ચાણક્ય નીતિ : જો તમારા જીવનમાં દેખાવા લાગે આ ૫ સંકેતો તો સમજી જાઓ કે ઘરમાં આવવાની છે ગરીબી, પહેલાથી જ થઈ જાઓ સાવધાન

Posted by

આચાર્ય ચાણક્યને એક લોકપ્રીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારના રૂપમાં જાણવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતાં. આટલા મોટા સામ્રાજ્યનાં મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતા હતાં, સાથે જ તે ખૂબ જ સાદું જીવન જીવવામાં પણ વિશ્વાસ રાખતા હતાં. આચાર્ય ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અમુક અનુભવોને પોતાના પુસ્તક “ચાણક્ય નીતિ” માં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો તેમના પર વ્યક્તિ અમલ કરે છે તો તે પોતાના જીવનમાં અવશ્ય સફળતા મેળવે છે, સાથે જ ચાણક્યએ પોતાના પુસ્તક “ચાણક્ય નીતિ” માં અમુક એવી વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે, જે ગરીબીની તરફ ઇશારો કરે છે. હકીકતમાં આ સંકેતો પરથી જાણવા મળે છે કે આવનારા સમયમાં તમે આર્થિક સંકટ સામે ઝઝૂમી શકો છો. ક્યાં હોય છે તે સંકેતો ચાલો જાણી લઈએ.

પરિવારમાં કલેશ થવો

આચાર્ય ચાણક્યનું માનીએ તો જો તમારા પરિવારમાં અવાર-નવાર કલેશ થાય છે તો તે શુભ સંકેત નથી. ચાણક્યના અનુસાર પરિવારમાં કલેશ થવા આર્થિક સ્થિતિ માટે સારું હોતું નથી. જે લોકોના ઘરમાં દર બીજા દિવસે લડાઈ-ઝઘડાઓ થાય છે, તેમના ઘરે દરિદ્રતા આવવા લાગે છે અને માતા લક્ષ્મી તે જગ્યાએથી હંમેશા માટે ચાલ્યા જાય છે. તેવામાં વ્યક્તિએ હંમેશા ગૃહ-કલેશથી બચવું જોઈએ.

તુલસીનો છોડ સુકાઈ જવો

લગભગ દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીનુ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ હોય છે. તુલસીને સમૃદ્ધિનું પ્રતીક પણ કહેવામાં આવે છે. તુલસીના છોડને લોકો હંમેશા સવાર અને સાંજના સમયે દિવો પ્રગટાવીને પૂજતા હોય છે. તેવામાં જો તમારો તુલસીનો છોડ સુકાવા લાગે તો તે સારો સંકેત માનવામાં આવતો નથી. તુલસીનો છોડ સુકાવાનો અર્થ છે કે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે. તેવામાં ચાણક્યનું માનવું છે કે જો ઘરમાં લગાવેલ તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેમની જગ્યાએ તરત જ લીલો છોડ લગાવી દો.

કાચનું તુટવુ

આચાર્ય ચાણક્યે કાચનું તૂટી જવું પણ અશુભ જણાવ્યું છે. આચાર્ય ચાણક્યના અનુસાર કાચ તૂટવાથી ઘરની આર્થિક સ્થિતિ કમજોર થાય છે. કહેવામાં આવે છે કે જે ઘરોમાં કાચ તૂટે છે ત્યાં આર્થિક તંગી જરૂર આવે છે. સાથે જ ચાણક્યએ લોકોને કાચનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાની સલાહ આપી છે.

પૂજાપાઠથી દૂર રહેવું

આચાર્ય ચાણક્યના અનુસાર પૂજા-પાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિએ ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તેનાથી વિપરિત જ્યારે મનુષ્ય પૂજાપાઠથી દુર રહેવા લાગે છે તો તેમના ઘરમાં આર્થિક સંકટ આવવાની આશંકા રહેતી હોય છે. પૂજા-પાઠ કરવાથી વ્યક્તિનું મન પણ શાંત રહે છે અને તેમના મનમાં નકારાત્મક વિચારો પણ આવતા નથી.

વડીલોનું સન્માન ના કરવું

વ્યક્તિએ હંમેશા વડીલોનું સન્માન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે જે ઘરમાં વડીલોનું સન્માન કરવામાં આવતું નથી, ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી. વળી જે ઘરોમાં મોટા લોકોનું સન્માન કરવામાં આવતું નથી અને વાત વાત પર તેમનું અપમાન કરવામાં આવે છે તો ત્યાં માતા લક્ષ્મી બિલકુલ પણ રહેતા નથી અને આવા ઘરની આર્થિક સ્થિતિ ક્યારેય સારી રહેતી નથી. તેથી હંમેશા વડીલોનું સન્માન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *