શહેરની છોકરીનાં લગ્ન ગામડામાં થયા. સવારે સાસુએ કહ્યું : ભેંસને ખાવાનું નાખીને આવ. વહુ ભેંસને ખાવાનું નાખવા ગઈ પણ ભેસનાં મોઢામાં ફીણ જોઈને સાસુને આવીને કહ્યું…

જોક્સ
રાજા દશરથે કૈકયીનું કહેવું માન્યું ભલે પ્રાણ ત્યજવા પડ્યા પરંતુ આજે તેઓ પુજનીય છે.
શ્રી રામે માતા સિતાનું કહ્યું માન્યું અને હરણ પાછળ ચાલ્યા ગયા. પછી ભલે રાવણ હારે માથાકુટ યુદ્ધ સુધીનું કરવું પડ્યું અને એટલે તેઓ પુજનીય છે પરંતુ રાવણે મંદોદરીનું ના માન્યું અને માર્યા ગયા અને હજુ પણ તેઓને બાળવામાં આવે છે એટલે જ જ્ઞાની પુરુષોએ કીધું છે કે પોતાનું મગજ વાપર્યા વગર પત્નિ કહે એમ કરો તો જીવન સુખમય, શાંતિમય અને યશસ્વી થાય. આગળ તમારી મરજી.
મિત્રોનાં જનહિતમાં જારી.

જોક્સ
સોનુએ એરટેલની ઓફિસે ફોન કર્યો.
સોનુ : મારા ફોનનું બિલ બહુ વધારે આવ્યું છે, મેં એટલી બધી વાત પણ નથી કરી.
મોનુ (એરટેલ તરફથી) : સારું, તમારો પ્લાન શું છે?.
સોનુ : હું અત્યારે માર્કેટમાં આવ્યો છું, હું સાંજે ઈંગ્લીશ પીશ અને પાર્ટી કરીશ. તમારો પ્લાન કહો.

જોક્સ
એક દારૂડિયો એરપોર્ટ પર ઊભો હતો.
એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને જોઇને તે બોલ્યો : અબે, ટેક્સી લઇ આવ.
યુવક : હું પાયલોટ છું. ટેક્સી ડ્રાઇવર નહિ.
દારૂડિયો : એમ, તો જા એક હવાઇ જહાજ લઇને આવ. મારે વરાછા જવું છે.

જોક્સ
શહેરની છોકરીનાં લગ્ન ગામડામાં થયા.
સવારે સાસુએ કહ્યું : ભેંસને ખાવાનું નાખીને આવ.
વહુ ભેંસને ખાવાનું નાખવા ગઈ પણ ભેસનાં મોઢામાં ફીણ જોઈને સાસુને આવીને કહ્યું : ભેંસ હજુ બ્રશ કરે છે.

જોક્સ
એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયો.
કાઉન્ટર પર ક્લાર્ક : તમે કંઇ કહેવા માંગો છો?.
દારૂડિયો : જેને પણ આ આંખો આપો, તેને કહેજો કે મારી આંખો બે પેગ પછી જ ખુલે છે.

જોક્સ
છગન (મતદાન અધિકારીને) : આ તમે અમારી આંગળી પર શાહી લગાવો છો તે કેટલા દિવસમાં નીકળે છે?.
મતદાન અધિકારી : લગભગ ૨ મહિનામાં.
છગન (પોતાનું માથું આગળ કરીને) : તો મારા વાળમાં પણ લગાવી દો ને. ડાઇ કરાવું એ તો માત્ર ૧૫ દિવસમાં જ નીકળી જાય છે.

જોક્સ
દારૂ પી ને ત્રણ મિત્રો વાતો કરતા હતાં.
પહેલો મિત્ર : ભાઇ, બુલેટ લઇને લદ્દાખ જઇએ.
બીજો મિત્ર : હા યાર, ચાલ જઇએ.
ત્રીજો મિત્ર : અરે પણ આપણી જોડે તો સાયકલ પણ નથી?.
પહેલો મિત્ર : જોયું! મને ખબર હતી કે તું દારૂ નથી પી રહ્યો, ખાલી નમકીન જ ખાય છે.

