અભિનેત્રી તાપસી પન્નું પર દેવી-દેવતાઓનો અપમાનનો આરોપ, રિવીલિંગ ડ્રેસ પર પહેર્યો હતો માતા લક્ષ્મીનો હાર, પોલિસમાં ફરિયાદ નોંધાઈ

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. તાપસી પન્નુએ પણ ઓટીટી પર પણ સારી પકડ મેળવી છે. જોકે તાપસી પન્નુનો વિવાદો સાથે ઉંડો સંબંધ છે. દરરોજ અભિનેત્રી કોઈને કોઈ વિવાદમાં ફસાતી જોવા મળે છે. આ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક્ટ્રેસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં તાપસી પન્નું વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાપસી પન્નુ પર સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. ઇન્દોર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. છત્રીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ કપિલ શર્માએ મીડિયાને જણાવ્યું છે કે એકલવ્ય ગૌરે તેમને એક અરજી આપી છે, જેમાં ફરિયાદીએ તાપસી પન્નુ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કપિલ શર્માએ આ વિશે જણાવ્યું હતું કે, તાપસી પન્નુએ ફેશન શો માં રેમ્પ વોક કરતી વખતે ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ દરમિયાન તાપસી પન્નુંએ માતા લક્ષ્મીનું લોકેટ પણ પહેર્યું હતું, જેનાથી ફરિયાદીની લાગણી દુભાઇ છે.

ઈન્દોરમાં ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ પર હિન્દ રક્ષક સંગઠને અશ્લીલતા ફેલાવવાનો અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. સંસ્થાનાં કન્વીનર એકલવ્ય ગૌરે પણ તાપસી સામે છત્રીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સંસ્થાનાં હિંદ રક્ષકે આ મામલે અભિનેત્રી તાપસી સામે કેસ નોંધવાની માંગણી કરી છે. ફરિયાદમાં લખ્યું છે કે કેસ નહીં નોંધાય તો વિરોધ કરવામાં આવશે. એકલવ્ય ગૌર સોમવારે તેના સાથીદારો સાથે છત્રીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.

અહીં તેમણે અભિનેત્રી તાપસી પન્નુ પર અશ્લીલતા ફેલાવવાનો અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ગૌરે ફોટોગ્રાફના સ્ક્રીનશોટ પણ મોકલ્યા હતાં, જેમાં તાપસીએ ખુલ્લા ડ્રેસમાં ગળાનો હાર પહેર્યો છે, જેના પેન્ડલ પર દેવીની છબી છે. ગૌરે કહ્યું કે, જો કાર્યવાહી નહીં થાય તો સંગઠનો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરશે. હવે છત્રીપુરા પોલીસ તેની તપાસ કરશે.

તમને જણાવી દઈએ કે તાપસી પન્નુ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના ફેન્સ સાથે એવી તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને જોઈને બધા લોકો તેમનાં પર દિલ હારી જાય છે. એટલું જ નહીં તાપસી પન્નુ પોતાના દમદાર અંદાજ માટે પણ જાણીતી છે. તે દરેક મુદ્દા પર પોતાની વાત ખુલ્લીને રાખે છે. જોકે આ કારણે તે ઘણીવાર ટ્રોલ પણ થાય છે. જણાવી દઈએ કે તાપસી પન્નુ ટુંક સમયમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ “ડંકી” માં જોવા મળશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.