છેડતીનો શિકાર થઇ ચૂકી છે આ ૬ બોલિવૂડ એક્ટ્રેસ, ભીડમાં અમુક લોકોએ કરી હતી આવી શરમજનક હરકત

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ પ્રત્યે ફેન્સની દીવાનગી જોવાલાયક હોય છે. ફેન્સ આ સિતારાઓને જોવા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે, પરંતુ અમુક એવા પણ ફેન્સ હોય છે, જે આ સિતારાઓની સાથે દુર્વ્યવહાર પણ કરે છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ઘણી એવી અભિનેત્રીઓ છે, જે છેડતીનો શિકાર થઇ ચૂકી છે. આજે અમે તમને બોલિવૂડની અમુક એવી અભિનેત્રીઓ વિશે જાણકારી આપીશું, જેમની સાથે પબ્લિક પ્લેસમાં છેડતી કરવામાં આવી હતી. અમુક ફેન્સ તેમની ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યા હતા.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણને બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. તેમને ચાહવા વાળા લોકોની કોઈ કમી નથી. તમને જણાવી દઈએ કે દિવાળી સ્પેશિયલ મેગેઝીનના લોન્ચ દરમિયાન અભિનેત્રી દિપીકા પાદુકોણને બેકાબૂ ભીડે ચારેય તરફથી ઘેરી લીધી હતી અને આ ભીડમાંથી એક વ્યક્તિએ તેમને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી હતી, ત્યારબાદ અભિનેત્રી દિપીકા પાદુકોણ ખુબજ ગુસ્સામાં આવી ગઈ હતી. પોતાની સાથે થયેલી આ ઘટનાને લઇને દિપીકા પાદુકોણ ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી.

ઝરીન ખાન

અભિનેત્રી ઝરીન ખાન પણ છેડતીનો શિકાર થતાં બચી ગઇ હતી. તમને જણાવી દઈએ કે જ્યારે ઝરીન ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી આવી હતી, ત્યારે તેમની ફેન્સની ભીડે તેમને ઘેરી લીધી હતી. તેમને કોઈ વિશેષ સુરક્ષા પણ આપવામાં આવી ના હતી.

સોનાક્ષી સિંહા

અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ પબ્લિક પ્લેસમાં ફેન્સના દુર્વ્યવહારનો શિકાર થઇ ચૂકી છે. આ તે સમયની વાત છે જ્યારે ફિલ્મ “વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ” ને બીજીવાર સફળતા મળી હતી. કો-સ્ટાર અક્ષય કુમારની સાથે અજમેર ગઈ હતી. તે સમયે ભીડે તેમને ઘેરી લીધી હતી અને અમુક ક્રેઝી ફેન્સ દ્વારા તેમના શરીરને સ્પર્શ કરવાની કોશિશ કરવામાં આવી હતી.

સુસ્મિતા સેન

અભિનેત્રી સુસ્મિતા સેનને કોણ જાણતું નહિ હોય. તે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી હોવાની સાથે સાથે પૂર્વ મિસ યુનિવર્સ પણ છે, પરંતુ તે પણ છેડતીનો શિકાર થઇ ચૂકી છે. તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેન સાથે પુણેમાં જ્વેલરી સ્ટોરના ઇનોગ્રેશન દરમિયાન છેડતીની ઘટના બની હતી. જ્યારે સુસ્મિતા ત્યાંથી પરત જતાં સમયે કારમાં બેસવા માટે આગળ વધી રહી હતી ત્યારે ભીડે તેમને ચારેય તરફથી ઘેરી લીધી હતી. એક વ્યક્તિએ ભીડનો ફાયદો ઉઠાવીને તેમને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ પણ કરી હતી.

કેટરીના કૈ

અભિનેત્રી કેટરિના કૈફ બે વાર છેડતીનો શિકાર થઇ ચૂકી છે. વર્ષ ૨૦૦૫ માં જ્યારે કોલકાતામાં આયોજિત દુર્ગા પૂજામાં કેટરીના કૈફ સામેલ થવા માટે પહોંચી હતી ત્યારે તેમનો ઇવેન્ટ પૂરો થતાની સાથે જ ત્યાં હાજર રહેલ ભીડે તેમને ઘેરી લીધી હતી અને અમુક વ્યક્તિએ તેમના શરીરને ટચ કરવાની પણ કોશિશ કરી હતી અને બાદમાં વર્ષ ૨૦૧૦માં ફિલ્મ “તીસ માર ખાન” ના પ્રમોશન દરમિયાન કેટરિના કૈફ છેડતીનો શિકાર થઇ હતી પરંતુ તે દરમિયાન અભિનેતા અક્ષય કુમારે તેમને બચાવી લીધી હતી.

ઈશા દેઓલ

અભિનેત્રી ઈશા દેઓલ પણ વર્ષ ૨૦૦૫માં છેડતીનો શિકાર થઇ ચૂકી છે પરંતુ તેમણે ખોટો વ્યવહાર કરનાર લોકોને જોરદાર જવાબ આપ્યો હતો. તેમણે તો આવું કરનાર લોકોમાંથી એકને તમાચો પણ મારી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *