ચેન્જીંગ રૂમ કે હોટલનાં રૂમમાં જો લગાવવામાં આવેલ હશે “Spy Camera” તો Oppo નાં આ ફીચરથી ખબર પડી જશે

Posted by

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ એક નવા ફીચર્સને રજુ કર્યું છે. આ ફિચર્સ તે લોકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થવાનું છે, જે લોકો વધારે મુસાફરી કરે છે. ColorOS ઓપરેટિંગ સિસ્ટમનાં નવા અપડેટ દ્વારા આ ફીચરને રજુ કરવામાં આવ્યું છે. તેનાથી છુપાવવામાં આવેલ કેમેરા વિશે જાણી શકાય છે. આ ફીચર Oppo નાં ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X5 અને Find X5 Pro પર જોવા મળ્યું છે. હિડન કેમેરા ઘણીવાર ચેન્જીંગ રૂમ, સ્પા, પબ્લિક વોશ રૂમ કે હોટલનાં રૂમમાં જોવા મળે છે. તેનાથી ચોરીછુપે રેકોર્ડ કરવામાં આવે છે.

હવે આવી સ્થિતિથી બચવા માટે OPPO એ સોલ્યુશન શોધી લીધું છે. નવા ColorOS વર્ઝન થી યુઝર રૂમમાં કોઈ Spy Camera નાં વાયરલેસ સિગ્નલને સ્કેન કરી શકે છે. સિગ્નલ ડીટેકશન મેથડને ખાસ કરીને હીડન ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટને શોધવા માટે બનાવવામાં આવ્યું છે. ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર તેને લઈને જાણકારી આપતા OPPO એ કહ્યું કે ColorOS 12.1 થી હિડન કેમેરાને શોધી શકે છે. અત્યારે આ ફીચરને સ્માર્ટફોનમાં હિડન કેમેરા ડિટેકશન એપ દ્વારા એક્સેસ કરી શકાય છે.

એક રિપોર્ટ અનુસાર Oppo App Market માં કંપની હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કર્યા બાદ યુઝરને ફોનનું વાઇફાઇ અને હોટસ્પોટ બંધ કરવા માટે કહે છે જેથી સ્પાય કેમેરાને સ્કેન કરી શકાય. આ સિવાય યુઝરને કેમેરાની લાઈટ પણ ઓફ કરવા માટે કહેવામાં આવે છે. તેનાથી અંધારા રૂમમાં સ્પાય કેમેરાથી આવનારી ઇન્ફ્રારેડ લાઈટને ડિટેક્ટ કરી શકાય છે, જો તે વીડિયો રેકોર્ડ કરવા માટે યુઝ કરે છે.

જેવી જ એપ ને કોઈ સ્પાય કેમેરા વિશે ખબર પડે છે તો તે યુઝરને તેનું લોકેશન હોટ અને કોલ્ડ ટાઈપ ઇન્ડિકેશન દ્વારા બતાવે છે એટલે કે સ્પાય કેમેરાની પાસે ફોનને મુવ કરવા પર બીપ નો અવાજ ફાસ્ટ થઈ જશે અને દુર જવા પર અવાજ ઓછો થઈ જશે. આ એપ બીટા સ્ટેટસમાં હોવાનો મતલબ છે કે હાલમાં Find X5 અને Find X5 Pro માટે હાલમાં એક્સક્લુઝિવ છે. Oppo ColorOS 12.1 તો દુનિયાભરનાં યુઝર માટે ક્યારે રજુ કરવામાં આવે છે, તે હવે જોવાનું રહેશે.