ચાલતી કારમાં સૂતા જોવા મળ્યાં ડ્રાઈવર અને યાત્રી, આવું કઈ રીતે બની શકે, જુઓ વિડીયો

Posted by

તમે લોકોએ ટેસ્લાનું નામ તો સાંભળ્યું જ હશે. હા તે જ એલન મસ્ક વાળી કાર. તેમની કાર સેમી ઓટોનોમસ ટેકનિક પર ચાલે છે. ઓટો પાઈલોટ પણ હોય છે. વળી એક કાર સંપૂર્ણ રીતે સેલ્ફ ડ્રાઇવિંગ છે. ઓટોપાઈલોટ મોડ ચાલુ કરી દો તો કાર બ્રેક અને રેસ પોતાના હિસાબથી સેટ કરી લે છે. પરંતુ એક વિડીયો હાલમાં જ સામે આવ્યો છે, જેમાં ટેસ્લામાં બેસેલા બે લોકો એટલે કે ડ્રાઈવર અને પેસેન્જર બંને સુઈ રહ્યા હતાં.

જો તમે મોંઘી કાર ચલાવવાનો શોખ રાખતા હોય તો ટેસ્લા કંપનીને તમે ખૂબ જ સારી રીતે જાણતા હશો. એલન મસ્કની કંપની ટેસ્લાને દુનિયાભરમાં શાનદાર ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે જાણવામાં આવે છે. ટેસ્લાની કાર ઘણી એવી ખાસીયતોથી સજ્જ હોવાનો દાવો કરે છે, જેની કોઈ બીજી કંપની તુલના પણ કરી શકતી નથી. કંપનીના અનુસાર તેમની અમુક કાર રસ્તા પર ડ્રાઇવર વગર ચાલે છે.

ઓટોપાઈલોટ ટેસ્લા કારમાં સૂતેલા ડ્રાઇવર અને યાત્રી બંનેનો એક વિડીયો ઓનલાઇન શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ઘણા લોકોને ખુબ જ ડરામણો લાગી રહ્યો છે. પરિણામે અમુક લોકો આ વીડિયોને જોઈને પરેશાન થઈ ગયા હતાં. એક યૂઝરે આ વીડિયોને જોયા બાદ કહ્યું કે, “ઇમાનદારીથી કહું તો હું આ પ્રગતિને બિલકુલ પણ પસંદ કરતો નથી. ઓટોપાઈલોટ હોવા છતાં પણ ડ્રાઇવિંગ કરતા સમયે ઊંઘમાં રહેવું બેજવાબદાર વ્યક્તિ તરીકેનું વલણ કહી શકાય”.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જોકે જણાવવામાં આવે છે કે વિડીયો વર્ષ ૨૦૧૯ નો છે પરંતુ તે હાલના સમયમાં વાયરલ થઇ રહ્યો છે. અમને તેમના વિશે જાણ નથી કે તે વીડિયો ક્યાંનો છે પરંતુ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે બે લોકો કારમાં સૂઈ રહ્યા છે અને કાર ચાલી રહી છે. ઇન્ડિયા ટાઇમ્સના અનુસાર આ ઘટનાની જાણકારી એક કાર ડ્રાઈવરે પોલીસને આપી હતી, ત્યારબાદ પોલીસે આ બંને લોકોને ૨૪ કલાકની અંદર પોતાના લાયસન્સ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું કહ્યું.

ટેસ્લા કારનું ઓટો પાયલોટ ફીચર સૌથી વધારે ચર્ચામાં છે. ૨૦ સેકન્ડની વીડિયો ક્લિપ એક ટ્વિટર એકાઉન્ટ પર ઓનલાઈન શેર કરવામાં આવી છે. તે ક્યાંથી લેવામાં આવી છે તેમની કોઈ જાણકારી નથી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટેસ્લા કારનો ડ્રાયવર અને યાત્રી બંને ચાલતી કારમાં સૂઈ રહ્યા છે અને કાર ચાલી રહી છે. આ વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કંપનીએ ભારતીય બજારમાં પ્રવેશ કર્યા બાદ અમુક લોકો વિચારમાં પડી ગયા છે કે શું આ ફિચર્સ ભારતમાં કામ આવશે અને તેનું પરિણામ શું હશે ? તમને જણાવી દઈએ કે પાછલા વર્ષે ટેસ્લા ઓટો ડ્રાઈવર ઉત્તર કેરોલિનામાં ડીપ્ટિ શરીફની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી કારણ કે તે ફિલ્મ જોવામાં વ્યસ્ત હતાં. ત્યારબાદ ટેસ્લાની ઓટો પાઈલોટ ટેકનિક પર ખુબ જ વિવાદ થયો હતો.

ફેબ્રુઆરી ૨૦૨૦ ની વાત છે. આ મામલો અમેરિકાનો છે જ્યારે એક વ્યક્તિ ચાલતી કારમાં ગેમ રમી રહ્યો હતો. આ વાતની જાણકારી પોલીસને થતા જ તેમણે તેમને પકડી લીધો હતો. આ વ્યક્તિ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *