આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન છે. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણ માટે જાણવામાં આવે છે. આટલા મોટા સમ્રાજ્યનાં મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું. ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે જો વ્યક્તિ તેના પર અમલ કરે તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.
કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ સફળતાની ઉંચાઈ ઉપર હોય છે તો તેમના પગ હંમેશા જમીન પર જ રહેવા જોઈએ કારણકે ઘણીવાર જોવા મળ્યું છે કે સફળ થયા બાદ વ્યક્તિ ભૂલી જાય છે કે તે આ સ્થાન પર પહોંચવા માટે તેમણે કેટલી સમસ્યાઓનો સામનો કર્યો છે. તે વાત કોઈ એ બિલકુલ સત્ય કહી છે કે વ્યક્તિએ પોતાના ખરાબ દિવસો ક્યારેય પણ ભૂલવા ના જોઈએ. કારણ કે જો તેમને યાદ રહેશે કે તે કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ ચૂકયો છે ત્યારે જ તે જમીન સાથે જોડાયેલા રહેશે અને કોઈ અન્ય વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર કરશે નહી.
પરંતુ અમુક લોકો અમીર થતા જ પૈસાનાં નશામાં ભાન ભૂલી જાય છે. નામ અને ખ્યાતિ મળતા જ તે પોતાને અન્ય લોકોથી મોટા બતાવવાની કોશિશ કરવા લાગે છે. પોતાની ઉપલબ્ધિઓ પર ઘમંડ કરવું ખોટું નથી પરંતુ તેમના લીધે અન્ય લોકોને નીચા બતાવવા ખોટું છે. પોતાની ઉપલબ્ધિઓ અને પ્રગતી માટે હંમેશા ભગવાનનો આભાર માનવો જોઈએ. તેવામાં ચાણક્યે અમુક વાતો જણાવી છે જેને વ્યક્તિએ હંમેશા યાદ રાખવી જોઈએ. આ વાતોને યાદ રાખીને જ તે જીવનમાં સફળ થઈ શકે છે.
બીજા સાથે તુલના ના કરવી
અમુક વ્યક્તિ પોતાની તુલના અન્ય લોકોની સાથે કરવા લાગે છે અને આ જ કારણથી ઈર્ષા તેમના મનમાં ઘર કરી બેસે છે. જે વ્યક્તિ પોતે સારું કામ કરતા નથી અને કારણ વગર અન્ય લોકોને જોઈને ઈર્ષ્યા કરતાં રહે છે તે જીવનમાં ક્યારેય પણ સફળ થઇ શકતાં નથી. તમારે યાદ રાખવું જોઈએ કે તમારી સ્પર્ધા ફક્ત પોતાના સાથે જ હોવી જોઈએ. તમારે પોતાને જ કીર્તિમાન સ્થાપિત કરવો જોઈએ અને તમારે સ્વયં જ તેને તોડવાની કોશિશ કરવી જોઈએ. વ્યક્તિએ પોતાનું પ્રતિસ્પર્ધી સ્વયં બનવું જોઈએ.
ગુસ્સા પર કાબુ મેળવવો
અમુક લોકોને નાની-નાની વાતો પર પણ ગુસ્સો આવી જતો હોય છે. વધારે ગુસ્સો આવવો સારો હોતો નથી કારણ કે જ્યારે વ્યક્તિને ગુસ્સો આવે છે ત્યારે તેમનું મગજ ચાલવાનું બંધ કરી દે છે તમે કેટલા પણ સમજદાર અને અકબંધ કેમ ના હોય પરંતુ ગુસ્સામાં તમારી અક્કલ કામ કરતી નથી. ગુસ્સો કરવાથી તમારા સંબંધો અને તમારા મસ્તિષ્કની સ્થિતિને પણ નુકસાન પહોંચે છે. ક્રોધમાં વ્યક્તિનું મગજ નકારાત્મક દિશામાં કામ કરવા લાગે છે, જેના કારણે તે ઘણીવાર તે એવું કરી બેસે છે, જે માનવતાની નજરમાં ફક્ત અપરાધ હોય છે. આવા લોકોને ક્યારેય પણ શાંતિ મળતી નથી અને દરેક સમયે દુઃખ મહેસૂસ કરે છે. તેથી ક્રોધ પર નિયંત્રણ કરનાર લોકોને બુદ્ધિશાળી કહેવામાં આવે છે.