ચાલું શૂટિંગમાં રણવીર એ અનુષ્કાને મારી દીધી હતી જોરદાર થપ્પડ, રણવીર સિંહ ફિલ્મ બેન્ડ બાજા બારાત માટે ના હતાં પહેલી પસંદ

Posted by

હિન્દી સિનેમા અભિનેતા રણવીર સિંહ નવી પેઢીના સૌથી ચર્ચિત ફેમસ અને વ્યસ્ત કલાકારોમાંથી એક છે. રણવીરે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં જ પોતાની એક સારી એવી ઓળખાણ બનાવી લીધી છે. હાલમાં જ અભિનેતાએ બોલીવુડમાં પોતાની સફળતાના ૧૦ વર્ષ પણ પૂર્ણ કર્યા છે. તો ચાલો આજે અમે તમને અભિનેતા રણવીર સિંહ વિશે થોડી વાતો જણાવી દઈએ.

રણવીરે બોલિવૂડમાં ફિલ્મ “બેન્ડ બાજા બારાત” થી પગલા પાડ્યા હતાં. આ ફિલ્મ ૧૦ ડિસેમ્બર ૨૦૧૦નાં રોજ રીલિઝ થઈ હતી. પહેલી ફિલ્મથી રણવીર દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા હતાં. રણવીર એ ૧૦ વર્ષના નાના ફિલ્મી કરિયરમાં ઇન્ડસ્ટ્રીના મોટા મોટા દિગ્ગજોની બરાબરી કરી લીધી છે. એક પછી એક બોલિવૂડમાં તે હિટ ફિલ્મો આપતા નજર આવી રહ્યા છે. કરિયરના શરૂઆતી દિવસોમાં રણવીર સિંહને કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર થવું પડ્યું હતું.

રણવીર સિંહએ પોતે જ એકવાર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. બોલિવૂડમાં કરિયર બનાવવા દરમિયાન તેમને એક કાસ્ટિંગ ડાયરેક્ટર મળ્યા હતાં. રણવીરના અનુસાર તે ડાયરેક્ટરે તેમને તેમના ઘરે બોલાવ્યા હતાં. અભિનેતાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમણે મારું રિઝ્યુમ પણ જોયું નહી. તેમણે મને કહ્યું કે, “તમે સ્માર્ટ બનો. આવા લોકો ખૂબ જ આગળ જાય છે. હું તમને ઘણી ઓફિસમાં મોકલીશ અને કોઈ તમને સ્પર્શ કરે તો તમને પ્રોબ્લેમ ના થવો જોઈએ”.

ફિલ્મ બેન્ડ બાજા બારાત માટે પહેલી પસંદ ના હતા રણવીર

પોતાની ડેબ્યૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ મેળવનાર રણવીર સિંહ ફિલ્મ “બેન્ડ બાજા બારાત” માટે ફિલ્મ મેકર્સની પહેલી પસંદ ના હતાં. પહેલા આ ફિલ્મો માટે અભિનેતા રણબીર કપૂરને એપ્રોચ કરવામાં આવ્યા હતાં પરંતુ આ ફિલ્મમાં કામ કરવામાં રણબીર કપૂર એ કોઈ દિલચસ્પી બતાવી નહી. તેવામાં બાદમાં આ ફિલ્મ રણવીરને મળી અને તે આ ફિલ્મથી પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહ્યા.

અનુષ્કાને મારી દીધી હતી થપ્પડ

ફિલ્મ “બેન્ડ બાજા બારાત” માં અભિનેતા રણવીર સિંહની સાથે એકટ્રેસ અનુષ્કા શર્માએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મના એક સીન દરમિયાન રણવીરએ અનુષ્કાની સાથે રીલ લાઇફનાં સ્થાન પર રિયલ લાઇફ જેવું વર્તન કર્યું હતું. હકીકતમાં ફિલ્મના એક સીન દરમિયાન રણવીર અને અનુષ્કામાં ઝઘડો થઈ ગયો હતો. રણવીર સંપૂર્ણ રીતે પોતાના કિરદારમાં ડૂબેલા હતા અને તેમણે અનુષ્કાને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. રણવીરે પોતાની આ ભૂલ ના લીધે બાદમાં અનુષ્કા શર્મા પાસે માફી પણ માંગી હતી.

બેન્ડ બાજા બારાત માટે મળ્યો બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ

રણવીર સિંહની આ ફિલ્મની સફળતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે પોતાની ડેબ્યૂ ફિલ્મ માટે જ બેસ્ટ મેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. આ ફિલ્મમાં બિટ્ટુ શર્મા નામના કિરદારથી રણવીરે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

રણવીરની હિટ ફિલ્મો

રણવીરે પોતાની પહેલી જ ફિલ્મ હિટ દેવાની સાથે અત્યાર સુધીમાં પોતાની ૧૦ વર્ષના ફિલ્મી કરિયરમાં ખૂબ જ ધમાલ કરી છે. આ ફિલ્મની સાથે જ તેમના ખાતામાં ગુંડે, ગલી બોય, રામલીલા, સિમ્બા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી હિટ ફિલ્મો પણ સામેલ છે. રણવીરનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલના દિવસોમાં તે પોતાની આગામી ફિલ્મ “૮૩” ને લઈને ચર્ચામાં બનેલા છે.

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન કપ્તાન કપિલદેવની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલ પહેલા વર્લ્ડ કપ પર આધારિત છે. એના લીધે જ તેનું નામ ૮૩ રાખવામાં આવ્યું છે. ફિલ્મનાં રિલીઝ માટે પહેલા ૧૦ એપ્રિલ ૨૦૨૦ની તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે લોકડાઉનનાં કારણે તે સંભવ થઇ શક્યું નહી. ખબરો મળી રહી છે કે ફિલ્મ ૨૦૨૧ ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *