ચાર બાળકોનાં બાપ પર આવી ગયું ૨૦ વર્ષ નાની આ અભિનેત્રીનું દિલ, બનવા માટે તૈયાર છે ૫૦૦ કરોડનાં માલિકની ત્રીજી પત્નિ

Posted by

સૈફ અલી ખાન અને કરીના કપુરનો સંબંધ બોલીવુડની ગલીઓમાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે. બંને સાથે પરફેક્ટ કપલની વાઈબ આપે છે. જો કે બંનેમાં ઉંમરનું એક મોટું અંતર હોવા છતાં પણ બંનેની અંગત સમજદારી અને ટ્યુનિંગ જબરદસ્ત છે. મહત્વપુર્ણ છે કે  કરીના પર જ્યાં બોલિવુડનાં બીજા સ્ટાર લટ્ટુ છે તો વળી અભિનેત્રીની સાથે સાથે સૈફ અલી ખાનનો ક્રેઝ પણ કંઈ ઓછો નથી.

અભિનેત્રી પરિણીતી ચોપડા તો ઘણા અવસર પર ખુલ્લી રીતે એ વાત સ્વીકાર કરી ચુકી છે કે તે સૈફ અલી ખાનનાં ચાર્મિંગ લુક પર પોતાનું દિલ હારી બેઠી છે. “લેડીસ વર્સીસ રિકી બહલ” ફિલ્મમાં સપોર્ટિંગ રોલ કરીને બોલિવુડમાં એન્ટ્રી કરવા વાળી પરિણીતીએ વર્ષ ૨૦૧૨ માં આવેલી ફિલ્મ “ઇશ્કજાદે” માં લીડ ભુમિકા નિભાવી હતી. ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર એક અલગ સ્થાન બનાવવા વાળી પરિણીતી ચોપડા હંમેશા પોતાના બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે.

તે મીડિયા દ્વારા પુછવામાં આવેલા દરેક સવાલનાં જવાબ ખુબ જ સ્પષ્ટતા અને તલ્લીનતાથી આપે છે. પોતાના વ્યવહારથી ચુલબુલી પરિણીતી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહે છે. એકવાર જ્યારે તેમને પુછવામાં આવ્યું કે બોલિવુડમાં કયા અભિનેતા પર તેમને ક્રશ છે ? તો તેમણે ખુબ જ સીધી રીતે તેનો જવાબ આપ્યો હતો કે સૈફ અલી ખાન તેમના એકમાત્ર ક્રશ છે.

હકિકતમાં આ કોઈ પહેલો અવસર નથી જ્યારે પરિણિતી ચોપડાએ ખુલ્લી રીતે સૈફ ને દિલ આપવાની વાત સ્વીકાર કરી હોય. આ પહેલા પણ તે ઘણા અન્ય અવસર પણ સૈફ પ્રત્યે દિવાનગી બતાવી ચુકી છે એટલું જ નહીં એકવાર તો તેમણે એવું પણ કહ્યું હતું કે, જો તેમને અવસર મળે છે તો તે સૈફ અલી ખાનને કિડનેપ પણ કરી શકે છે. આ વાતનો ખુલાસો પરિણીતીએ “ધ કપિલ શર્મા શો” માં કર્યો હતો. મહત્વપુર્ણ છે કે પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા માટે સૈફ અલી ખાન “ધ કપિલ શર્મા શો” માં પહોંચ્યા હતાં.

તે સમયે કપિલે સૈફ ને તે વિડીયો બતાવ્યો હતો જ્યારે પરિણીતી તેમના શો માં પહોચી હતી અને તેમણે સૈફ માટે પોતાની દિવાનગીને જગજાહેર કરી હતી. આ ક્લિપમાં પરિણીતી કહી રહી હતી કે, “જો તેમને અવસર મળશે તો તે સૈફ ને કિડનેપ કરી લેશે. તેની સાથે જ તેમણે એ વાત પણ કહી હતી કે કરીનાને પહેલાથી આ વાત ખબર છે. તે જાણે છે કે હું સૈફ અલી ખાનને કેટલી પસંદ કરું છું”.

વિડિયો જોયા બાદ સૈફ અલી ખાન એકદમ આશ્રર્યચકિત વાળી મુદ્રામાં ઉભા થઈ જાય છે અને બાદમાં કપિલ શર્મા કહે છે કે, “કિસ્મત હોય તો સૈફ અલી ખાન જેવી, તેમને પહેલા જ કરીના પત્નિનાં રૂપમાં મળી છે અને હવે પરિણીતી પણ તેમને જ કિડનેપ કરવા માંગે છે”. જણાવી દઈએ કે સૈફ અલી ખાને કરીના કપુર સાથે વર્ષ ૨૦૧૨ માં લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તેમના અને કરીનાને બે દિકરા થયા છે. સૈફ અલી ખાનનાં આ બીજા લગ્ન હતાં. તેમણે પહેલા લગ્ન અમૃતા સાથે કર્યા હતાં. તેમનાં પહેલા લગ્નથી પણ તેમને બે બાળકો સારા અને અબ્રાહમ છે.