ચપટી વગાડતાં જ આધાર કાર્ડમાં થઈ જશે બદલાવ, ઘરે બેઠા અપડેટ કરો નામ, સરનામું અને જન્મ તારીખ, જાણો કઇ રીતે

Posted by

આધાર કાર્ડ વગર આજકાલ કોઈપણ કામ કરવું મુશ્કેલ હોય છે. મોટાભાગના કામ માટે આધાર નંબરની જરૂરિયાત હોય છે પરંતુ ઘણા લોકોને મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તેમની જાણકારીઓ બીજા ડોક્યુમેન્ટ સાથે મેચ કરતી નથી. તો તેવામાં તમારે પરેશાન થવાની જરૂર નથી. જો તમારા આધારકાર્ડમાં કોઈ જાણકારી મિસમેચ થઈ રહી હોય તો તમે તેમને ઘરે બેઠા જ સુધારી શકો છો.

ઘરે બેઠા અપડેટ કરો આધાર કાર્ડની જાણકારી

જો તમે આધારકાર્ડને અપડેટ કરવા માંગતા હોય કે પછી તેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી જાણકારીઓ બદલવા માંગતા હોય તો તમે ઘરે બેસીને સરળતાથી આવું કરી શકો છો. તેના માટે તમારે આધાર કેન્દ્રએ જવાની પણ જરૂર પડશે નહી. હકીકતમાં UIDAI (The Unique Identification Authority Of India) દ્વારા આપવામાં આવેલી સુવિધાના અનુસાર ઘર પરથી જ આધારકાર્ડમાં ઘણા બધા બદલાવ કરી શકાય છે. જોકે હજુ પણ અમુક બદલાવ અને સુવિધાઓ એવી પણ છે, જેમના માટે તમારે આધારકાર્ડ કેન્દ્ર પર જવું પડશે.

આધારકાર્ડમાં શું શું બદલાવ કરી શકો છો ?

તમને જણાવી દઈએ કે પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આધારકાર્ડમાં તમે પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને ભાષાને ઓનલાઈન અપડેટ કરી શકો છો. તેના સિવાય પરિવારની ડિટેલ કે પછી બાયોમેટ્રિક અપડેટ જેવા બાકી કામ માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. તમારે તે ધ્યાનમાં રાખવું કે આ સુવિધા ફક્ત એ લોકો માટે જ છે, જેમણે પોતાનો મોબાઇલ નંબર આધાર કાર્ડની સાથે રજિસ્ટર કરાવ્યો છે. આ પ્રક્રિયા ઓનલાઇન છે. તેના માટે OTP ની જરૂર પડશે, જે આધારકાર્ડની સાથે જોડાયેલ હોય છે. આ કારણે જ આધારકાર્ડમાં અપડેટ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અનિવાર્ય છે.

આ રીતે કરો આધારકાર્ડમાં અપડેટ

 • સૌથી પહેલાં તો તેમની ઓફિશીયલ વેબસાઈટ uidai.gov.in પર જવું પડશે.
 • અહીંયા તમને “MY Aadhaar” સેકશનમાં જઈને “Upadte Your Aadhaar” પર જવું પડશે.
 • ત્યારબાદ “Update Your Demographics Data Online” પર ક્લિક કરો.
 • અહીંયા ક્લિક કરતાની સાથે જ તમે UIDAI ની સેલ્ફ સર્વિસ update portal ની ઓફીશીયલ વેબસાઇટ ssup.uidai.gov.in પર પહોંચી જશો.
 • તેના સિવાય તમે ડાયરેક્ટ https://ssup.uidai.gov.in/ssup/ પર પણ વિઝીટ કરી શકો છો.
 • હવે અહીંયા તમે “Proceed to update Aadhar” પર ક્લિક કરો.
 • નવા ખુલેલા પેજ પર ૧૨ ડિજિટનાં આધારકાર્ડ નંબરથી લોગ-ઇન કરવું પડશે.
 • ત્યારબાદ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા ફિલ કરો અને સેન્ડ OTP પર ક્લિક કરો, ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP પહોંચી જશે.

 • રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP ને નિર્ધારિત સ્પેસમાં નાખીને સબમિટ કરો.
 • હવે નવા ખુલેલા પેજ પર તમને બે ઓપ્શન મળશે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પ્રૂફની સાથે એડ્રેસ સહિત ડેમોગ્રાફિક ડિટેલ્સનું અપડેશન અને એડ્રેસ વૈલીડેશન લેટર દ્વારા એડ્રેસ અપડેટ.
 • નામ, જન્મ તારીખ, લિંગ, સરનામાંથી કોઈને ડોક્યુમેન્ટ પ્રુફની સાથે અપડેટ કરવા માટે “અપડેટ ડેમોગ્રાફિકસ ડેટા” પર ક્લિક કરવું પડશે.
 • ત્યારબાદ તમારે જે ડીટેલ્સને અપડેટ કરવાની છે, તેમની પસંદગી કરવી પડશે.
 • આ તમામ ડિટેલ્સ ફીડ કર્યા બાદ તમારા નંબર પર એક વેરિફિકેશન OTP આવશે અને તેને તમારે વેરીફાઈ કરવો પડશે, ત્યારબાદ સેવ ચેન્જ કરવાનું રહેશે.
 • ખાસ ધ્યાન રાખવું કે નામને અપડેટ કરવા માટે તમારી પાસે આઈડી પ્રુફ હોવું જોઈએ. આઈડી પ્રુફ તરીકે તમે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડીકાર્ડ કે રેશનકાર્ડ અપલોડ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *