ધનતેરસ દિવાળીનાં બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તેને ધનત્ર્યોદશી પણ કહેવામાં આવે છે. સમુદ્ર મંથનનાં અંતમાં ધનતેરસ પર ભગવાન ધન્વંતરીની ઉત્પત્તિ થઈ હતી. ધન્વંતરિ આયુર્વેદનાં દેવતા છે. ધનતેરસ પર ખરીદી કરવાની પણ પરંપરા છે. આ દિવસે અમુક લોકો સોનું કે ચાંદી ખરીદે છે તો અમુક લોકો કાર અને ઘર ખરીદવા માટે આ દિવસની રાહ જોતા હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિવસે અમુક વસ્તુઓ ખરીદવા પર ખાસ ભાર મુકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ ખાસ દિવસે આ ૫ વસ્તુઓ ખરીદો છો તો તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. તો ચાલો આજે આપણે જાણી લઈએ તે ૫ વસ્તુઓ કઈ-કઈ છે.
વાસણ ખરીદવા શુભ
ધનતેરસ પર વાસણો ખરીદવાને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે તમે ખાસ કરીને પિત્તળ, તાંબુ, ચાંદીનાં વાસણો જરૂર ખરીદો. ધનતેરસનાં દિવસે આ વાસણમાં પ્રસાદ બનાવો. હિન્દુ ધર્મ અનુસાર આ દિવસે ઘરમાં ખાલી વાસણ રાખવાની મનાઈ હોય છે તેથી જ્યારે તમે કોઈ નવું વાસણ ખરીદો છો ત્યારે તેમાં દાળ, ચોખા અથવા દુધથી ભરી દો. જોકે આ દિવસે સ્ટીલ અને લોખંડનાં વાસણ ના ખરીદવા જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર ધનતેરસનાં દિવસે માટીનાં વાસણ ખરીદવા પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માટીનાં વાસણ ઘરમાં સકારાત્મકતા લાવે છે.
ધાતુ ખરીદવી સૌથી શુભ
જો તમે તમારા ઘરમાં ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન કે નવો ફોન લાવવાનું વિચારી રહ્યા છો તો આ ધનતેરસ પર જરૂર ખરીદી લો. ધનતેરસ પર ધાતુની ખરીદી સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે ચાંદીની ખરીદી નથી કરી શકતા તો આ દિવસે તમે શુદ્ધ ધાતુઓ જેવી કે પિત્તળ, કાંસ, સોનું વગેરે પણ ખરીદી શકો છો. ધનતેરસ પર સોનાની ખરીદી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે પરંતુ દરેક લોકો સોનું ખરીદવા માટે સક્ષમ હોતા નથી. આવી સ્થિતિમાં તમે પિત્તળની ખરીદી કરી શકો છો. પિત્તળનાં વાસણો પણ શુભ માનવામાં આવે છે.
સાવરણી
ભલે તમને કોઈ શુભ દિવસે સાવરણી ખરીદવાની વાત સાંભળવામાં અજીબ લાગતી હોય પરંતુ આ દિવસે સાવરણી ખરીદવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાંથી ગરીબી દુર થાય છે અને તેનો અર્થ એ થાય છે કે તમારા પરિવારની તમામ આર્થિક મુશ્કેલીઓ દુર થઈ જશે તેથી આ દિવસે ખાસ કરીને સાવરણી જરૂર ખરીદો.
ચાંદીનાં દાગીના
જો તમે ધનતેરસનાં દિવસે ચાંદીના દાગીના ખરીદી શકતા નથી તો આ દિવસે માતા લક્ષ્મી અને શ્રી ગણેશની છબીવાળો ચાંદીનો સિક્કો જરૂર ખરીદવો જોઇએ. ધનતેરસ પર ચાંદીનો સિક્કો ખરીદવો શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે બજારમાંથી કોઈ સિક્કો ખરીદો છો તો તેમાં માતા લક્ષ્મી અને શ્રી ગણેશ જરૂર હોવા જોઈએ. આવા સિક્કાને ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે.
ગોમતી ચક્ર
ધનતેરસનાં દિવસે ૧૧ ગોમતી ચક્ર જરૂરથી ખરીદવા જોઈએ. દિવાળીનાં દિવસે આ ગોમતી ચક્રની પુજા કરવી જોઈએ. પુજા કર્યા બાદ તેમને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ. ધનતેરસ પર ગોમતી ચક્રની પુજા કરવી લાભકારી માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું.
માતા લક્ષ્મીનાં ચરણ
ધનતેરસનાં દિવસે જો તમે માતા લક્ષ્મીનાં ચરણ ઘરનાં મુખ્ય દરવાજા પર રાખો છો તો ઘરની અંદર લક્ષ્મીજીનું આગમન થાય છે. મુખ્ય પ્રવેશદ્વારની ડાબી બાજુ લક્ષ્મીજીનાં ચરણને એવી રીતે મુકો કે પગ બહારથી અંદર તરફ આવી રહ્યા હોય.
ચોખા, શ્રી યંત્ર અને ધાણા
ધનતેરસનાં દિવસે ચોખા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થાય છે અને કોઈ આર્થિક સંકટ આવતું નથી. માતા લક્ષ્મીને શ્રી યંત્ર ખુબ જ પ્રિય છે. ધનતેરસનાં દિવસે શ્રી યંત્રની પુજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. માતા લક્ષ્મીને ધાણાના બીજ પણ ખુબ જ પસંદ છે. ધનતેરસ પર બીજ ખરીદ્યા બાદ તેને દિવાળી પર માતા લક્ષ્મીને ચઢાવવા જોઈએ. તેમનાં કેટલાક બીજ ઘરનાં બગીચામાં વાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ધનતેરસ પર ક્યાં-ક્યાં શુભ કામ કરવા જોઈએ
ધનતેરસનાં દિવસે સાંજે કુબેર, ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીજીની પુજા કરવી જોઈએ. સુર્યાસ્ત બાદ માટીનાં દિવામાં તલનું તેલ ભરીને ઘરનાં દરવાજા પર, ઘરનાં મંદિરમાં પ્રગટાવો.