ચાણક્ય નીતિ : જે યુવક-યુવતિમાં હોય છે આ ૪ ગુણ તેમની સાથે જ કરવા જોઇએ લગ્ન નહિતર…

સદીઓ પહેલા આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી અને બતાવવામાં આવેલી વાતો આજે પણ લોકોને ખૂબ જ કામમાં આવે છે. આચાર્ય ચાણક્યએ એવી ઘણી વાતો બતાવી છે જે એક સારું જીવન જીવવામાં મદદ કરે છે. આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિની દુનિયાભરમાં ઘણી ચર્ચા થાય છે. ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યનાં મહામંત્રી હતાં. આચાર્ય ચાણક્ય કૌટિલ્ય કે વિષ્ણુ ગુપ્ત મૌર્યનાં નામથી પણ જાણીતા છે. આચાર્ય ચાણક્યએ યુવતિઓ અને યુવકો બંને માટે લગ્ન પહેલા અમુક જરૂરી વાતો જણાવી છે. જણાવી દઈએ કે વૈવાહિક જીવન સુખી હોવું ખૂબ જ આવશ્યક છે. એક સારું વૈવાહિક જીવન ત્યારે જ થઈ શકે છે જ્યારે પતિ અને પત્નિ પરસ્પરમાં એકબીજાને સમજે અને બંને ખુશ રહે, એટલા માટે બંનેના સંબંધમાં મજબૂતી હોવી ખૂબ જ આવશ્યક છે. આચાર્ય ચાણક્ય એ જીવનના દરેક પાસાને લઈને કંઈક ને કંઈક કહ્યું છે અને બતાવ્યું છે.  એવી રીતે જ તેમણે લગ્ન પહેલા જીવનસાથી વિશે કઈ વાતો જાણવી જરૂરી છે તેનાં વિશે પણ વિસ્તારથી જણાવ્યું છે. તેમણે ચાર પ્રમુખ વાતોના માધ્યમથી પોતાની વાતો કહી છે. તો ચાલો તમને તે ચાર વાતો વિશે વિસ્તારથી જણાવી દઈએ.

Advertisement

ગુણ જુઓ

આચાર્ય ચાણક્યનું માનવું છે કે લગ્ન પહેલા યુવક અને યુવતિમાં જે જોવા વાળી સૌથી મહત્વની વાત હોય છે તે એ છે કે તેના ગુણ જોવા જોઈએ. ચાણક્ય કહે છે કે સુંદરતાના સ્થાન પર ગુણોને પ્રાથમિકતા આપવી જોઈએ. એવી વ્યક્તિ દરેક જગ્યાએથી સન્માન મેળવે છે અને તે કોઈપણ પરિસ્થિતિ સામે લડવામાં સક્ષમ હોય છે અને તેના પર સફળતા પ્રાપ્ત કરી લે છે. તેથી લગ્ન કરવા જઇ રહેલા યુવક અને યુવતી પોતાના સાથીમાં સૌથી પહેલા ગુણ જુએ.

ક્રોધ પર પણ આપો ધ્યાન

કહેવાય છે કે ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન હોય છે. તે વ્યક્તિના લગ્નજીવનમાં પ્રવેશ કર્યા બાદ તે તેમની સાથે સાથે પોતાનાં જીવનસાથી માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. લગ્ન પહેલા વ્યક્તિએ પોતાના જીવનસાથીનાં ગુસ્સાને પણ પારખી લેવો જોઈએ. વધારે પડતો ગુસ્સો તમને મુશ્કેલીમાં નાખી શકે છે અને તમારા રિલેશનને પણ બગાડી શકે છે. અત: ક્રોધ આવે તો પણ તે સમયે જ તેમનાં પર નિયંત્રણ મેળવી લેવું.

જીવનસાથી ધાર્મિક હોય

જીવનસાથીનાં રૂપમાં જ નહી પરંતુ વ્યક્તિનું આમ પણ ધાર્મિક હોવું જરૂરી છે. વ્યક્તિ કોઈ પણ હોય, કેવો પણ હોય, જ્યાં પણ હોય તેમણે ધાર્મિક હોવું જોઈએ. લગ્ન પહેલાં કોઈપણ યુવતિ કે યુવક પોતાના થનારા જીવનસાથી વિશે એ જરૂર જાણી લેવું જોઈએ કે તે ધાર્મિક છે કે નથી. જો તે વ્યક્તિ ધાર્મિક હોય તો તે પોતાના જીવનસાથીને હમેશા સપોર્ટ કરે છે.

સન્માન કરનાર

લગ્ન પહેલા કોઈપણ યુવકો કે યુવતિઓમાં એ જોવું જોઈએ કે તે વ્યક્તિ બધાનું સન્માન કરે છે કે નહીં કારણ કે જે વ્યક્તિ સન્માન કરી શકતો નથી તેને સન્માન પણ મળતું નથી. કહેવાય છે કે જે જેવું આપે છે, તેવું જ તે મેળવે છે. અતઃ તમે પોતાના થનારા જીવનસાથીમાં એ પણ જુઓ કે તે પોતાનાથી મોટા લોકોને માન-સન્માન આપે છે કે નહિ અને પોતાનાથી નાના લોકોને પ્રેમ કરે છે કે નહિ, ત્યારે જ તે તમને એક સારું જીવન આપી શકશે.

Advertisement