રાજસ્થાનનાં આ ગામમાં બુલેટની પુજા કરવામાં આવે છે, દર્શન કરવાથી દરેક ઈચ્છાઓ પુરી થાય છે, હજુ સુધી કોઈપણ ખાલી હાથ પાછું ફર્યું નથી

Posted by

ભારતમાં મંદિરોની કોઈ કમી નથી. દરેક ગલીમાં તમને એક મંદિર જરૂર જોવા મળશે. આ સિવાય પ્રાચીન મંદિરોની પણ ઘણી બધી સંખ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે મંદિરને દેવાલય એટલે કે દેવતાનું ઘર કહેવામાં આવે છે. ભગવાનની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેને સ્થાપિત કરવામાં આવે છે અને બાદમાં લોકો આ મુર્તિને ભગવાન માનીને પુજે છે પરંતુ આજે અમે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ, તે અનોખું મંદિર છે. રાજસ્થાનનું આ મંદિર એટલા માટે ખાસ અને અનોખું છે કારણ કે અહીં કોઈ ભગવાનની મુર્તિ સ્થાપિત નથી પરંતુ અહીં એક ૩૫૦ સીસી રોયલ એનફિલ્ડ બુલેટને રાખવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે આ મંદિરને લોકો દુર-દુરથી જોવા આવે છે અને અહીં રહેલા આ બુલેટ મોટર સાયકલના દર્શન કરીને તેની પુજા કરે છે. બાઈકની પુજા થનાર આ મંદિર ઓમ બન્નાને સમર્પિત છે. રાજસ્થાનમાં રાજપુત નવયુવકોને બન્ના કહેવામાં આવે છે. ઓમ બન્ના નું આખું નામ ઓમ સિંહ રાઠોડ છે. તે પાલી શહેર પાસે જ સ્થિત ચોટીલા ગામના ઠાકોર જોગસિંહ રાઠોડનાં પુત્ર હતાં. વર્ષ ૧૯૮૮ માં પોતાની આ બુલેટમાં ગામ પરત ફરતા સમયે દુર્ઘટનામાં ઓમ બન્નાનું મૃ-ત્યુ થઈ ગયું હતું. ઓમ બન્ના  પાલી જિલ્લામાં પોતાના સાસરીયેથી થઈને પોતાના ગામ ચોટીલા આવી રહ્યા હતાં.

સ્થાનિય નિવાસી અનુસાર તે સાંજનો સમય હતો અને ઓમ બન્નાને લાગ્યું કે રસ્તા પર કોઈ નથી. બચવા માટે તેમણે જેવી જ પોતાની બાઈક ફેરવી તો તે રસ્તા પર આવી રહેલા ટ્રક સામે અથડાઇ ગયા અને બાદમાં રસ્તા પર સ્થિત ઝાડ સાથે ટકરાઈ ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે ઓમ બન્ના નું ઘટના સ્થળ પર જ મૃ-ત્યુ થઈ ગયું. સ્થાનિય લોકોનું કહેવાનું છે કે જે રીતે ઓમ બન્ના નું એક્સિડન્ટ થયું હતું ત્યાં હંમેશા સડક દુર્ઘટના થતી રહેતી હતી અને કોઈને કોઈનું મૃ-ત્યુ થઈ જતું હતું. અમુક લોકોએ તો આ જગ્યાને શ્રાપિત પણ કહી દીધી હતી. ઓમ બન્ના ના એક્સિડન્ટ બાદ પોલીસ ત્યાંથી તેમનાં શવ અને બાઇકને થાણે લઈ ગઈ.

પરિવારને યુવાન દિકરાની મોતની સુચના આપવામાં આવી. પરિવાર દિકરાનું શવ લઈ ઘરે પહોંચ્યો અને ત્યારબાદ બધા લોકો અંતિમ ક્રિયા કરવાની તૈયારી કરવા લાગ્યા. બીજા દિવસે સવારે અમુક પોલીસવાળા ઓમ બન્નાનાં ઘરે પહોંચ્યા અને પુછવા લાગ્યા કે શું તમે લોકો થાણેથી બાઈક પણ ઉઠાવી લાવ્યા છો ?. પરિવારનાં લોકોએ “ના” પાડી. ત્યારબાદ બાઈકની શોધખોળ ચાલું કરવામાં આવી. ત્યારે પોલીસને સુચના મળી કે બાઈક એ જ દુર્ઘટના વાળી જગ્યા પર ઉભી છે. સુચના મળવા પર પોલીસ બાઇકને ફરીથી થાણે લઈ આવી પરંતુ ફરી બીજા દિવસે સવારે બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ અને ફરી પાછી એ જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ.

બીજીવાર આવું થવા પર પોલીસને શંકા ગઈ. બાઈકને ફરીથી લાવીને પોસ્ટ સ્ટેશનમાં સાંકળથી બાંધવામાં આવી અને તેની દેખરેખ રાખવામાં આવી ત્યારે પોલીસને જોવા મળ્યું કે સાંકળમાં બાંધેલી બાઇક એની જાતે જ શરૂ થઈ ગઈ અને સાંકળ તોડીને તે ફરી એ જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. ત્યારબાદ પોલીસ વાળાએ વિચાર્યું કે બાઈકને ઘર પર ઉભી રાખવામાં આવે પરંતુ ઘરમાંથી પણ બાઈક ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ. વારંવાર બાઈકનું ઘટના સ્થળ પર પહોંચી જવું જોઈને ઓમ બન્નાનાં પિતાજીએ તેને ઓમ બન્નાની ઈચ્છા માની અને બાઇકને ત્યાં ચબુતરો બનાવીને રાખી દીધી.

ઓમ બન્ના પોતાની બાઇકને માત્ર સવારી જ નહી પરંતુ મિત્ર અને હમસફર પણ માનતા હતાં. લોકોની માન્યતા છે કે જ્યારથી આ બાઈક ત્યાં ઉભી રાખવામાં આવી છે તો હવે ત્યાં દુર્ધટના થવાનું સાવ ઓછું થઈ ગયું છે. બાદમાં અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ રસ્તા પરથી પસાર થનારા મુસાફરો આવતા-જતા સમયે ઓમ બન્ના ના મંદિરમાં કુશળ યાત્રાની પ્રાર્થના કરીને જ આગળ વધે છે. ઓમ બન્ના ના જન્મદિવસને સ્થાનિય લોકો ઉત્સવની જેમ ઉજવે છે. આ દરમિયાન બાઇકની રેલી અને ઘણા સાંસ્કૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.