શ્રાવણ મહિનામાં આ છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં પૈસાનાં પટારા ભરાઈ જશે

શ્રાવણનો મહિનો ભગવાન શિવજીને સૌથી વધારે પ્રિય છે. શ્રાવણનો મહિનો શિવભક્તો માટે પણ સૌથી ખાસ મહિનો હોય છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની વિધિ વિધાનથી પુજા કરવા પર ભગવાન શિવજી દરેક મનોકામના પુરી કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનો જળાભિષેક કરવાનો વિશેષ મહત્વ હોય છે.

આ સિવાય આ દિવસોમાં ભગવાન શિવજીનાં પ્રિય છોડને ઘરમાં લગાવવાથી ભગવાન શિવજીની વિશેષ કૃપા રહે છે. આ છોડ લગાવવાની સાથે સાથે તેની સાચી દિશા વિશે ખબર હોવી ખુબ જ જરૂરી છે.  તો ચાલો જાણી લઈએ આ છોડ વિશે જે ભગવાન શિવજીને સૌથી વધારે પ્રિય છે તથા તેને ઘરમાં કઈ રીતે લગાવવા શુભ હોય છે.

ભગવાન શિવજીને પ્રિય છે ધતુરો

ભગવાન શિવજીને ધતુરાનો છોડ ખુબ જ પ્રિય હોય છે. ભગવાન શિવજીની પુજા કરતા સમયે ધતુરો ચઢાવવો પણ શુભ માનવામાં આવે છે. તેવામાં શ્રાવણ મહિનામાં ઘર પર કાળા ધતુરાનો છોડ લગાવવો ખુબ જ સારું માનવામાં આવે છે. જો તમે શ્રાવણ મહિનામાં ઘરમાં ધતુરાનો છોડ લગાવવા માંગો છો તો મંગળવાર કે રવિવારનાં દિવસે તેને લગાવવો જોઈ. આ દિવસને ઉત્તમ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ધતુરાનો છોડ ઘર પર લગાવવાથી સકારાત્મક ઉર્જા નો વાસ થાય છે તથા ઘરમાં ધનમાં વધારો થાય છે.

શમીનો છોડ લગાવવો હોય છે શુભ

શમીનો છોડ ખુબ જ શુભ હોય છે. શમીનાં પાન ભગવાન શિવજીને શ્રાવણ મહિનામાં જરૂર ચઢાવવામાં આવે છે. તેને ઘર પર લગાવવા પણ શુભ માનવામાં આવે છે. જો તમે શ્રાવણ મહિનામાં આ છોડને ઘરે લગાવો છો તો ઉત્તર દિશામાં શનિવારનાં દિવસે લગાવવો જોઈએ. તેને લગાવવાથી શનિનો દોષ સમાપ્ત થાય છે.

ચંપા નો છોડ લાવે છે સૌભાગ્ય

ઘરમાં ચંપાનો છોડ લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ચંપા નો છોડ સૌભાગ્યનું પ્રતિક હોય છે. તેની પુજા કરતા સમયે પણ ભગવાન શિવજીને જરૂર અર્પિત કરવું જોઈએ. તેને ઘર પર લગાવવા માટે ઉત્તર પશ્ચિમ દિશાની પસંદગી કરવી જોઈએ. ઘર પર તેને લગાવવાથી પરિવારનાં સદસ્યો વચ્ચેનાં મનભેદ સમાપ્ત થાય છે.

બીલીપત્ર નો છોડ હોય છે પવિત્ર

બીલીપત્ર નો છોડ ભગવાન શિવજી તથા માતા લક્ષ્મી બંનેને ખુબ જ પ્રિય હોય છે. બીલીપત્રનો છોડ ઘરમાં લગાવવાથી ક્યારેય પણ ધન ની કમી થતી નથી. આ છોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે. તેને ઘરમાં કોઈપણ દિવસ તથા કોઈપણ જગ્યાએ લગાવી શકાય છે.

કેળાનાં છોડ સાથે લગાવો તુલસીનો છોડ

કેળા ના પાનનો ઉપયોગ હિન્દુ ધર્મમાં દરેક શુભ કામમાં કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કેળાનો છોડ લગાવવો સારો માનવામાં આવે છે. કેળા નો છોડ ઘરની સામે ના લગાવવો જોઈએ, તેને ઘરની પાછળ તરફ લગાવવો શુભ માનવામાં આવે છે. કેળા ના છોડની સાથે તુલસીનો છોડ બાજુમાં જરૂર લગાવો. આવું કરવાથી ભગવાન શિવજીની વિશેષ કૃપા થાય છે.