ચાણક્ય નીતિ : જીવનમાં આ ૨ ચીજોની આદત નશા સમાન હોય છે, એકવાર લાગી જાય તો બધું જ બરબાદ થઈ જાય છે

ચાણક્યને સદીના સૌથી મોટા વિદ્વાન વ્યક્તિના રૂપમાં જાણવામાં આવે છે. તેમની ચાણક્ય નીતિ પૂરી દુનિયામાં ફેમસ છે. તેમણે પોતાના અનુભવમાંથી જીવન જીવવાનો સાચો રસ્તો શોધી કાઢ્યો છે. જો આપણે ચાણક્ય નીતિના અનુસાર આપણું જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો જીવનમાં કોઈ દુ:ખ આવશે નહી.

ચાણક્ય નીતિની માનીએ તો જીવનમાં તે વ્યક્તિ સુખી રહે છે જે અવગુણોથી દૂર રહે છે. આવા જ વ્યક્તિના દુઃખનું કારણ બનતા હોય છે. તેનાથી તેને વ્યર્થનો તણાવ અને ભ્રમ હોય છે. તે ઘણી સમસ્યાઓનું મૂળ પણ બનતું હોય છે. ચાણક્ય નીતિ અનુસાર એક સુખી જીવન જીવવા માટે વ્યક્તિએ આ ૨ અવગુણોથી દૂર રહેવું જોઈએ.

લાલચ ના કરવી

લાલચ કોઇ બિમારીથી ઓછી નથી. તે એકવાર તમને લાગી જાય તો તમે ક્યારેય પણ શાંતિથી જીવી શકશો નહી. તમારા મનમાં સતત કંઈક મેળવવા માટે ઈચ્છા જાગૃત રહેતી હોય છે. તે ખૂબ જ જલ્દીથી એક એવો નશો બની જશે જેને પ્રાપ્ત કરવા માટે તમે ખોટા રસ્તાનો સહારો લેતા અચકાશો નહી. આ બધી જ ચીજોના લીધે તમારા જીવનમાંથી સુખ નામની ચીજ ગાયબ થઈ જશે.

આ લાલચ તમારા ઘરને બરબાદ કરીને જ છોડે છે. જેના લીધે તમે જીવનમાં ક્યારેય પણ સંતુષ્ટ નહી રહી શકો. આ લાલચના લીધે તમારી પાસે જે પહેલાથી જ છે તેની તમને ક્યારેય પણ કદર નહી થાય. તમે જીવનનો આનંદ લેવાની જગ્યાએ નવી નવી ચીજો પ્રાપ્ત કરવા માટે તેની પાછળ ભાગતા રહેશો. બસ આ જ કારણ છે કે જીવનમાં સુખી અને સંતુષ્ટ રહેવા માટે લાલચના ભાવને પોતાના મગજમાંથી કાઢીને ફેંકી દેવી જોઈએ.

બીજાનું ખરાબ બોલવું

ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ બીજા લોકોનું ખરાબ બોલવાથી બચવું જોઈએ. તે પણ એક પ્રકારની બીમારી જ હોય છે. જો આ બીમારી તમને લાગી જાય તો પ્રતિષ્ઠા અને યોગ્યતા નષ્ટ થઈ જાય છે. ક્યારેય પણ કોઈનું ખરાબ બોલવું જોઈએ નહી. જો તમે હંમેશા અન્ય લોકોનું ખરાબ બોલો છો તો તમને આ અવગુણની આદત પડી જાય છે. ખરાબ બોલનારા લોકોની સમાજમાં કોઈ આબરૂ હોતી નથી. આવા લોકો હંમેશા નકારાત્મક વિચારોથી ભરેલા હોય છે.

આ પ્રકારના લોકો જીવનમાં ક્યારેય પણ આગળ વધી શકતા નથી. કોઈની વિશે ખરાબ બોલો કે સાંભળો બંને જ ખરાબ આદત છે. જ્યારે તમે કોઈનું ખરાબ સાંભળો છો તો ખૂબ જ જલ્દી આદત તમને ઘેરી લેતી હોય છે. તેથી હંમેશા તમારે સામે વાળાના સકારાત્મક વિચારો જ અપનાવવા જોઈએ. જો તમને કંઈક નકારાત્મક પોઇન્ટ લાગી રહ્યો હોય તો તેને નજરઅંદાજ કરવો જોઈએ.