ચાણક્ય નીતિ : મહિલાઓ માટે કહેવામાં આવેલી આ ૫ વાતો છે બિલકુલ સત્ય, જાણો ચાણક્યનાં વિચારો

આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણ માટે જાણવામાં આવે છે. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું. ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે, જેના પર જો વ્યક્તિ અમલ કરે તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. જો વ્યક્તિ આ વાતોનો પ્રયોગ પોતાના અંગત જીવનમાં કરે તો તેમને ક્યારેય પણ હારનો સામનો કરવો પડતો નથી. તેમની આ નીતિઓમાં સુખી જીવનનું રહસ્ય છુપાયેલું છે. તેમની નીતિઓમાં જણાવવામાં આવેલી વાતો તમને કડવી લાગી શકે છે પરંતુ તે બિલકુલ સત્ય છે.

આજે અમે તમને ચાણક્યનાં પુસ્તક ચાણક્ય નીતિમાં લખેલી અમુક એવી વાતો જણાવીશું જે આપણા જીવનને એક સાર્થક બનાવી શકે છે. આ વાતો આપણને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે અને જણાવે છે કે જીવનમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. કહેવામાં આવે છે કે મહિલાઓના સ્વભાવને માણસ તો શું હજુ સુધી ભગવાન પણ સમજી શક્યા નથી પરંતુ મહિલાઓના આચરણમાં થોડી હદ સુધી સમાનતાઓ જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખતા ચાણક્ય સ્ત્રીઓની વિશે અમુક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તો ચાલો જાણી લઈએ મહિલાઓ પ્રત્યે ચાણક્યનાં વિચારો.

આચાર્ય ચાણક્યએ મહિલાઓ માટે જણાવી છે આ વાતો

  • ચાણક્યના અનુસાર મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવા પર, ચરિત્રહીન સ્ત્રીનું પાલન પોષણ કરવા પર અને કોઈ દુઃખી વ્યક્તિની સાથે રહેવા પર વ્યક્તિને હંમેશા દુઃખ જ પ્રાપ્ત થાય છે. આવા લોકોની સાથે રહેવા પર તે ક્યારેય પણ સુખી રહી શકતો નથી.
  • ખરાબ સ્વભાવ, કડવા વચન અને ચરિત્રહીન મહિલાને છોડી દેવામાં જ ભલાઈ છે. બસ આ રીતે જ કોઈ નીચ વ્યક્તિ સાથે પણ કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહી. ચાણક્યના અનુસાર આવા લોકો સાથે સંબંધ રાખવા પર તમને જ નુકસાન પહોંચે છે.
  • એક વ્યક્તિએ હંમેશા પોતાની જરૂરિયાત માટે ધન બચાવીને રાખવું જોઈએ અને ધનથી પણ જરૂરી પોતાની સ્ત્રીની રક્ષા કરવી જોઈએ. સ્ત્રીથી પણ વધારે જરૂરી પોતાની રક્ષા કરવી જોઈએ. જો પુરુષ સુરક્ષિત હશે ત્યારે જ તે પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકશે.

  • આચાર્ય ચાણક્યના અનુસાર જો કોઈ પુરુષનો પુત્ર આજ્ઞાકારી હોય, પત્નીના વશમાં ના હોય અને તેમની પાસે ધનની કમી ના હોય તો તે વ્યક્તિનું જીવન ખૂબ જ સુખદ પસાર થાય છે. તે વ્યક્તિનું જીવન કોઈ સ્વર્ગથી ઓછું હોતું નથી. આ વ્યક્તિઓને ધરતી પર જ સ્વર્ગ નસીબ થાય છે.
  • આચાર્યે જણાવ્યું છે કે મહિલાઓની ભૂખ (આહાર) પુરુષોથી બે ગણી વધારે હોય છે. તેના સિવાય મહિલાઓમાં પુરૂષોની તુલનામાં સંકોચ અને શરમ પણ ચાર ગણો વધારે હોય છે. હિંમતની વાત કરવામાં આવે તો મહિલાઓમાં પુરુષોથી ૬ ગણી વધારે હિંમત હોય છે. તેથી મહિલાઓને દેવીનું રૂપ પણ માનવામાં આવે છે.