ધનતેરસને ધન ત્ર્યોદશી પણ કહેવાય છે. આ દિવસે સોનુ, ચાંદી કે વાસણ ખરીદવા ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ પર દેવતાઓનાં વૈદ્ય માનવામાં આવતા ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. ધનતેરસ પર લોકો એ કામનાની સાથે નવો સામાન ઘરમાં લાવે છે કે તેમનાં ઘરમાં સુખ સમૃદ્ધિ રહે. જોકે ધનતેરસનાં દિવસે સામાન ખરીદતા સમયે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણકે આ દિવસે અમુક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવતી નથી.
તેવામાં ચાલો આપણે જાણી લઈએ કે ધનતેરસ પર શું ખરીદવું જોઈએ અને શું નહી. ધનતેરસ પર કંઈક ને કંઈક ખરીદવાની પરંપરા છે. અમુક લોકો તો સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદે છે તો વળી જે લોકો એવું નથી કરી શકતા. તે સ્ટીલ, પિત્તળ કે તાંબા વગેરેનાં વાસણની પણ ખરીદી કરી શકે છે. અહીં અમે તમને જણાવી દઈએ કે ધનતેરસનાં દિવસે કઈ-કઈ ૩ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની જરૂર ખરીદી કરો. તેનાથી માતા લક્ષ્મીની તો તમારા પર કૃપા થશે જ સાથે જ ક્યારેય પણ પૈસાની મુશ્કેલી નહીં રહે.
ધનતેરસ પર શું ખરીદવું?
ભગવાન ધન્વંતરીની ધાતુ પિત્તળ માનવામાં આવે છે એટલા માટે ધનતેરસનાં દિવસે પિત્તળનાં વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે. પિત્તળ સિવાય ધનતેરસનાં દિવસે સોના, ચાંદી, તાંબા વગેરેનો સામાન અને વાસણ ખરીદી શકાય છે. આ ધાતુની વસ્તુઓને ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસનાં દિવસે આ વસ્તુઓને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને ધન્વંતરી ભગવાનની કૃપાથી આરોગ્યતા અને સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય આ દિવસે સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે ધનતેરસ પર સાવરણી ખરીદવાનું પણ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે નવી સાવરણી ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે. આ દિવસે સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે સોનું કે ચાંદી ના ખરીદી શકો તો આ દિવસે સ્ટીલની એક નાની ચમચી જરૂર ખરીદો.
પરંતુ યાદ રાખવું કે ચમચીને પોતાની તિજોરીમાં રાખી દો. તેનાથી તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ધન માં વધારો થશે. ધનતેરસનાં દિવસે લોખંડ ખરીદવું શુભ નથી માનવામાં આવતું. માન્યતા છે કે ધનતેરસ પર કોઈપણ લોખંડની તીક્ષણ વસ્તુ ભુલમાં પણ ના ખરીદવી જોઈએ. તેનાથી તમને ધન હાની થઈ શકે છે. સાથે જ ધનતેરસ પર એલ્યુમિનિયમની વસ્તુઓ ખરીદવાથી પણ બચવું જોઈએ. ધનતેરસનાં દિવસે કાચ કે કાચમાંથી બનેલી વસ્તુઓ ના ખરીદવી જોઈએ.
આ દિવસે કાચ ખરીદવાથી તમને નુકસાન થઈ શકે છે અને ઘરની બરકત અટકી જાય છે. જો તમે આ દિવસે કંઈક નવું નથી ખરીદી શકતા તો પણ કંઈ વાંધો નહી પરંતુ ધનતેરસ પર એલ્યુમિનિયમ કે કાચમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખરીદવાની ભુલ ના કરવી. તેને શુભ નથી માનવામાં આવતું કારણ કે તે રાહુ સાથે સંબંધિત હોય છે. માનવામાં આવે છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘર પર નિવાસ કરતાં નથી.