો

બુધવારના દિવસે મગદાળને બાફી લો અને પછી તેમાં ઘી અને ખાંડ નાખીને તેને ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી તમને કરજમાંથી મુક્તિ મળી જશે.

ગ્રહને શાંત કરો

જે લોકોની કુંડળીમાં રાહુ ગ્રહ ભારે હોય તો તે લોકોએ બુધવારે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય અંતર્ગત બુધવારની રાત્રે એક શ્રીફળ માથા પાસે રાખીને સૂઈ જાઓ અને આગલા દિવસે આ શ્રીફળ કોઈ ગણેશ મંદિરમાં રાખી દો. શ્રીફળ રાખતા સમયે તેની સાથે અમુક પૈસા પણ રાખી દો સાથોસાથ વિઘ્નહર્તા ગણેશજીના સ્ત્રોતનો પાઠ પણ કરવો