ચાણક્ય નીતિ : આ ૪ બાબતોમાં પુરુષોથી આગળ હોય છે મહિલાઓ, પુરુષ અને મહિલાઓ બંને માટે જાણવું છે જરૂરી

આચાર્ય ચાણક્યને એક લોકપ્રીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારનાં રૂપમાં જાણવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતાં. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝુંપડીમાં રહેવાનું પસંદ કરતા હતાં, સાથે જ તે ખૂબ જ સાદું જીવન જીવવામાં પણ વિશ્વાસ રાખતા હતાં. ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અમુક અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર જો વ્યક્તિ અમલ કરે છે તો તે તેમના જીવનમાં અવશ્ય સફળ થાય છે. સાથે જ ચાણક્યએ પોતાના પુસ્તકમાં તે ૪ વાતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં મહિલાઓ પુરુષોથી આગળ હોય છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા આ વાત જણાવી છે.

બે ગણી વધારે હોય છે ભૂખ

ચાણક્યનું માનીએ તો ખાવાની બાબતમાં મહિલાઓને પુરુષોથી આગળ માનવામાં આવે છે. ચાણક્યનું માનવું છે કે મહિલાઓને પુરુષોથી બે ગણી વધારે ભૂખ લાગે છે. હકીકતમાં મહિલાઓને પુરૂષોથી વધારે ઉર્જાની આવશ્યકતા હોય છે, તેવામાં તેમને ભૂખ પણ તેમનાથી વધારે જ લાગે છે.

ચાર ગણી વધારે હોય છે બુદ્ધિ

આચાર્ય ચાણક્યનું માનવું છે કે મહિલાઓ મગજની બાબતમાં પણ પુરુષોથી ચાર ગણી વધારે બુદ્ધિશાળી હોય છે. ચાણક્યએ મહિલાઓને પુરૂષોથી વધારે ચતુર અને સમજદાર જણાવી છે. મહિલાઓમાં પોતાની બૌદ્ધિક ક્ષમતાથી મોટામાં મોટી સમસ્યાઓને પણ હલ કરવાની ક્ષમતા હોય છે.

છ ગણું વધારે હોય છે સાહસ

ચાણક્યનું માનીએ તો મહિલાઓમાં પુરૂષોની તુલનામાં છ ગણું વધારે સાહસ હોય છે. ભલે મહિલાઓમાં શારીરિક બળ ઓછું હોય પરંતુ સાહસની બાબતમાં તે પુરુષોથી આગળ હોય છે. મહિલાઓ પોતાના સાહસનાં કારણે જ મોટામાં મોટા પડકારોનો સામનો તે નીડર રહીને કરતી હોય છે.

આઠ ગણી વધારે હોય છે કામુકતા

આચાર્ય ચાણક્યનું માનવું છે કે મહિલાઓમાં પુરુષોના તુલનામાં આઠ ગણી વધારે કામુકતા હોય છે. ચાણક્યનું માનીએ તો કામુકતાના મામલાઓમાં મહિલાઓ પુરુષોના મુકાબલે ઘણી વધારે આગળ હોય છે, જેમની બરાબરી પુરુષો ક્યારેય કરી શકતા નથી.

તો આ હતી તે ૪ વાતો જેમાં આચાર્ય ચાણક્યએ મહિલાઓને પુરુષોથી આગળ જણાવી છે.