જોક્સ
અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?.
.
.
.
.
.
ક્યારેક ક્યારેક એવી છોકરી જોડે પણ તમારા લગ્ન થઇ શકે છે, જેને તમે સાત જન્મોમાં પણ ના પટાવી શકો.

જોક્સ
પત્નિ : તમે કોઈપણ બાબતમાં તરત “સોરી” ના કહો.
પતિ : કેમ?.
પત્નિ : ઝઘડવાનો મુડ ખરાબ થઈ જાય છે અને પછી અમારે આખા દિવસની ખીજ કોની ઉપર ઉતારવી?.

જોક્સ ૧૦
હાઈસ્કુલમાં ભણતી બે છોકરીઓ એકબીજા સાથે વાતો કરી રહી હતી.
પહેલી છોકરી : યાર, મારા પપ્પાએ કહ્યું છે કે તું આ વખતે પરીક્ષામાં નાપાસ થઈશ તો હું તારા લગ્ન કરાવી દઈશ.
બીજી છોકરી : તો તે કેટલી તૈયારી કરી છે?.
પહેલી છોકરી : બસ રિસેપ્શન માટે ડ્રેસ સિલેક્ટ કરવાનો બાકી છે.

જોક્સ ૧૧
શિક્ષક : તે કદી કોઇ સારું કામ કર્યું છે?.
ચિન્ટુ : હા.
શિક્ષક : શું?.
ચિન્ટુ : એકવાર એક દાદાજી જતા હતાં. તેની પાછળ મેં કુતરું છોડી દીધું હતું તો દાદાજી જલ્દી ઘરે પહોંચી ગયા. થયું ને સારું કામ?.

જોક્સ ૧૨
ભુરો : હેલ્લો કસ્ટમર કેર.
ભુરી : હા, બોલો ને.
ભુરો : મારો મેલ નથી જતો.
ભુરી : તો ઠીકરું ઘસી જુઓ.

જોક્સ ૧૩
સાસુમાં (નવી વહુને સમજાવતા હતાં) : જો બેટા, આ તારું સાસરુ છે તો જરા બોલવામાં ધ્યાન રાખજે.
નવી વહુ : ઠીક છે સાસુમાં પણ પિયર તો તમારું પણ નથી તો તમે પણ થોડું ધ્યાન રાખજો.

જોક્સ ૧૪
એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાં ફરી રહી હતી ત્યારે તેનો પતિ તેને જોઈ ગયો.
પતિ એ તે બંનેને જોતા જ પત્નિનાં બોયફ્રેન્ડને મારવાનું શરુ કરી દીધું.
પત્નિ : મારો હજી મારો, પોતાની પત્નિને ક્યારેય ફરવા લઈ જતો નથી અને બીજાની પત્નિઓને ફરવા લઈ જાય છે. ત્યારે પત્નિનાં બોયફ્રેન્ડને જોશ આવ્યો અને તેનાં પતિને જ મારવાનું શરુ કરી દીધું.
પત્નિ : માર હજી માર, પોતે તો ક્યારેય ફરવા લઈ નથી જતા અને બીજાને પણ ફેરવવા નથી દેતા.

જોક્સ ૧૫
એક છોકરી લાંબા સમયથી બસમાં ઉભી હતી.
ચિન્ટુ : તમે મારી જગ્યાએ બેસી જાઓ.
છોકરીએ ચિન્ટુને જોરથી એક લોફા માર્યો.
ચિન્ટુ : ભલાઇનો તો જમાનો જ નથી. એમ કહીને તે તેનાં પપ્પાનાં ખોળામાં બેસી ગયો.

જોક્સ ૧૬
એક ચાંદની રાતે એકાંતમાં સુમસામ રસ્તા પર એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતાં. છોકરાએ બાઈક રોકી. છોકરી ઉતરી. છોકરાએ તેનો હાથ પકડ્યો તો છોકરી શરમાઇ ગઈ.
છોકરો : ‘‘બકા, શરમાજે પછી પહેલા ગાડીને ધક્કો માર, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે”.