આચાર્ય ચાણક્ય આપણા દેશના એક એવા વિદ્વાન રહી ચૂક્યા છે કે જેમની જણાવેલી વાતો આજે પણ એટલી જ પ્રાસંગિક હોય છે જેટલી તેમના સમયમાં હતી. તે ચાણક્યનો જ કમાલ હતો કે જેમણે એક સાધારણ માણસ ચંદ્રગુપ્તને મગધ દેશના રાજા બનાવી દીધા હતા. ચાણક્યએ ચાણક્ય નીતિ નામના એક નીતિ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે જેનું પાલન જો તમે કરશો તો નિશ્ચિત રૂપથી તમને પણ સફળતા મળશે.
આચાર્ય ચાણક્ય કહે છે કે ઘણા સ્ત્રી-પુરુષ પોતાના જીવનમાં અમુક વાતોને નજરઅંદાજ કરતા હોય છે અને ત્યારબાદ તે કોઈ મોટા સંકટમાં ફસાઈ જાય છે. તેવામાં જો તમે ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી આ ૬ વાતોને ધ્યાનમાં રાખશો તો નિશ્ચિત રૂપથી તમને જીવનમાં કોઈપણ પ્રકારના સંકટનો સામનો નહી કરવો પડે. આ ૬ વાતોનું પાલન કરીને વિવાદ અને હાનિથી બચી શકાય છે. વળી ચાણક્ય જણાવે છે કે આ ૬ વાતોનું ધ્યાન રાખવાથી ઘર પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે.
ચાણક્ય જણાવે છે કે આપણે જીવનમાં સફળતા મેળવવા માટે આ ૬ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચાણક્ય નીતિશાસ્ત્રના અનુસાર સમજદાર વ્યક્તિ આ ૬ વાતોને ધ્યાનમાં રાખ્યા વગર કોઈ પણ કાર્ય કરતાં નથી.
સમયનું જ્ઞાન
ચાણક્યના અનુસાર સમજદાર અને સફળ વ્યક્તિ એ જ હોય છે. જેમને એ જાણ હોય કે સમય કેવા પ્રકારનો છે. સમજદાર વ્યક્તિ હંમેશા સમયને અનુરૂપ પોતાના કાર્યને પૂરું કરે છે. તેમને એ વાતનું જ્ઞાન હોય છે કે હાલમાં સુખના દિવસો છે કે દુઃખના દિવસો ? તેના આધાર પર જ તે વ્યક્તિ કાર્ય કરતો હોય છે.
મિત્ર અને દુશ્મનનું જ્ઞાન
કોઈપણ વ્યક્તિને એ વાત સ્પષ્ટ રૂપે ખબર હોવી જોઈએ કે કોણ તેમનું મિત્ર છે અને કોણ તેમનું દુશ્મન ? ઘણીવાર દુશ્મન પણ મિત્ર બનીને તમારી નજીક રહેતા હોય છે તેવામાં તેની ઓળખ કરવી ખૂબ જ જરૂરી હોય છે. ચાણક્યના અનુસાર જો તમે તમારા જીવનમાં મિત્રોના વેશમાં છુપાયેલ દુશ્મનોને ઓળખી નહીં શકો તો નિશ્ચિત રૂપથી તમને સફળતા મળશે નહિ.
દેશ વિશેની જાણકારી
ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે દરેક વ્યક્તિને પોતાના દેશના વિશે જાણકારી હોવી જોઈએ. સાથે જ જ્યાં આપણે રહેતા હોઈએ છીએ, કામ કરતા હોઈએ છીએ આ બધા જ સ્થાનના વિશે ઊંડાણપૂર્વક જાણ હોવી જોઈએ. જો આ વાતોને જાણ્યા વગર તમે ત્યાં કામ કરો છો તો ખૂબ જ ઓછી સંભાવના છે કે તમે સફળ થઈ શકો.
કમાણી અને ખર્ચ વિશેનું જ્ઞાન
ચાણક્ય કહે છે કે કમાણીથી વધારે ખર્ચ કરનાર વ્યક્તિ ક્યારેય પણ પોતાના કાર્યમાં સફળ થઈ શકતો નથી. ચાણક્યના અનુસાર સમજદાર વ્યક્તિને પોતાની કમાણી અને ખર્ચનો હિસાબ રાખવો જોઈએ. સાથે જ પોતાની કમાણીમાંથી અમુક પૈસા બચાવીને રાખવા જોઈએ કારણકે થોડું થોડું ધન સંચય થઈ શકે.
કોના પર આધીન છો ?
ચાણક્ય પાંચમી વાત જણાવે છે કે આપણે જે સ્થાન પર કામ કરતા હોઈએ છીએ ત્યાં માલિક અને પ્રબંધનના વિશે પણ બધા જ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તમારે એવું જ કામ કરવું જોઈએ કે જેનાથી કંપનીને ફાયદો થાય. જો કંપની કે સંસ્થાને લાભ થશે તો સમજજો કે તમને પણ નિશ્ચિત રૂપથી લાભ મળશે.
તમારી શક્તિનું જ્ઞાન
ચાણક્ય કહે છે કે વ્યક્તિને પોતાની શક્તિનો અહેસાસ હોવો જોઈએ. એટલે કે વ્યક્તિને એ જાણ હોવી જોઈએ કે તે શું કરી શકે છે ? કોઈપણ વ્યક્તિને ફક્ત એ જ કામ હાથમાં લેવું જોઈએ જેને પૂરું કરવાની તેનામાં ક્ષમતા હોય.