ચોરીછૂપીથી પ્રેમ કરતા જોવા મળ્યા હતાં બોલિવૂડના આ ૫ કપલ, સલમાન અને એશ્વર્યા કિસ કરતા થયા હતા કેમેરામાં કેદ

ચોરીછૂપીથી રોમાન્સ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. જે વાત દુનિયાથી છુપાઈને કરવામાં છે તે જણાવીને કરવામાં નથી. બોલિવૂડમાં જ્યાં અમુક લોકો પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત  કરતા હોય છે તો વળી અમુક લોકો પોતાના પ્રેમને દુનિયાની નજરોથી બચાવીને રાખવા માગતા હોય છે. પરંતુ કહેવામાં આવે છે કે પ્રેમ અને નફરત છુપાવવાથી છૂપતી નથી.

જો તમને પણ કોઈની સાથે પ્રેમ કે નફરત હોય તો તે કોઈને કોઈ રીતે દુનિયાની નજરોમાં આવી જ જાય છે. આવું જ કંઈક બન્યું હતું બોલિવૂડના સિતારાઓની સાથે. આ સિતારાઓએ તો દુનિયાની નજરોથી બચીને પ્રેમની બે ક્ષણ સાથે વિતાવવાની કોશિશ કરી હતી પરંતુ દુનિયાની નજરોમાં તેમનો સિક્રેટ રોમાન્સ સામે આવી ગયો હતો. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પાંચ એવા કપલ સાથે મુલાકાત કરાવીશું જે ચોરીછૂપીથી રોમાન્સ કરતા પકડાઈ ગયા હતા.

રણબીર કપૂર અને કેટરીના કૈફ

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે અલગ થઈ ચુકેલ રણબીર કપૂર અને કેટરિના કૈફનું. રણબીર બોલિવૂડના ચોકલેટી હીરો કહેવામાં આવે છે. તે કેટરીના પહેલા અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ ડેટ કરી ચૂક્યા છે. જો કે દીપિકાએ ગયા વર્ષે જ રણવીર સિંહ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું છે. વળી હવે રણબીર અને કેટરીનાનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા રણબીર અને કેટરીના એકસાથે બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીએ બિકિની પહેરી રાખી હતી. હાલના દિવસોમાં રણબીર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે સંબંધને લઇને ચર્ચામાં બનેલ છે.

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા

૮૦ ના દશકમાં અભિનેતા સનીદેઓલ અને ડિમ્પલ કાપડિયા બંને પ્રેમમાં હતા. તે બંને તે દિવસોમાં પોતાની રિલેશનશિપને લઈને મીડિયાની હેડલાઈનમાં રહેતા હતા. બંને પહેલીવાર સાથે ૧૯૮૪ ની ફિલ્મ “મંઝીલ મંઝીલ” માં સાથે નજર આવ્યા હતા. જણાવી દઈએ કે સની દેઓલ દેશની બહાર ફિલ્મની શૂટિંગને લઈને પોતાનો જુનો પ્રેમ ડિમ્પલ કાપડિયાની સાથે ટાઈમ પસાર કરતા જોવા મળ્યા હતા. તેમની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તે એકબીજાના હાથ પકડીને બેઠા હતા.

રણબીર કપૂર અને માહિરા ખાન

રણબીર કપૂર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે પણ રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યા હતા. આ અફવાએ જોર ત્યારે પકડ્યું હતું જ્યારે રણબીર કપૂર માહિરા ખાનની સાથે ન્યુયોર્કની ગલીઓમાં સ્મોક કરતા જોવા મળ્યા હતા. આ બંનેની સ્મોકિંગ કરવાવાળી ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. વાયરલ થયેલી આ ફોટોમાં માહિરા એ સફેદ રંગનો એક મિની ડ્રેસ પહેર્યો હતો. જ્યારે રણબીર કપૂર ગ્રે કલરના ટીશર્ટમાં જોવા મળ્યા હતા.

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા

એક સમયે શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાનું અફેર પણ ચર્ચામાં રહી ચુક્યું છે. ફિલ્મ ડોનના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા એકબીજાની નજીક આવી ગયા હતા. તે સમયે એવી ખબરો સામે આવી હતી કે પ્રિયંકા અને શાહરૂખ સિક્રેટ રિલેશનશિપમાં છે અને શાહરુખ ખાન ખૂબ જ જલ્દી તેમની પત્ની ગૌરીને છૂટાછેડા આપી શકે છે. તેવામાં બંનેની અમુક તસવીરો પણ સામે આવી હતી જે અફવાઓને સાચી સાબિત કરી રહી હતી. પરંતુ સમય રહેતાં શાહરુખ ખાન પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને પ્રિયંકાથી દુર થઈ ગયા.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય

હવે છેલ્લે નંબર આવે છે બોલીવૂડના સૌથી વિવાદિત અને મશહૂર કપલ રહી ચૂકેલા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો. બંનેની ટ્રેજીક લવસ્ટોરીને તો પુરી દુનિયા જાણે છે. એશ્વર્યાને જોતા જ સલમાન તેમના પર દિલ હારી ચૂક્યા હતા અને સંજય લીલા ભણસાલીને કહીને ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” માં તેમણે એશ્વર્યાને રોલ અપાવ્યો હતો. આ ફિલ્મ દરમિયાન બંનેની વચ્ચે રોમાન્સ શરૂ થયો. જણાવી દઈએ કે એકવાર એશ્વર્યા અને સલમાન ખાન કારમાં જોવા મળ્યા હતા. જ્યાં સલમાન તેમને કિસ કરી રહ્યા હતાં. આ દરમિયાન સલમાન તેમને ડ્રોપ કરી રહ્યા હતા.