બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી દૂર થઈ જાય છે નકારાત્મક શક્તિઓ, અપનાવો આ ૫ ઉપાયો

Posted by

બુધવારને પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે. પાર્વતી નંદન શ્રી ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે, તેવામાં જો તમે બુધવારના દિવસે પૂરી શ્રદ્ધાથી તેમની આરાધના કરો છો તો નિશ્ચિત રૂપથી તમને લાભ પ્રાપ્ત થશે. જણાવી દઈએ કે પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશજી પોતાના ભક્તોને દુઃખોમાંથી મુક્તિ અપાવે છે, સાથે સાથે વિદ્યા અને સદબુદ્ધિ પણ આપે છે. હિંદુ ધર્મ શાસ્ત્રોના અનુસાર ગણપતિ મહારાજ દરેક રૂપમાં શુભ અને મંગળકારી માનવામાં આવે છે, તેથી કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવામાં આવે છે. તેથી આજે અમે તમને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓની વિશે અમુક મહત્વપૂર્ણ જાણકારી આપીશું.

ભારતના બધા હિન્દુ ઘરોમાં શ્રી ગણેશજીની મૂર્તિઓ જરૂર મળી આવે છે અને દરરોજ દરેક ઘરમાં ગણપતિ મહારાજની આરાધના કરવામાં આવે છે. જોકે શ્રી ગણેશજીની મૂર્તિઓ બધાના ઘરમાં જ મળી આવે છે પરંતુ ભગવાન શ્રી ગણેશજીની ચાર વિશેષ પ્રકારની મૂર્તિઓ છે, જેનું ઘરમાં હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ મૂર્તિઓ તમારા ઘરમાં હશે તો તમારા દરેક બગડેલ કામો બની જશે અને તમને શ્રી ગણેશ સદબુદ્ધિ આપશે. આજે અમે તમને તે ૪ પ્રકારની મૂર્તિઓની વિશે વિસ્તારથી જણાવીશું.

આ મૂર્તિને લગાવો મુખ્ય દરવાજા પર

કેરી, પીપળાના પાન કે લીમડામાંથી બનાવેલ ગણેશજીનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્રોના અનુસાર જો આ મૂર્તિને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો ભગવાન શ્રી ગણેશજી દુઃખોને ઘરની અંદર પ્રવેશ કરવાથી રોકી લે છે. સાથે જ ઘરનું વાતાવરણ પણ સકારાત્મક જળવાઈ રહે છે અને તેનાથી ધન અને સુખની પ્રાપ્તિ થાય છે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કરો આ મૂર્તિની સ્થાપના

ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ શ્રી ગણેશજીની મૂર્તિને ધન વૃદ્ધિકારક માનવામાં આવે છે. જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય તો પોતાના ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકો છો. માન્યતા છે કે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ શ્રી ગણેશજીની મૂર્તિથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે-સાથે શાંતિનું વાતાવરણ પણ જળવાઈ રહે છે. આ મુક્તિથી ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

ભગવાન શ્રી ગણેશજીની આ ખાસ મૂર્તિ આપશે અનેક લાભ

શ્વેતાર્ક શ્રી ગણેશજીની મૂર્તિનું ઘરમાં હોવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ગણપતિ મહારાજની આ મુર્તિ ના હોય તો રવિવાર કે પુષ્ય નક્ષત્રનાં દિવસે આ મૂર્તિને ઘરમાં લઈ આવો અને વિધિવત આ મૂર્તિની દરરોજ પૂજા-પાઠ કરવા. તેનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તેના સિવાય જો તમે દરરોજ શ્રી ગણેશજીની મૂર્તિની પૂજા કરો છો તો તમારી કુંડળીમાં બુધ ગ્રહ પણ મજબૂત થાય છે તેનાથી તમને અનેક લાભ મળે છે.

આર્થિક તંગીથી દુર રાખશે શ્રી ગણેશજીની આ મૂર્તિ

ક્રિસ્ટલમાંથી બનાવવામાં આવેલ શ્રી ગણેશજીની મૂર્તિની પૂજા કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ક્રિસ્ટલના શ્રી ગણેશજીની મૂર્તિની સાથે સાથે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે. ક્રિસ્ટલના શ્રી ગણેશજીની આરાધના કરવાથી ઘરમાં પૈસાની તંગી ક્યારેય રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *