ચાણક્ય નીતિ : સાપથી પણ વધારે ખતરનાક હોય છે આ ૪ પ્રકારના લોકો, અત્યારે જ કરી દો તમારા જીવનમાંથી દૂર

લોકપ્રિય, શિક્ષક અને વિદ્વાન આચાર્ય ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અમુક અનુભવોને પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. આચાર્ય ચાણક્યના નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાના જીવનકાળમાં આ ત્રણ નીતિઓનું અનુસરણ કરે છે તો તેમનું જીવન સુખમય થઈ જાય છે. સાથે જ ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં અમુક એવા લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે, જે તમને બરબાદીથીનાં માર્ગે લઈ જાય છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યું છે કે મનુષ્યએ ક્યા પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ. ચાણક્યનું માનીએ તો આ પ્રકારના લોકો સાપથી પણ વધારે ખતરનાક હોય છે. જો આવા લોકોથી દૂર રહેવામાં ના આવે તો મનુષ્ય જરૂર બરબાદ થઈ જાય છે.

આચાર્ય ચાણક્યના અનુસાર મનુષ્યએ એવા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ, જે અન્ય લોકોની સાથે દુર્વ્યવહાર કરતાં હોય કે પછી અન્ય લોકોને નુકસાન પહોંચાડવાની ભાવના રાખતાં હોય. આ પ્રકારના વ્યક્તિ સાથે મિત્રતા રાખવા પર સારો વ્યક્તિ પણ ખૂબ જ જલ્દી નષ્ટ થઈ જાય છે. કારણ વગર લોકોને નુકશાન પહોંચાડનાર લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા માણસો તમને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ચાણક્યનું માનીએ તો આવા વ્યક્તિની સાથે રહેતા લોકો પર પણ તેમની ખરાબ સંગતની અસર જોવા મળે છે. ચાણક્યના અનુસાર જો કોઈ એવા વ્યક્તિત્વ વાળુ વ્યક્તિ હોય તો તેમના મિત્રોના વિશે જાણ હોવી જરૂરી છે. ચાણક્યએ લખ્યું છે કે ઉપર જણાવવામાં આવેલ અવગુણો વાળા લોકો સાથે જેમની પણ મિત્રતા હોય છે, તેમના યશ અને સન્માનમાં હંમેશા ઘટાડો થાય છે.

ભલે દુષ્ટ વ્યક્તિ કેટલો પણ જ્ઞાની કેમ ના હોય તેમ છતાં પણ તેમનાથી દૂર રહેવું જોઈએ, કારણકે મણીથી અલંકૃત થયા પછી પણ સાપ ખતરનાક જ હોય છે. આ જ કારણ છે કે દુષ્ટ વ્યક્તિથી બધાએ બચીને રહેવું જોઈએ. જે લોકો ચાણક્યની વાતોનો અમલ પોતાના જીવનમાં કરે છે, તે સફળતાની સીડીઓ ચડી શકે છે. તે સફળતાની સાથે વ્યાવહારિક જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. તો જે ચાર લોકોથી દૂર રહેવાની સલાહ ચાણક્યએ આપેલી છે, તે છે – દુરાચારી લોકો, દુષ્ટ સ્વભાવ વાળા લોકો, કોઈપણ કારણ વગર અન્ય લોકોને નુકસાન પહોંચાડનારા લોકો અને દુષ્ટ વ્યક્તિ સાથે મિત્રતા રાખવા વાળા લોકો. આ લોકો સાથે મિત્રતા રાખીને તમે પોતાની બરબાદીને આમંત્રણ આપો છો, જેમની જાણ તમને ભવિષ્યમાં થાય છે.