બ્યુટી વિથ બ્રેઇન એટલે કે મગજ અને સુંદરતા આ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ ઓછું જોવા મળે છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલી બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયને બ્યુટી વિથ બ્રેઇન પણ કહેવામાં આવે છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તે સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ ઈન્ટેલિજન્ટ પણ છે. આ વાતનું પ્રમાણ હાલનાં દિવસોમાં વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળે છે.
હકીકતમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંને ખૂબ જ સારા મિત્રો છે. બંને સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કરી ચૂક્યા છે. હાલનાં દિવસોમાં મજાક મસ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આ વીડિયો એક એવોર્ડ શો નો છે. તેમાં શાહરુખ ખાન સ્ટેજ પર ઐશ્વર્યાને અંગ્રેજી શબ્દોનો હિન્દી અર્થ પૂછે છે. જેમ કે પહેલાં શાહરૂખ સિનેમા, ડાયરેક્ટર, એક્ટર જેવા શબ્દોનો હિન્દી અર્થ પૂછે છે. ઐશ્વર્યા બધા જ સવાલોનો સાચો જવાબ આપે છે.
ત્યારબાદ શાહરુખ ખાન ઐશ્વર્યાને કેમેરાને હિન્દીમાં શું કહેવાય છે એવો સવાલ પૂછે છે. આ સવાલ પર ઐશ્વર્યા થોડું વિચારે છે અને બાદમાં જવાબ આપતાં કહે છે કે પ્રતિબિંબ પેટી. ઐશ્વર્યાનો આ જવાબ સાંભળીને દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે. દર્શકોમાં બેઠેલા વિકી કૌશલથી લઈને કાર્તિક આર્યન સુધી દરેક લોકો તેને આશ્ચર્યથી જુએ છે.
ઐશ્વર્યાનો આ જવાબ સાંભળીને શાહરુખ ખાન કહે છે કે પહેલા કરતાં ઘણો સુધારો આવી ગયો છે. તેના પર ઐશ્વર્યા રાય કહે છે કે એક્સક્યુઝમી. ત્યારબાદ શાહરુખ ખાન એશ્વર્યાની સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કરે છે. તે કહે છે કે ઐશ્વર્યાની સાથે જ્યારે મેં સૌથી પહેલી ફિલ્મ જોશ કરી હતી તો દુનિયાની સૌથી સુંદર યુવતી મારી બહેન હતી. ત્યારબાદ બીજી ફિલ્મ દેવદાસમાં મામલો સેટ હતો પરંતુ હું જ તેને છોડીને ચાલ્યો ગયો. ત્યારબાદ ફિલ્મ મહોબ્બત્તેમાં તે ભૂતની બની ગઈ. શાહરૂખની આ વાતો સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ લોકો હસવા લાગે છે.
View this post on Instagram