કોરોના કાળમાં હનુમાનજીની પુજાની સાથે સાથે વાંચો આ મંત્ર, ઇમ્યુનિટીમાં થશે વધારો

Posted by

લગભગ છેલ્લા ચાર મહિનાથી કોરોનાએ દરેક લોકો માટે જિંદગી જીવવી મુશ્કેલ કરી દીધી છે. તેવામાં હજુ સુધી મહામારીને રોકવા માટે ના તો કોઈ વેક્સિન બની છે કે ના તો આ સંક્રમણને ફેલાતા અટકાવી શકાય છે. એકંદરે અત્યારના સમયમાં સંપૂર્ણ વિશ્વ કોરોના નામના વાયરસથી પીડિત છે. વિશ્વના મોટાભાગના દેશોમાં અત્યારે લોકડાઉન છે.

ભારતમાં પણ તેમની અસર દરરોજ વધી રહી છે. તેનાથી અનિશ્ચિતતા, ડર અને નકારાત્મકનું વાતાવરણ બનેલું છે. તેવામાં જ્યોતિષના જાણકાર પંડિત સુનિલ શર્માના અનુસાર આ સંકટને પહોચી વળવા આપણે નવી શક્તિ, નવું જીવન અને હિમ્મતની જરૂર છે. જે આપણને હનુમાનજીની ઉપાસનાથી પ્રાપ્ત થશે. તેમજ ડોક્ટરોના જણાવ્યા અનુસાર પણ આ બીમારી સામે લડવા માટે આપણી રોગ પ્રતિકારકશક્તિ સારી હોવી જરૂરી છે અને તેના માટે તમારે સકારાત્મક વાતાવરણની જરૂર હોય છે. પરંતુ કમનસીબે તે અત્યારે નજર આવી રહ્યું નથી.

આ રીતે કરશે હનુમાનજી આપણી મદદ

પંડિત શર્માના અનુસાર કોરોના કાળમાં આપણે પણ હનુમાનજીની ઉપાસના કરીને આપણી અંદર સકારાત્મકતા, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવો પડશે. જે આપણને સકારાત્મક બનાવશે અને માન્યતા અનુસાર તે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરશે. શ્રી રામદૂત હનુમાનજી વિષે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સનાતન ધર્મમાં જે આઠ ચિરંજીવીઓનો જે ઉલ્લેખ મળે છે તેમાં હનુમાનજી મહારાજનું અગ્રણી સ્થાન છે. તેથી આપણે જો હનુમાનજીનું આહવાન કરશું તો જે રીતે તેમણે ભગવાન રામના કાર્યો સિદ્ધ કર્યા હતાં તે જ રીતે તે તમારી બધી જ સમસ્યાઓને દૂર કરીને તમારા બધા જ કાર્યો સિદ્ધ કરશે. પરંતુ તેમાં આપણો વિશ્વાસ તૂટવો ના જોઈએ.

આપણો વિશ્વાસ જેટલો મજબૂત હશે એટલી જ આપણી મુશ્કેલીઓ અને કષ્ટો સામે લડવાની શક્તિઓ વિકસિત થશે અને આપણી હિમ્મતમાં વધારો થશે. ધાર્મિક ગ્રંથોમાં પણ બજરંગબલીની પુજા, આરાધના અને ધ્યાનનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે તેને કરવાથી તમારા બધા જ રોગો, દુ:ખો દૂર થશે અને તમે પરમ શાંતિ પ્રાપ્ત કરી શકશો.

કોરોનાનું જ્યોતિષ અને હનુમાનજી

આપણે બધા જ એ જાણીએ છીએ કે અત્યારે કોરોનાની મહામારી પોતાની ચરમ સીમા પર છે. તો તેને આપણે જ્યોતિષના હિસાબથી જોઈએ તો તેમને વધારવામાં ત્રણ મુખ્ય ગ્રહોની ભૂમિકા સામે આવી રહી છે. પહેલા શનિ જે પીડાના, નકારાત્મકતા, દુ:ખના ગ્રહ માનવામાં આવે છે. બીજા કેતુ જે વાયરસનું વાહક માનવામાં આવે છે. તેમાં ઉચ્ચનો મંગળ જે તામસિક ગ્રહ છે અને અગ્નિ તત્વ ગ્રહ છે. જેવી રીતે અગ્નિ ખૂબ જ ઝડપથી ફેલાય છે તે જ રીતે આ કોરોના વાયરસ પણ વાતાવરણમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન હનુમાનજીએ જ્યારે સૂર્ય ભગવાન પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી તો તેમણે ગુરુ દક્ષિણામાં શનિ મહારાજનો પ્રકોપ શાંત કાર્યો હતો. ત્યારથી લઈને આજ સુધી શનિ મહારાજનો પ્રકોપ શાંત કરવા માટે હનુમાનજીની ઉપાસનાનું મહત્વ છે. તેમજ મંગળ ગ્રહનો પણ સંબંધ હનુમાનજી સાથે માનવામાં આવે છે. તેવામાં માનવામાં આવે છે કે હનુમાનજીની ઉપાસના કરવાથી મંગળના દોષ દૂર થવાની શરૂઆત થઈ જાય છે.

