ચાણક્ય નીતિ : સવારે ઉઠીને ભૂલથી પણ ના કરો આ ૪ કામ નહીંતર જિંદગીભર પછતાવવું પડશે

આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના મહાન વિદ્વાન હતા. ચાણક્યને તેમના ન્યાયપ્રિય આચરણ માટે જાણવામાં આવે છે. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સાદું હતું. ચાણક્ય એ પોતાના જીવનમાંથી મળેલા અનુભવોને ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે કે જેના પર જો વ્યક્તિ અમલ કરે તો તેમને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા દિવસની શરૂઆત સારી થઈ તો આખો દિવસ સારો પસાર થાય છે. પરંતુ જો સવારે ઉઠીને કોઈ અયોગ્ય ચીજ જોવા મળે છે તો દિવસ ખરાબ પસાર થાય છે. પછી એવું લાગવા લાગે છે કે જેટલો જલ્દી આ દિવસ પસાર થઈ જાય એટલું જ સારું છે. લોકોના જીવનમાં ઘણી એવી ચીજ હોય છે જેને તે અવગણે છે. તે એ વાતથી અજાણ રહે છે કે આ ચીજોની અસર કોઈને કોઈ રીતે તેમના જીવન પર પડે છે. ચાણક્ય પુસ્તક ચાણક્ય નીતિમાં અમુક એવી ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને વ્યક્તિએ સવારના સમયે બિલકુલ કરવી ના જોઈએ. જો તે આ ચીજો કરી લે છે અથવા તો જોઈ લે છે તો તેમનો આખો દિવસ ખરાબ જાય છે. તો ચાલો જાણીએ એ કઈ ચીજો છે.

અરીસો જોવો

અમુક લોકોને સવારે ઉઠતાં જ અરીસો જોવાની આદત હોય છે. પરંતુ શાસ્ત્રોનું માનીએ તો સવારે ઊઠીને અરીસો બિલકુલ પણ જોવો ના જોઈએ. સવારે ઉઠીને અરીસો જોવો અશુભ માનવામાં આવે છે. જો વ્યક્તિ આવું કરે છે તો તેમની સાથે આખો દિવસ નકારાત્મક ઘટના ઘટે છે. તેમનો આખો દિવસ ખરાબ જાય છે. તેથી પ્રયત્ન કરો કે સવારે ઊઠીને તરત જ અરીસો ના જોવો. જો બની શકે તો પથારીમાં જ આખા દિવસનો પ્લાન બનાવી લો.

પ્રાણીઓની લડાઈ જોવી

સવારે ઉઠીને જો તમે વાંદરા કે કૂતરાની લડાઈ જોઈ લીધી તો સમજી જાઓ કે તમારો આખો દિવસ ખરાબ જશે. વાંદરા કે કુતરાની લડાઈને સવારના સમયે જોવી અશુભ માનવામાં આવે છે. જો તમે એવું કરો છો તો તમે સ્વયં કોઈ મોટા સંકટને આમંત્રણ આપો છો. હવે પછી જ્યારે પણ તમે આવી કોઈ લડાઈ જુઓ તો ત્યાંથી તરત જ દૂર થઈ જાવ.

કોઈ બીજાનો ચહેરો જોવો

અરીસા સિવાય સવારે ઊઠીને બીજા કોઈનો ચહેરો પણ જોવો ના જોઈએ. કહેવામા આવે છે કે તમને ખબર હોતી નથી કે ક્યારે કોનો ચહેરો તમારા માટે અશુભ સાબિત થશે. તેથી હંમેશા આપણા દિવસની શરૂઆત ઈષ્ટદેવનું ધ્યાન કરીને કરવી જોઈએ. સવારે ઉઠીને તરત જ ભગવાનના દર્શન કરો. આવું કરવાથી તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તમારો દિવસ પણ સારો પસાર થશે.

પશુ કે ગામનું નામ લેવું

કહેવામાં આવે છે કે જો તમે સવારના સમયે નાસ્તો કરતા પહેલા કોઈ પશુ કે ગામનું નામ લઈ લીધું તો તમારો આખો દિવસ સારો પસાર નહી થાય. તેથી સવારે ઊઠતાની સાથે જ કોઈ વસ્તુ કે ગામનું નામ લેવાથી બચવું જોઈએ. શાસ્ત્રોના અનુસાર સવારે ઉઠીને પોતાની હથેળીઓને જોડીને જોવી શુભ માનવામાં આવે છે.