ચાણક્ય નીતિ : આ ૭ લોકો ક્યારેય પણ સમજી નથી શકતા તમારું દુઃખ, તમે પણ જાણી લો તેમના વિશે

આચાર્ય ચાણક્યને એક લોકપ્રીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારનાં રૂપમાં જાણવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતાં. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝુંપડીમાં રહેવાનું પસંદ કરતા હતાં. સાથે જ તે ખૂબ જ સાદું જીવન જીવવામાં પણ વિશ્વાસ રાખતા હતા. ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલ તેમના અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. આચાર્ય ચાણક્યના નીતિ ગ્રંથમાં મનુષ્યો માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાના જીવનકાળમાં આ નીતિઓનું અનુસરણ કરે છે તો તેમનું જીવન સુખમય રીતે પસાર થાય છે.

આ લોકો ક્યારેય સમજી નથી શકતા તમારું દુઃખ

ચાણક્ય નીતિમાં અમુક એવા લોકો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અન્ય લોકોનું દુઃખ ક્યારેય પણ સમજી શકતા નથી અને તે લોકો છે રાજા, યમરાજ, અગ્નિ, ચોર, નાનું બાળક, ભિખારી અને કરજ વસૂલ કરનાર. તેવામાં આ લોકો પાસેથી પોતાનું દુઃખ સમજવાની આશા રાખવી વ્યર્થ છે.

તે મનુષ્ય છે પશુ સમાન

આચાર્ય ચાણક્યનું માનવું છે કે નિમ્ન સ્તરના પ્રાણીઓમાં ભોજન, ઊંઘ, ગભરાવવું અને દુઃખ કરવું એક સમાન જ છે અને જો તે કેટલાક અર્થમાં અન્ય લોકોથી અલગ છે તો ફક્ત પોતાના વિવેક અને જ્ઞાનના કારણે. તેથી જે મનુષ્ય જ્ઞાન ગ્રહણ કરવા માંગતો ના હોય કે પછી જેમનામાં જ્ઞાનની કમી છે તે પશુ સમાન છે.

આવા લોકો માટે ધરતી જ સ્વર્ગ

ચાણક્યના અનુસાર તેમની પત્નિ પ્રેમભાવ રાખવાવાળી અને સદાચારી હોય તે વ્યક્તિ ઇન્દ્રના રાજ્યમાં જઇને શું સુખ ભોગવશે. તેના સિવાય જેમની પાસે સંપત્તિની કમી નથી, જેમની પાસે સદાચારી દિકરો હોય અને જેમને પોતાના પુત્રો તરફથી પૌત્ર નસીબ થયેલ હોય, તે લોકો માટે ધરતી જ સ્વર્ગ જેવી છે.

તે જ સંકટોને હરાવી શકે છે

આચાર્ય ચાણક્યનું માનીએ તો જેમનામાં બધા જ જીવોનાં પ્રત્યે પરોપકારની ભાવના હોય છે અર્થાત જે બધા જ જીવોનાં પ્રત્યે દયાની ભાવના રાખે છે, તેવો મનુષ્ય બધા જ સંકટોને હરાવવામાં સક્ષમ હોય છે અને તે દરેક રીતે સંપન્ન હોય છે.

સન્માન આપવાથી મળે છે સંતુષ્ટિ

ચાણક્ય નીતિના અનુસાર હાથની શોભા ઘરેણાઓથી વધતી નથી પરંતુ દાન આપવાથી વધે છે. નિર્મળતા ચંદનનો લેપ લગાવવાથી નહી પરંતુ જળથી નહાવાથી આવે છે. બસ તે રીતે જ એક વ્યક્તિ ભોજનથી નહી પરંતુ સન્માન આપવાથી સંતુષ્ટ થાય છે. પોતાની સજાવવાથી મુક્તિ નથી થતી પરંતુ મુક્તિ આધ્યાત્મિક જ્ઞાનને જગાડવાથી થાય છે.