કોલેજનાં દિવસોમાં દયાબેન લાગતાં હતાં ખુબ જ સુંદર, તસ્વીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે

સબ ટીવીનો સૌથી પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરમાં લોકોની પસંદગીનો શો બની ચુક્યો છે. જોકે લાંબા સમયથી શો માં કામ કરી રહેલા ઘણા કલાકારો એ સીરિયલ છોડી દીધી છે. આ શો ની સૌથી પ્રિય કિરદાર દયાબેન શો માં હાલમાં નજર આવી રહ્યાં નથી પરંતુ તે આજે પણ લોકોનાં દિલોમાં રાજ કરે છે. દિશા શો માં નજર આવી રહી નથી કારણકે તેમનાં લગ્ન થઈ ચુક્યા છે અને તેમને એક દિકરી પણ છે.

નિર્માતા એ તેને ઘણીવાર પરત લાવવાની કોશિશ કરી છે અને હજુ પણ કરે છે. તેની વચ્ચે દિશાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. દિશા નો જન્મ ગુજરાતનાં અમદાવાદ શહેરમાં થયો હતો પરંતુ તે ભાવનગરમાં મોટી થઈ હતી. તે જયારે સ્કુલમાં હતી ત્યારથી એક્ટિંગમાં સામેલ થઈ ગઈ છે.

તેમણે ગુજરાત કોલેજ અમદાવાદ થી નાટકીય કળા માં સ્નાતક કર્યું. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની દયાબેન પોતાની એક્ટિંગનાં કારણે ખુબ જ જાણીતી થઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સ્થાન સુધી પહોંચવા માટે તેમને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

તેમણે ઘણી સિરિયલમાં પણ કામ કર્યું હતું. ઘણા લોકો જાણતા નથી કે દયાબેનનાં નામથી પ્રસિદ્ધ દિશા એ પોતાનાં અભિનય કરિયરની શરૂઆત કોઈ ટીવી શો થી નહી પરંતુ ફિલ્મોથી કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પહેલીવાર વર્ષ ૧૯૯૭ માં બી-ગ્રેડ ફિલ્મ “કોમસીન : ધ અનટચેબ્લસ” માં જોવા મળ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણી એ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ દેવદાસ, આમિર ખાનની સાથે મંગલ પાંડે : ધ રાઈઝિંગ, સી કંપની અને ઋત્વિક રોશનની સાથે ફિલ્મ જોધા અકબર, લવ સ્ટોરી ૨૦૫૦ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો પહેલા તે ગુજરાતની ઘણી લોકપ્રિય સિરિયલમાં પણ કામ કરી ચુક્યા છે. આ સિરિયલમાં દેરાણી-જેઠાણી, ચાલ ચાંદ પર જઈએ, લાલી-લીલા, અષાઢનો એક દિવસ, બા નિવૃત્ત અને સો દાહડા સાસુ જેવી સિરિયલ સામેલ છે.