કારની ચાવી ખોવાઈ જવા પર હવે ચિંતા કરવાની જરૂર નથી, તમારા સ્માર્ટફોનથી ખુલી જશે તમારી ગાડીનું લોક

Posted by

હવે તમારી કાર ચાવી વગર સ્માર્ટફોનથી ખુલી જશે. આ વાત કદાચ તમને નવી લાગશે પરંતુ તમને જણાવી દઈએ કે એપલનાં આઇફોનમાં “કાર કી” ફીચરને જોડાયાને લગભગ એક વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે. ઘણા એપલ યુઝર હવે પોતાની કાર સ્ટાર્ટ કરવા અને ગેટ ખોલવા માટે પોતાના આઇફોનનો યુઝ કરે છે પરંતુ હવે એપલ બાદ આ ફીચર તમને એન્ડ્રોઇડ ફોનમાં પણ મળી જશે. હકિકતમાં ગુગલ એ ગુગલ I/O સંમેલનમાં ઘોષણા કરી છે કે આ વર્ષના અંત સુધીમાં “કાર કી” ફીચર યુઝર્સને ઉપલબ્ધ કરવામાં આવશે.

આ એન્ડ્રોઇડ ફોનમાં મળશે આ ખાસ ફીચર

એન્ડ્રોઇડ-૧૨ સાથે જોડાયેલ આ ફીચર તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને કાર ચાવીમાં બદલી શકે છે. જોકે હજુ આ સુવિધા માત્ર ગૂગલ પિક્સેલ અને સેમસંગ ગેલેક્ષીનાં ફોનમાં ઉપલબ્ધ થશે. આ ફીચર હાલમાં વર્ષ ૨૦૨૧ ની અમુક પસંદગીની કારના મોડલ અને બી.એમ.ડબલ્યુ સાથે અન્ય કંપનીઓના ૨૦૨૨ માં આવનારા અમુક મોડલ માટે ઉપલબ્ધ હશે.

ડિજિટલ કી-ફીચરમાં થયો છે આ ટેકનિકનો ઉપયોગ

“ડિજિટલ કાર કી” ફીચર Ultra Wideband (UWB) ટેકનિક પર કામ કરે છે. આ એક પ્રકારની રેડિયો ટ્રાન્સમિશન ટેકનીક છે, જેમાં સેન્સર એક નાના રડારની જેમ કામ કરતાં સિગ્નલની દિશાને બદલી શકે છે. તેનાથી તમારા ફોનમાં રહેલા એન્ટેનાની આસપાસ રહેલા UWB ટેકનિકથી લેસ ચીજને લોકેટ અને તેની ઓળખાણ કરી શકે છે. આ ટેકનિકની સહાયતાથી એન્ડ્રોઇડ યૂઝર્સ પોતાની કારને લોક કે અનલોક કરી શકશે. જ્યારે જે લોકોની પાસે NFC ટેકનિક લેસ કાર હશે, તે માત્ર પોતાની કારના દરવાજાને ફોનને ટેપ કરવાથી અનલોક કરી શકશે.

મિત્રો અને સંબંધીઓ સાથે રિમોટલી શેર કરી શકશો ચાવી

ગૂગલે જણાવ્યું છે કે જો કે આ ફીચર સંપૂર્ણ રીતે ડિજિટલ છે, તેવામાં જો તમારા મિત્ર કે સંબંધીને તમારી કારની જરૂરિયાત છે તો “કી” ને સેફ્ટી સાથે રિમોટલી શેર પણ કરી શકો છો.