ચાણક્ય નીતિ : આ ૬ કામ કરવાવાળા લોકો ક્યારેય પણ બની શકતા નથી અમીર, ગરીબીમાં જ પસાર થાય છે સંપૂર્ણ જીવન

આચાર્ય ચાણક્યને એક લોકપ્રીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારનાં રૂપમાં જાણવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતા હતાં, સાથે જ તે ખૂબ જ સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતા હતાં.

ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અમુક અનુભવોને પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. આચાર્ય ચાણક્યનાં નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાના જીવનકાળમાં આ નીતિઓનું અનુસરણ કરે છે તો તેમનું જીવન સુખમય થઈ જાય છે. તેમણે એક શ્લોકનાં માધ્યમથી તે ૬ લોકોની વિશે જણાવ્યું છે, જે ક્યારેય અમીર બની શકતા નથી. કોણ છે તે લોકો ચાલો જાણી લઈએ.

આ પ્રકારના લોકો ક્યારેય બની શકતા નથી અમીર

  • ચાણક્યે કહ્યું છે કે ગંદા વસ્ત્રો પહેરવા વાળા લોકો અને પોતાની આસ-પાસ ગંદકી ફેલાવનાર લોકોની પાસે લક્ષ્મીજી ક્યારેય રહેતા નથી. આવા લોકો સમાજમાં માન-સન્માન પણ પ્રાપ્ત કરી શકતા નથી.
  • આચાર્ય ચાણક્યનું માનીએ તો તે વ્યક્તિની પાસે પણ પૈસા ટકતા નથી, જે પોતાના દાંતની સફાઈ કરતા નથી. આવા લોકોથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, જેના લીધે વ્યક્તિ દરિદ્ર થઈ જાય છે.

  • કડવી વાણી બોલવા વાળા લોકો કે પછી પોતાની વાણી પર સંયમ ના રાખી શકનાર લોકોની પાસે પણ લક્ષ્મીજી ક્યારેય પણ રહેતા નથી. જે લોકો બીજાના મનને દુઃખી કરે છે માતા લક્ષ્મી તેમનાથી રિસાઈ જાય છે. આવા લોકો ઉમરભર પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે.
  • જરૂરિયાતથી વધારે ભોજન કરવાવાળા લોકોને ચાણક્ય નીતિમાં દરિદ્ર કહેવામાં આવે છે, તેથી જે લોકો ભૂખથી વધારે ભોજન કરે છે, તેમની પાસે પણ માતા લક્ષ્મી રહેતા નથી. જરૂરિયાતથી વધારે ભોજન કરનાર વ્યક્તિને ગરીબીની તરફ લઈ જાય છે. સાથે જ આવા વ્યક્તિઓનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી.

  • સવારે મોડે સુધી સુવા વાળા લોકોની પાસે પણ માતા લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતા નથી. સૂર્યોદય બાદ સુધી સુવા વાળા લોકો દરિદ્રતાનો સામનો કરે છે અને તેમના પર ક્યારેય માં લક્ષ્મીની કૃપા વરસતી નથી.
  • આચાર્ય ચાણક્યએ એવું પણ કહ્યું છે કે છળકપટ અને ખરાબ કર્મોથી કમાવવામાં આવેલા પૈસા લાંબા સમય સુધી તમારી પાસે ટકી શકતા નથી. આવા લોકો દરેક દિવસે સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે, જેના લીધે તેમના પૈસા ખૂબ જ જલ્દી બરબાદ થઈ જાય છે.