ચાણક્ય નીતિ : મહિલાઓએ કોઈને પણ જણાવવી ના જોઈએ પતિની આ ૪ વાતો, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ

આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના મહાન વિદ્વાન હતા. ચાણક્ય અને તેમના ન્યાયપ્રિય આચરણ માટે ઓળખવામાં આવતા હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું. ચાણક્ય એ પોતાના જીવનમાંથી મળેલ અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે કે જેના પર જો કોઈ વ્યક્તિ અમલ કરે તો તેને સફળ થવાથી કોઈ રોકી નથી શકતું.

ચાણક્યના પુસ્તકમાં ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને એક વિવાહિત મહિલાએ ક્યારેય પણ કોઈને જણાવવું ના જોઈએ. આ વાતો તેમના પતિને લઈને જણાવવામાં આવી છે. જો મહિલાઓ પોતાના પતિ સાથે જોડાયેલી આ વાતો કોઈને જણાવે છે તો તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ વાતોને ગુપ્ત  રાખવી જ સારી રહેશે.

દરેક મહિલાઓએ ગુપ્ત રાખવી જોઈએ પતિની આ ૪ વાતો

પતિ-પત્ની વચ્ચે કોઇને કોઇ બાબતે નાના મોટા ઝઘડા થતા રહે છે. તેવામાં અમુક યુવતીઓ પોતાના અંગત ઝગડા ની વાતો પિયર પક્ષ માં જણાવી દેતી હોય છે. જે બિલકુલ ખોટું છે. પતિ-પત્ની વચ્ચે જે કંઈ પણ થાય છે તે પોતાનો અંગત મામલો હોય છે. તેમનો ઢિંઢોરો દરેક જગ્યાએ ના પિટવો જોઈએ. પતિ સાથે ઝઘડો થયા બાદ વધારે સમય સુધી ગુસ્સે પણ ના રહેવું જોઈએ. બીજા લોકોને તમારી લડાઈ ઝઘડા ની વાત ની જાણ થયા બાદ જે તમારી મજાક પણ ઉડાવી શકે છે અને આ વાત તમારા સંબંધોમાં તિરાડ પણ પાડી શકે છે.

એક પત્ની એ પોતાના પતિની નબળાઈ વિશે કોઈની સાથે પણ ઉલ્લેખ ના કરવો જોઈએ. પતિ ની નબળાઈ શું છે અને તે કઈ વાત થી ડરે છે તે વાત ની જાણ તેમની પત્નીઓને સારી રીતે હોય છે. તેવામાં જ્યારે આ વાત નો ઉલ્લેખ કોઈ બીજા સાથે કરે છે તો સામે વાળી વ્યક્તિને પણ તમારા પતિની નબળાઈ વિશે જાણ થઈ જાય છે અને ભવિષ્યમાં તે વ્યક્તિ પણ તમારા પતિની આ નબળાઈનો લાભ ઉઠાવી શકે છે. દરેક પત્નિનું એ કર્તવ્ય હોય છે કે તે પતિની નબળાઈ અને ડર ને દુનિયા અને સમાજથી ગુપ્ત રાખે.

સાથે જ પોતાના પતિની બીમારી વિશે પણ સમાજ અને બહારના લોકોને ના જણાવવું જોઈએ. બીમારીની ખબર ફક્ત ડોકટરોને જ હોવી જોઈએ. બીમારી વિશે જાણીને લોકો તમારા પતિથી અંતર બનાવી શકે છે. જેના લીધે તમારા પતિની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. તેથી જ્યાં સુધી બની શકે પતિની નાની-મોટી બીમારીઓને ગુપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

પતિની આવક કેટલી છે તે વાતની જાણ બહારના લોકોને થવી ના જોઈએ. આ વાતની જવાબદારી એક પત્નિની હોય છે કે તે બહારના લોકોને પોતાના પતિની આવક વિશે ના જણાવે. પતિની આવક વિશે જાણ થયા બાદ લોકો તમારી પાસેથી ઉધાર માંગી શકે છે અથવા તો આવક ઓછી હોવા પર ટોણા પણ મારી શકે છે. તેથી પતિ કેટલું કમાય છે તે વાતનો પ્રચાર આખી દુનિયામાં ના કરવો જોઈએ.