કેતુ ગ્રહને જ્યોતિષમાં કૂજવત કહેવામા આવે છે. બધા જ દેવતામાં કોઈને કોઈ ગ્રહના અંશ માનવામાં આવે છે. ભગવાન ક્રુષ્ણને ચંદ્રમાં નો પૂર્ણ અવતાર માનવામાં આવે છે. તેનામાં ચંદ્રમાની સોળ કળાઓ છે. તે જ રીતે કેતુમા મંગળનો અંશ માનવામાં આવે છે. રાહુ અને કેતુ પોતાના વેશ માટે જાણીતા છે તે જ રીતે આ વાયરસ પણ પોતાનો વેશ ધારણ કરીને આવ્યો છે. જે પ્રકારે હનુમાનજીએ કાલનેમિ અને અહીરાવણ નો વેશ ભંગ કર્યો હતો. તે જ પ્રકારે ભગવાન મહાવીરની ઉપાસનાથી આ વાયરસ રૂપી રાક્ષસ સામે લડવા માટે આપણને સફળતા પ્રાપ્ત થશે.

રોગ પ્રતિકારક ક્ષમતામા થશે વધારો

પંડિત શર્માના અનુસાર શુક્રનો સંબંધ સંજીવની સાથે છે. શુક્રાચાર્યને સંજીવની વિધ્યાના ગુરુ માનવામાં આવે છે. તેમનો સંબંધ પણ હનુમાનજી સાથે છે. કારણકે હનુમાનજી જ્ઞાનીઓની સાથે સાથે આયુર્વેદના પણ જ્ઞાતા છે. રામચરિત માનસમા પણ પ્રસંગ છે કે જ્યારે લક્ષ્મણજીને બ્રહ્મશક્તિ લાગી જાય છે. ત્યારે ભગવાન શ્રીરામ અને સુષેણ વૈધ સંજીવની બુટી લાવવા માટે હનુમાનજીને જ મોકલે છે. તેથી મંગળવારે ભગવાન હનુમાનજીની ઉપાસના કરવાથી તમને નિશ્ચિત પ્રતિરોધક ક્ષમતા અને રોગો સામે લડવામા મદદ મળશે.

આ મંત્રનો જાપ કરો

“સુમિરી પવન સુત પાવન નામુ, અપને બસ કરે રાખે રામુ.” હનુમાનજીને વાયુ પુત્ર કહેવામા આવે છે. વાયુ એટલે કે વાત જે ત્રિદોષોમા સૌથી પ્રખ્યાત છે. જો વાત શુદ્ધ રૂપમાં સ્થિત હોય તો મનુષ્ય પ્રાય: નીરોગી રહી શકે છે. એકવારનો પ્રસંગ છે કે શ્રી તુલસીદાસની ભુજાઓમા ઘણો દુખાવો થતો હતો. તે સમયે તેમણે હનુમાન બાહુકની રચના કરીને તેમનો ચમત્કારિક લાભ પ્રાપ્ત કર્યો. તેથી આ હનુમાન બાહુકનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે. શનિ આપણી કુંડળીમાં પ્રાણ, જીવન શક્તિના કારક છે અને હનુમાનજીએ પ્રાણો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જેવી રીતે હનુમાનજી અજેય છે. તેવી જ રીતે આપણા પ્રાણ પણ અજેય છે. તેમને ગતિ આપી શકાય છે. તેથી આ સમયમાં પ્રાણાયામ તમને ખૂબ જ લાભદાયક પરિણામ આપશે. જ્યારે પણ તમને લાગે કે કઈપણ તમારા હિસાબે નથી ચાલી રહ્યું અને તમે હતાશ અને નિરાશ હોય તો તેનાથી તમને લાભ પણ મળશે અને આપણી ગુપ્ત શક્તિઓ સાથે પરિચય કરવાનો અવસર પણ મળશે.

આ સમયમા બજરંગ બાણનો પાઠ કરવો ખૂબ જ શુભ અને કલ્યાણકારી રહેશે. બધી જ મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતામા વધારો થશે. મનોવિજ્ઞાનનો તે અટલ સિદ્ધાંત છે કે કોઈપણ વ્યક્તિ જે વિચારો અને ભાવો ને પૂરી નિષ્ઠા અને સંકલ્પને વારંવાર પુનરાવર્તન કરે છે અથવા જે માનસિક સ્થિતિમાં તે લાંબા સમય સુધી રહે છે તે જ માનસિક સ્થિતિ તેમની આદત અને સ્વભાવ બની જાય છે. મનમાથી જ આપણી ગુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. બજરંગ બાણમા પૂરી શ્રદ્ધા રાખવાથી અને નિષ્ઠાપૂર્વક તેનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણા મનમાં હનુમાનજીની શક્તિઓ સમાવવા લાગે છે અને સંકટોમાથી મુક્તિ મળે છે.

નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. હનુમાનજીના આ મંત્રનો યથા શક્તિ પ્રમાણે જાપ કરવાથી કષ્ટો દૂર થાય છે અને મનુષ્ય માનસિક રૂપથી મજબૂત બને છે.

બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવનકુમાર, બલ બુદ્ધિ વિધ્યા દેહુ મોહી, હરહુ કલેસ બિકાર. આ મંત્રનો જાપ માનસિક કલેશ, રોગ અને દુર્બળતા દૂર કરવામાં વિશેષ લાભદાયક છે. હનુમાનજી બલ, બુદ્ધિ ની સાથે સાથે સમર્પણ અને નિષ્ઠાના પણ પૂરક છે. તો જેટલો તમારામાં વિશ્વાસ અને નિષ્ઠા હશે એટલો જ તમને વધારે ઉપાસના નો લાભ મળશે અને તમારામા ખૂબ જ જલ્દી સમસ્યા સામે લડવાની ક્ષમતા વિકસિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *