ચાણક્યના અનુસાર આ ૨ ચીજો સફળતાની સૌથી મોટી દુશ્મન હોય છે, તેમને તરત જ છોડી દો

Posted by

ચાણક્યની ગણતરી એક મહાન વિદ્વાનના રૂપમાં થાય છે. તે વિભિન્ન વિષયોના જ્ઞાતા હતા. તે એક ઉત્તમ શિક્ષક હોવાની સાથે સાથે ખૂબ જ સારા અર્થશાસ્ત્રી પણ હતા. એટલું જ નહી તેમને એક સારા રણનીતિકારનાં રૂપમાં પણ જાણવામાં આવે છે. તેમણે ઘણી ચીજોનું અધ્યયન કર્યું છે. તેમા સમાજ અને મનુષ્યને પ્રભાવિત કરવા વાળી ચીજો પણ સામેલ છે. આ દરમિયાન તેમણે પોતાના જ્ઞાન સાગરમાં જે પણ ઉમેર્યું તેને ચાણક્ય નીતિમાં લખવામાં આવ્યું છે.

ચાણક્યના અનુસાર વ્યક્તિએ હંમેશા સારી આદતોનું ગ્રહણ કરવું જોઇએ, જ્યારે ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. તેમના અનુસાર આ સારી આદતો જ વ્યક્તિને મહાન અને સફળ બનાવે છે. વ્યક્તિની અંદર તે સારી આદતો ત્યારે આવશે જ્યારે તેમની શિક્ષા અને સંસ્કાર સારા હશે. પરંતુ જે લોકોમાં ખરાબ આદતો હોય છે, તેમની પ્રગતિમાં ઘણી અડચણો આવે છે. આવા લોકોને સમાજ અને કાર્ય સ્થળ પર માન સન્માન મળતું નથી, તેથી આપણે આ ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. આજે અમે તમને તેમાંથી ૨ સૌથી ખરાબ આદતોના વિશે જણાવીશું.

ખોટું બોલવું

ચાણક્યના અનુસાર ખોટું બોલવું વ્યક્તિની સૌથી ખરાબ આદતોમાંથી એક છે. વ્યક્તિએ હંમેશા ખોટું બોલવાથી બચવું જોઈએ. વ્યક્તિની આ આદત તેમના માટે ઘણીવાર ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જો એકવાર કોઈને ખોટું બોલવાની આદત લાગી જાય તો તે બાદમાં એટલી સરળતાથી છૂટી શકતી નથી. તેનાથી તમે પોતાને તો નુકસાન પહોંચાડો જ છો પરંતુ અન્ય વ્યક્તિઓને પણ હાનિ પહોંચે છે. દરેક જુઠ્ઠાણું એકના એક દિવસ પકડાઈ તો જાય જ છે પરંતુ જ્યારે લોકોને તમારા આ જુઠાણા વિશે ખબર પડે છે તો તે તમારાથી અંતર બનાવવા લાગે છે અને તમે તમારું માન-સન્માન પણ ખોઈ બેસો છો.

આળસ કરવી

ચાણક્યના અનુસાર આળસ તમારી સફળતાની સૌથી મોટી દુશ્મન હોય છે. જે વ્યક્તિ આળસની આદતને પાળી લે છે, તેને સફળતા એટલી સરળતાથી મળી શકતી નથી. આ આળસના લીધે તે ઘણા શુભ અવસરને પણ ખોઈ બેસે છે. આ પ્રકારના અવસર જીવનમાં વારંવાર મળતા નથી. તેવામાં તમે આ આળસના લીધે સફળતાને પોતાનાથી દૂર કરી દો છો. આળસ કરનાર વ્યક્તિ અંતમાં હંમેશા પસ્તાય છે. તેનાથી વિપરિત જે વ્યક્તિ આળસ કરતો નથી અને મહેનત કરે છે, તેમને સફળતા જલ્દી મળી જતી હોય છે. તે તેમના જીવનમાં આવેલા અવસરોનો યોગ્ય ઉપયોગ કરીને સફળતા પ્રાપ્ત કરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *