છુટાછેડાનાં બદલામાં પત્નીએ પતિ પાસે રાખી ખાસ માંગણી, સાંભળીને કોર્ટમાં થઈ ગયો સન્નાટો

જ્યારે પતિ અને પત્ની વચ્ચે એવા મતભેદ ઉભા થઈ જાય છે, જેને વાતચીત દ્વારા ઉકેલી શકાતા નથી. તો તેને ખતમ કરવા માટે બંનેના છૂટાછેડા થઈ જતા હોય છે. છૂટાછેડા બાદ પતિ અને પત્નીનો સંબંધ પૂરો થઈ જાય છે અને પછી તેઓ એકબીજા થી પહેલાની જેમ અજાણ્યા બની જાય છે. મતલબ કે એકબીજા પર તેમને કોઈ હક્ક હોતો નથી. આ સિલસિલામાં દેશભરમાં ફેમિલી કોર્ટમાં ઘણા છૂટાછેડાના કેસ ચાલી રહ્યા છે. જેમાં એક અનોખો મામલો સામે આવ્યો હતો. જેને જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયો છે. એટલું જ નહીં જજ પણ આ જ છુટાછેડાની સ્ટોરી સાંભળીને હેરાન થઈ ગયા હતા. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે ખાસ શું છે.

મહારાષ્ટ્રનાં નાંદેડ ફેમિલી કોર્ટમાં એક એવો મામલો સામે આવ્યો હતો, જેમાં છૂટાછેડાનાં બદલામાં પત્ની પતિ પાસે એક એવી ચીજ માંગી લીધી, જેનાથી સમગ્ર કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. એટલું જ નહીં કોર્ટ દ્વારા પત્નીની ઈચ્છા પૂરી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. હકીકતમાં આ મામલામાં પતિ પત્ની છૂટાછેડા લેવા માંગતા હતા, જેના કારણે પત્નીએ રૂપિયા પૈસા સિવાય એક એવી ચીજ માંગી જેના વિશે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જો કે કોર્ટના આદેશાનુસાર કપલનું નામ ઉજાગર કરવામાં આવતું નથી, પરંતુ બંને વ્યવસાયથી ડોક્ટર છે.

છુટાછેડાના બદલામાં પત્ની એ માંગી આ ખાસ ચીજ

ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે એક દંપતીનો મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં પત્નીએ પોતાના પતિને છુટાછેડા આપતા પહેલા તેની પાસેથી એક બાળક માગ્યું છે. જી હાં, પત્ની કોર્ટમાં કહ્યું હતું કે તેઓ પોતાના પતિ પાસેથી એક વખત ગર્ભવતી થવા માંગે છે. આ માંગણી બાદ કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. જણાવી દઈએ કે આ કપલ પાસે પહેલાથી જ એક બાળક છે. પરંતુ પત્નીની ઇચ્છા છે કે તે છૂટાછેડા પહેલા પ્રેગનેટ થવા માંગે છે, જેના કારણે તેમણે આ માંગણી રાખી હતી.

IVF ટેકનોલોજીથી પૂરી થશે મહિલાની માંગણી

મહિલાની માંગણી સાંભળીને કોર્ટે તેને માં બનવા માટેની પરવાનગી આપી હતી. જોકે આ વખતે મહિલા IVF દ્વારા પ્રેગનેટ થશે. આ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા શારીરિક સંબંધ વગર પણ મહિલા પ્રેગ્નેટ થઈ શકે છે. હકીકતમાં તેમાં ફક્ત પુરુષના શુક્રાણુઓની જરૂરિયાત હોય છે, પરંતુ તેમાં ખર્ચ વધારે થાય છે. એટલા માટે મહિલાને આ આદેશ આપવામાં આવ્યો કે તે આ ખર્ચો બધો પોતે જાતે ઉઠાવશે. તેના માટે તે તૈયાર થઈ ગઈ છે.

બીજા બાળકનું પાલન પોષણ તે પોતે કરશે

મહિલાનું કહેવું છે કે પોતાના પહેલા બાળકને ભાઈ અથવા બહેનનું સુખ આપવા માટે તે બીજું બાળક ઇચ્છે છે, જે નો ખર્ચો તે પોતાના પતિ પાસેથી લેશે નહીં પરંતુ તે પોતે જ તેનું પાલન-પોષણ કરશે. જણાવી દઈએ કે મહિલાને અધિકાર હોય છે કે તે છૂટાછેડા પહેલા બે બાળકોની માંગણી કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને જજ દ્વારા આ નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો, ત્યારે બાદ બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.