ચાણક્ય નીતિ : દરેક વ્યક્તિના જીવનમાં હોય છે આ ૪ મિત્ર, અંતિમ સમય સુધી નથી છોડતા સાથ

Posted by

નીતિશાસ્ત્રના મહાન જ્ઞાતા આચાર્ય ચાણક્યએ જીવનને સરળ રીતે જીવવા અને સફળતા પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ ચાણક્ય નીતિમાં કરવામાં આવ્યો છે. ચાણક્ય નીતિમાં આપણા જીવન સાથે જોડાયેલ ઘણી એવી વાતો જાણવા મળે છે જેનાથી આપણે બધા જ દુ:ખોને પાર કરીને પોતાના જીવનને યોગ્ય દિશામાં લઈ જઈ શકીએ છીએ. આપણા જીવનમાં મિત્ર હોય છે પરંતુ તે મિત્રો પણ ઘણા પ્રકારના હોય છે. ચાણક્યે વ્યક્તિનાં પુરા જીવનકાળમાં એવા ૪ મિત્રોનાં વિશે જણાવ્યું છે, જે મૃત્યુ સુધી સાથ નિભાવે છે અને ત્યારબાદ પણ. તો ચાલો તમને જણાવી દઈએ આખરે તે કયા ૪ મિત્રો છે.

પહેલો મિત્ર

આચાર્ય ચાણક્ય જણાવે છે કે જે વ્યક્તિ પોતાનાં ઘરથી બહાર રહે છે તેમના માટે જ્ઞાનથી મોટો કોઈ મિત્ર હોતો નથી. તેનો અર્થ એ છે કે જ્યારે આપણે પોતાના પરિવારની વચ્ચે રહીએ છીએ તો કોઈપણ પ્રકારની પરેશાની કે સમસ્યા થવા પર આપણને તેમનો સાથ મળી જાય છે પરંતુ જ્યારે આપણે ઘરથી બહાર હોઈએ છીએ તો આપણને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે પોતાના જ્ઞાનની આવશ્યકતા હોય છે. વ્યક્તિએ પોતાનાથી દૂર રહેવા પર તે જ્ઞાન હોય છે જે અંતિમ સમય સુધી તેમની મદદ કરે છે અને તેમના જીવનને સરળ બનાવે છે.

બીજો મિત્ર

ચાણક્યનાં અનુસાર વ્યક્તિની પત્નિ જ તેમની બીજી સૌથી સારી મિત્ર હોય છે. જે વ્યક્તિની પત્નિ સારી હોય તેને સમાજમાં માન-સન્માન મળે છે. તે વ્યક્તિની સમાજમાં પ્રતિષ્ઠા હોય છે, વળી જો પત્નિ જ ખરાબ મળી જાય તો જીવન નરક સમાન બની જાય છે. પત્નિનાં ખોટા આચરણના લીધે પતિને દરેક જગ્યાએ અપમાન સહન કરવું પડે છે. જ્યારે પત્નિ સારી હોય તો પતિની બધી જ અડચણો દુર થઇ જાય છે. પત્નિ જ તે સાચી મિત્ર હોય છે જે પતિનો કોઈપણ પરિસ્થિતિમાં સાથ છોડતી નથી. ખરાબ સમયમાં તેમની વધુ નજીક આવી જાય છે અને પોતાના અંતિમ શ્વાસ સુધી પતિને સાથ આપે છે.

ત્રીજો મિત્ર

જે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય તેમના માટે જીવનમાં બાદમાં કઇપણ મહત્વ રાખતું નથી. તે સમયે દવા જ તેમની સાચી મિત્ર હોય છે. જે પ્રકારનું દર્દ કે તકલીફ હોય તેમની દવા વ્યક્તિ માટે તે સમયે સાચી મિત્ર હોય છે જ્યારે શરીરમાં તકલીફ હોય તો જીવનમાં પૈસા કે કોઈ સંબંધ એટલો ખાસ લાગતો નથી, તે સમયે વ્યક્તિને ફક્ત દવાથી જ આરામ મળે છે અને દવા જ તેમની સાચી મિત્ર બની જાય છે.

ચોથો અને આખરી મિત્ર

ચાણક્યએ વ્યક્તિનો આખરી અને મહત્વપૂર્ણ મિત્ર ધર્મને બતાવ્યો છે. ચાણક્ય એ કહ્યું છે કે જે વ્યક્તિ ધર્મનો રસ્તો અપનાવીને પોતાનું જીવન પસાર કરે છે તે વ્યક્તિને મૃત્યુ બાદ પણ લોકો યાદ રાખે છે. પોતાનું જીવન જીવતા જો તમે ધર્મના રસ્તા પર ચાલશો તો મૃત્યુ બાદ પણ લોકો તમને સન્માનની સાથે યાદ કરશે. જે વ્યક્તિ અધર્મના રસ્તા પર ચાલે છે અને અન્ય લોકોને જીવનમાં કષ્ટ આપે છે તે વ્યક્તિને સંસાર એક ખરાબ મનુષ્યનાં રૂપમાં યાદ રાખે છે. તેવામાં ધર્મને પોતાનો મિત્ર સમજવો જોઈએ અને તે રસ્તા પરથી ક્યારેય પણ હટવું ના જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *