ગુજરાતનાં આ ગામડાની પ્રગતિ જોઈને શહેરને થઈ શકે છે ઈર્ષ્યા, જુઓ શહેર જેવા દેખાતા ગામડાઓની તસ્વીરો

Posted by

સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના અમુક ગામડા એવા છે, જે સુવિધા અને પોતાના અનોખા અંદાજથી શહેરને પણ પાછળ છોડી રહ્યા છે. આ ગામ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને ઈર્ષ્યા થઈ શકે છે. તે પોતાના નસીબ પર શંકા કરી શકે છે. ગુજરાતના મહેસાણાનું મોઢેરા એક એવું ગામ છે, જે દેશનું પહેલું સૌર ગામ છે. ૨૪ કલાક સૌર ઉર્જાથી સંચાલિત થાય છે. કચ્છ જિલ્લામાં ભુજ થી ૧૮ કિલોમીટર દુર આવેલું કુનારિયા ગામનું હાલનાં દિવસોમાં મુખ્ય લક્ષ્ય કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનો છે. સૌથી પહેલા વાત લગાન ફિલ્મથી ચર્ચામાં આવેલ કુનારીયા ગામની કરી લઈએ.

કુનારીયા ગામ

બે દશક પહેલા આમીર ખાનની ફિલ્મ “લગાન” થી દેશભરમાં ચર્ચામાં આવેલા કુનારીયા ગામને “લગાન” ગામથી જાણવામાં આવે છે પરંતુ ૪૦૦૦ ની વસ્તી વાળા આ ગામમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘણા ગ્રીન ગોલ પ્રાપ્ત કર્યા છે. ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧.૬ લાખ છોડ લગાવવામાં આવ્યા છે. આ વર્ષે પણ ચાલીસ હજાર છોડ લગાવવામાં આવશે. આ સિવાય ગામમાં ત્રણ ગીગા વોટનો સોલાર પ્લાન્ટ લગાવવા માટે કંપની સાથે વાત ચાલી રહી છે. ગામના સરપંચ સુરેશ છાંગા કહે છે કે કંપની સૈદ્ધાંતિક રીતે સહમત છે. તેને લગાવવામાં ચાર કરોડ રૂપિયા ખર્ચ થશે. તેને લગાવવાથી ગામને ૭ લાખ રૂપિયા પ્રતિ મહિને વીજળીના બિલની બચત થશે. આ બધું સરકારનાં સહયોગ વગર થશે.

અમે જાણીએ છીએ કે કાર્બન ઉત્સર્જન અમારી જળવાયુને પ્રભાવિત કરી રહ્યું છે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે. ગામમાં પશુઓની પણ સારી સંખ્યા છે. એટલા માટે પશુના ગોબરમાંથી બાયોગેસ બનાવીને તેને એલપીજીના સ્થાન પર ઉપયોગમાં લેવામાં આવશે. તેના માટે ગામના ૫૦ પરિવારને બાયોગેસ પ્લાન્ટ સાથે કરાર કર્યો છે. તેમાં ૨૨ પરિવારે બાયોગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. ગામમાં પર્યાવરણ સંરક્ષણ માટે ઘણા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એવા જ એક પ્રયોગમાં ગામના ૫૦ ખેડુતે રેઇન વોટર હાર્વેસ્ટિંગથી સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે. તેનાથી ના માત્ર જળ સ્તર ઉપર આવ્યો છે પરંતુ ભુગર્ભ જળમાં ટીડીએસની સંખ્યા અડધાથી ઓછી થઈ રહી છે.

ભીમાસાર ગામ

કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ ૨૦૦૧ ના વિનાશકારી ભુકંપમાં મલબામાં બદલાઈ ગયું હતું. બે દશક બાદ આ ગામ આત્મનિર્ભરતાનો અનુઠું ઉદાહરણ બનીને સામે આવ્યું છે. અંજાર કસબામાંથી ૧૮ કિ.મી. દુર સ્થિત આ ગામમાં શહેર જેવી સુવિધા છે. ગામ નો દરેક રસ્તો હરિયાળીથી ભરપુર છે. આ ગામમાં પ્રવેશ કરવા પર તમને નહિ લાગે કે તમે ૮૦૦૦ લોકોની વસ્તી વાળા ગામમાં છો. ગામમાં ઝાડના કિનારે છાયાદાર ઝાડની હરિયાળી છે.

ગામમાં ૬ સમુદ્રદાયિક કેન્દ્ર છે અને આખા ગામની સુરક્ષા માટે ૬૦ જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે. જેનું કંટ્રોલ સેન્ટર ગામની પંચાયત ઓફિસમાં છે. જે દેખરેખ કેન્દ્ર તરીકે કામ કરે છે. ગામમાં સીવેજ લાઈન છવાયેલી છે, જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે કનેક્ટેડ છે. આ ગામની મોટી સિદ્ધિ એ છે કે ગામ પાણીને ટ્રીટ કરીને વેચે છે અને દર વર્ષે ૧.૫ લાખ રૂપિયા કમાય છે.

ધર્મજ ગામ

આણંદ જિલ્લાના પેટલાદ તહસિલના ગામની ઓળખાણ NRI ગામ તરીકે પ્રખ્યાત છે. તેનું કારણ એ છે કે ગામમાંથી ઘણા દશક પહેલા ઘણા લોકો વિદેશ ચાલ્યા ગયા તો ગામનું નામ NRI  વિલેજ પડી ગયું. આ ગામમાં ૧૮ થી પણ વધારે બેન્ક છે. આ ગામ ૧૯૭૧ માં એક ચારગાહ સુધાર પરિયોજના લાગુ કરવા માટે ચર્ચામાં છે. આ યોજનાની અંદર રિયાયતી દર પર બંજર ભુમિ પર ચાર ઉગાડવાનો પ્રવર્ધન હતું. ધર્મજનાં ગોચર સુધાર મોડેલથી પ્રભાવિત થઈને તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યક્રમમાં અન્ય ગામને તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

પુંસારી ગામ

અમદાવાદથી ૧૦૦ કિલોમીટર દુર સાબરકાંઠા જિલ્લામાં સ્થિત આ ગામ ગુજરાતનું પહેલું આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યું છે. આ ગામ એ તેના માટે ઘણું બધું કર્યું છે. આ ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેર જેવું છે. વાતાકુલિત સ્કુલથી લઈને ગામમાં બાયોમેટ્રિક હજીરી લાગે છે એટલું જ નહીં આ ગામના બાયોગેસ સૈયંત્ર સિવાય સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગણવાડી કેન્દ્ર છે. ગામમાં ટીડીએસની માત્રા વધારે હતી એટલા માટે ગામમાં રિઝર્વ ઓસમોસિસ સ્થાપિત કર્યું છે. જે પોતાના નિવાસીને ૨૦ લીટર પાણી ચાર રૂપિયામાં મળે છે.

બીજા ગામમાં આ પાણી ૨૦ રૂપિયામાં વેચાય છે. તેનાથી પ્લાન્ટને વર્ષે ૧.૫ લાખ રૂપિયાની કમાણી થાય છે. આરોના બેકારના પાણીને ભેગું કરીને તેનાથી વાહનો ધોવામાં આવે છે. આ ગામની કુલ વસ્તી ૫૦૦૦ છે. આ ગામની નાળી અને રસ્તાની સફાઈ માટે વિશેષ મશીનની વ્યવસ્થા છે અને પીવાના પાણીની લાઈન જીપીએસ મેપ છે. આ ગામનો કાયાકલ્પ કરવાનો શ્રેય હિમાંશુ પટેલને આપવામાં આવે છે. તે કહે છે કે ગામનો વિકાસ પીપુલ પંચાયત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પર આધારિત છે.

જેઠીપુરા ગામ

સરકારી આંકડામાં રાજ્યમાં લગભગ ૪૦% બાળકો પોતાની ઉંમરના હિસાબથી ઓછા વજનના છે પરંતુ સાબરકાંઠા જિલ્લાના જેઠીપુરા ગામમાં કોઈપણ બાળકો કુપોષિત નથી. આંગણવાડી કાર્યકર્તા એ સુનિશ્ચિત કરે છે કે ગર્ભવતી માતાને પૌષ્ટિક ભોજન મળે. તેના માટે ઘણા અનાજ મિલેટી પર આધારિત ખોરાક આપવામાં આવે છે. આ સિવાય લીલા શાકભાજી, સુખડી અને દુધની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

આ સિવાય આ ગામમાં સો ટકા પાણીની આપુર્તિ મીટરથી થાય છે. અત્યાર સુધીમાં તે લક્ષ્ય અમદાવાદ એ પણ પ્રાપ્ત કર્યું છે પરંતુ જેઠીપુરા ગામે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. પાણી ૨૪ કલાક ઉપલબ્ધ રહે છે. ગામના લોકો ૧૦૦૦ લીટર માટે ૧.૫ રૂપિયા ચુકવે છે. ગામમાં એક આધુનિક જળ નિકાસની ખાસ વ્યવસ્થા અને વીજળીની આપુર્તિની વ્યવસ્થા પણ છે. વર્ષ ૨૦૨૧ માં જેઠીપુરા તે ૧૦ ગામમાં સામેલ હતું, જેમણે ગુજરાતને સ્વચ્છ અને સ્કુલો માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યું હતું.

અફવા ગામ

સુરતના આ ગામની ચકાચોંધ જોઈને શહેરમાં રહેતા લોકોની આંખો પણ ચકરાય જાય છે. આ ગામમાં વીજળીનો લટકતો એકપણ તાર નથી. પાણીની પાઇપલાઇન, ટેલિફોન લાઇન, ઇન્ટરનેટ કેબલ સહિત ઘણી બધી સુવિધાઓ ભુમિગત છે. ગામની કુલ વસ્તી ૨૫૦૦ છે. આ ગામમાં વોટર ટ્રીટમેન્ટ અને તેના વિતરણની સારી વ્યવસ્થા છે. આ ગામની આ કાયાકલ્પ અહીંથી અમેરિકા જઈને વસેલા લોકોને કારણે થઇ છે. આ ગામના દરેક ઘરનો એક-એક વ્યક્તિ અમેરિકામાં રહે છે. આ ગામની એક બીજી ઓળખાણ છે કે જો તમે રસ્તામાંથી પસાર થઈ રહ્યા છો તો આખો દિવસ તમને ભક્તિ સંગીત સાંભળવા મળશે. આ સિવાય ગામની તમામ પાઇપલાઇન ભુમિગત છે. તેવામાં સ્વચ્છતામાં પણ આ ગામ શહેરને પાછળ છોડે છે.