ચાણક્યના અનુસાર પાછલા જન્મના આ પુણ્ય ના આધાર પર મળે છે સર્વ ગુણ સમ્પન્ન પત્નિ

ચાણક્યને એક મહાન જ્ઞાની માનવામાં આવે છે અને આજે પણ લોકો તેમની નીતિઓનું પાલન કરતા હોય છે. પોતાની અનમોલ નીતિઓના કારણે ચાણક્યએ લોકોને ઘણું બધું શીખવવાની કોશિશ કરી છે. કારણકે વ્યક્તિ આ નીતિઓનું પાલન કરીને પોતાના જીવનમાં સફળ થઈ શકે. આજે અમે તમને ચાણક્યની એક એવી નીતિના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમની મદદથી ચાણક્યએ તે જણાવવાની કોશિશ કરી છે કે ક્યાં સારા કર્મોના કારણે ભવિષ્યને સારું બનાવી શકાય છે. પૂર્વ જન્મ સાથે જોડાયેલા એક શ્લોકના આધાર પર ચાણક્ય નીતિના બીજા અધ્યાયમાં ચાણક્ય કહે છે કે વ્યક્તિને ૫ ચીજો પાછલા જન્મના પુણ્યના આધાર પર મળતી હોય છે. જે આ પ્રકારે છે.

સારું ભોજન

ચાણક્યના અનુસાર જે લોકોને આ જન્મમાં સારું ભોજન મળે છે તે લોકો સમજી લે કે તેમણે પૂર્વ જન્મમાં કંઈક સારું કાર્ય કર્યું હશે. સાથે જ જે લોકોને ભોજન યોગ્ય રીતે પચી જાય છે એટલે કે જેમની પાચનશક્તિ મજબૂત હોય છે તે લોકોએ પણ પોતાના પાછલા જન્મમાં સારા કર્મ કર્યા હોય છે એટલે જ તેમની પાચનશક્તિ મજબૂત હોય છે.

સર્વ ગુણ સંપન્ન અને સમજદાર પત્ની

ચાણક્યના અનુસાર જે લોકોને સુંદર અને ગુણવાન સ્ત્રી મળે છે તે લોકો ભાગ્યશાળી હોય છે. સુંદર અને ગુણવાન સ્ત્રી મળવી પણ પૂર્વજન્મના કર્મનું જ ફળ હોય છે. જે લોકો પાછલા જન્મમાં પોતાના જીવનસાથીની કદર કરે છે તે જ લોકોને સારી પત્નીનું સુખ મળે છે.

ધનનો યોગ્ય ઉપયોગ કરવા વાળા લોકો

ચાણક્યના શ્લોકના અનુસાર જે લોકો સારી રીતે પોતાના ધનને સંભાળે છે અને યોગ્ય જગ્યાએ ધનનો ખર્ચ કરે છે તે પણ ભાગ્યશાળી હોય છે. ચાણક્યના અનુસાર ધનવાન હોવાથી વધારે જરૂરી છે કે વ્યક્તિને તેની જાણ હોય કે પૈસાનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે. જે વ્યક્તિની અંદર પૈસાને યોગ્ય રીતે પ્રયોગ કરવાના ગુણ હોય છે તે લોકોએ પાછલા જનમમાં સારા કામો કરેલ હોય છે. એટલે કે જો તમે તમારા પૈસાનો યોગ્ય રીતે પ્રયોગ કરો છો તો સમજી લો કે તમે પાછલા જન્મમાં પુણ્ય કમાવ્યું છે.

દાન આપવા વાળા લોકો

દાન કરવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે અને ઘણા જ ઓછા લોકોની અંદર દાન કરવાની શક્તિ હોય છે. ચાણક્યના અનુસાર જે લોકો ચીજોનું દાન કરે છે તે લોકોએ પાછલા જનમમાં પુણ્યનું કામ કરેલ હોય છે. કારણ કે દરેક વ્યક્તિને દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. ઘણીવાર લોકોની પાસે ધન તો ખૂબ હોય છે પરંતુ તેમ છતાં પણ તેમને દાન કરવાનો અવસર મળતો નથી. વળી અમુક લોકો એવા પણ હોય છે કે જેમની પાસે ધન ઓછું હોવા છતાં પણ તેમને દાન કરવાનો અવસર મળી જતો હોય છે.

કામ ના વશમાં ના આવનાર લોકો

ચાણક્યના અનુસાર જે લોકો કામ ના વશમાં સરળતાથી આવી જતા હોય છે. તે લોકોએ પાછલા જન્મમાં ખરાબ કર્મો કર્યા હોય છે કારણ કે કામ ના વશમાં આવવાથી માણસનો વિનાશ ખૂબ જ જલ્દી થઈ જાય છે.