કાર પાર્ક કરવા પહોંચી મહિલા, ત્યારબાદ જે થયું તેને જોઈને તમે પોતાનું હસવાનું રોકી નહી શકો, જુઓ વિડિયો

Posted by

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં તમે કલાકો સુધી ટાઇમપાસ કરી શકો છો. અહીયા એક થી એક ચડિયાતા વિડીયો મળી જાય છે અને તે પણ બસ એક ક્લિક પર જ. દરરોજ કોઈને કોઈ વિડીયો વાયરલ થતો રહે છે અને મોટાભાગનાં લોકો તેને શેર કરતા રહે છે. આવો જ એક વિડીયો હાલના દિવસોમાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો છે કાર પાર્કિંગનો. વીડિયોના અંતમાં એક મહિલા બીજી યુવતી સાથે કંઈક એવું કરે છે કે તમે પોતાનું હસવાનું રોકી શકશો નહિ.

લગભગ એક મિનિટનો આ વિડીયો આમ તો ટિકટોક પર બનાવવામાં આવ્યો હતો પરંતુ તેને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભારતમાં હાલના દિવસોમાં ચીનની એપ ટિકટોક પર બેન લાગી ગયું છે. હવે આ વીડિયોને સમજવાની કોશિશ કરીએ કે આખરે આ વીડિયોમાં શું છે. રોડના કિનારાની સામે એક પાર્કિંગ એરિયા છે જ્યાં બે કાર પહેલાથી જ ઉભી હતી. આ બંને કારની વચ્ચે થોડી જગ્યા હોય છે પરંતુ પડકાર એ છે કે આ બંનેની વચ્ચે કારને સીધી પાર્ક કરવી એક મુશ્કેલ કામ છે, તેથી એક બે પ્રયત્નો કર્યા બાદ મહિલા પરેશાન થઈ જાય છે, ત્યારે આ વીડિયોમાં વધારે એક મહિલાની એન્ટ્રી થાય છે.

રસ્તા પર ઊભેલી તે મહિલા ગાડીમાં બેસેલી મહિલાને કાર પાર્ક કરવામાં મદદ કરે છે. ત્રણ-ચાર વાર કારને આગળ પાછળ કર્યા બાદ આખરે કારને અન્ય બે કારની વચ્ચે પાર્ક કરવામાં સફળતા મળી જાય છે. કારમાં બેસેલી મહિલા રાહતનો શ્વાસ લે છે પરંતુ આ વીડિયોમાં અસલી ટ્વીસ્ટ તો હજુ બાકી છે. બીજી મહિલા જે કારને પાર્ક કરવામાં મદદ કરતી હતી, હકીકતમાં પાછળ ઉભેલી તેની જ ગાડી હતી અને ગાડી પાર્ક કરતાં જ તે પોતાની કાર લઇને જતી રહે છે. જો તે આ કામ પહેલા જ કરી લેત તો બાદમાં ત્યાં પહોંચેલી મહિલાને પોતાની ગાડી પાર્ક કરવામાં કોઈ પરેશાની થાત જ નહી.