ચણાના ઔષધીય ગુણો : દરરોજ ખાઓ મુઠ્ઠીભર અંકુરિત ચણા અને બાદમાં જુઓ કમાલ

Posted by

કહેવાય છે કે એક સ્વસ્થ શરીર માટે સારી ડાયટ હોવી ખુબ જ આવશ્યક છે પરંતુ આજનાં સમયમાં બજારનાં મસાલા તથા ભેળસેળનાં લીધે લોકોનું શરીર જડમાંથી જ કમજોર થઈ ગયું છે. ભેળસેળનાં લીધે હાલનાં સમયમાં ભોજન ગ્રહણ કરવાથી પોષક તત્વો શરીરને મળી શકતા નથી, જેના લીધે દરેક બે લોકો માંથી એક વ્યક્તિ બિમાર રહે છે. આર્યુવેદમાં ચણા ને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. ચણાનાં સેવનથી ઘણા પ્રકારનાં રોગ જડ મુળ માંથી સમાપ્ત થઈ જાય છે. આજે અમે તમને ચણાનાં ઔષધીય ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ચણા બે પ્રકારનાં હોય છે. એક તો કાળા ચણા અને બીજા સફેદ ચણા. તેમાંથી કાળા ચણા સૌથી વધારે ઉપયોગી છે. હકિકતમાં ચણામાં ભરપુર માત્રામાં પ્રોટીન, નમી, કાર્બોહાઇડ્રેટ, આયરન, કેલ્શિયમ અને વિટામિન હોય છે, જે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. ચણા આપણા માટે ત્યારે ફાયદાકારક છે, જ્યારે તેને અંકુરિત કરીને ખાવામાં આવે. ચણા બજારમાં મળવા વાળી બીજી દાળથી ખુબ જ સસ્તા તથા ફાયદાકારક હોય છે.

પથરીની સમસ્યા

આજનાં સમયમાં પથરીની સમસ્યા હવે સામાન્ય વાત થઈ જાય છે. તેનું એક કારણ દુષિત પાણીનું સેવન પણ હોય શકે છે પરંતુ તમને જણાવી દઈએ કે ચણાનાં સેવનથી તમે પથરીના રોગમાંથી પણ છુટકારો પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે રાત્રે થોડા ચણા પાણીમાં બોળી રાખવા અને સવારે તેમાં થોડું મધ ભેળવીને ખાઈ લેવા. નિયમિત રૂપથી ચણા ખાવાથી પથરી પીગળીને સરળતાથી સમાપ્ત થઈ જાય છે. આ સિવાય તમે આ બિમારીમાં લોટ અને ચણાના સત્તું ને ભેળવીને રોટલી બનાવીને ખાઈ શકો છો.

પુરુષોને કમજોરીમાંથી છુટકારો

આજનાં સમયમાં સ્ટ્રેસ એટલે કે તણાવ એક એવી સમસ્યા છે, જે લગભગ દરેકને પોતાની ચપેટમાં લઈ ચુકી છે. ઘણા પુરુષો આ તણાવને સહન કરી શકતા નથી અને શારીરિક તથા માનસિક રૂપથી કમજોર થઈ જાય છે. તેવામાં અંકુરિત ચણા તે પુરુષો માટે ભગવાનનું વરદાન છે. પુરૂષોએ અંકુરિત ચણા ચાવી-ચાવીને ખાવા જોઈએ. આ સિવાય પલાળેલા ચણાને પાણીની સાથે કે મધમાં ભેળવીને પીવાથી મર્દાનગી વધે છે.

કમળામાં ગુણકારી

જો તમને કમળાનાં લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમે તેની સારવાર તરત જ કરાવી લો નહિતર તમને તે મોંઘી પડી શકે છે. કમળામાં ચણા તમારા માટે ખુબ જ ગુણકારી સાબિત થઇ શકે છે. તેના માટે તમે ચણાને ૧૦૦ ગ્રામ દાળમાં બે ગ્લાસ પાણી ભેળવી લો અને તેને થોડા કલાકો સુધી બોળી રાખો. હવે ચારણી ની મદદથી તમે દાળ અને પાણીને અલગ કરી લો અને ૪-૫ દિવસ સુધી પીડિત વ્યક્તિને ગોળ સાથે ભેળવીને આપતા રહો. આમ કરવાથી કમળાની સમસ્યા ખુબ જ જલ્દી દુર થઈ શકે છે.

ચહેરાની ચમક

ચહેરાની ચમક વધારવા માટે નિયમિત અંકુરિત રીતે ચણાનું સેવન કરવું ખુબ જ લાભદાયક સિદ્ધ થાય છે. સાથે જ તમે ચણાનુ ફેસપેક ઘરે બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ચણાનાં લોટમાં હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ થાય છે. તેની સાથે જ મહિલાઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ચણા અને ગોળ જરૂર ખાવો જોઈએ.