કોરોના મહામારીનાં સમયમાં બિમાર પડવાથી બચવું હોય તો ઘરે જ બનાવો આ ડ્રીંકસ, ઇમ્યુનિટીને કરે છે મજબૂત

Posted by

કોરોના મહામારી એટલી ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે, તેના આંકડા તો તમે દરરોજ જોતા જ હશો. તેવામાં સાવધાની રાખવાની સાથે જ ખૂબ જ જરૂરી છે કે તમે પોતાની ઇમ્યુનિટી એટલે કે શરીરની બિમારીઓ સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવો. જ્યારે ઇમ્યૂનિટી સ્ટ્રોંગ હોય તો ફક્ત કોરોના વાયરસ જ નહી પરંતુ બીજી અન્ય ઘણી બિમારીઓ અને વાઇરલ ઇન્ફેક્શનથી પણ તમે બચી શકો છો. આયુર્વેદમાં પણ રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

રસોડામાં જ રહેલ છે ઇમ્યુનિટી મજબૂત બનાવવાના ઉપાયો

અમે તમને રસોડામાં રહેલા મસાલાઓ અને અન્ય સામગ્રીઓની મદદથી સરળતાથી ઘરે જ તૈયાર થનાર ડ્રીન્કસના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કર્યા બાદ નેચરલ રીતે તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બનશે.

પાલક અને ટમેટાનું જ્યુસ

કૈલ્શિયમ, વિટામિન-સી અને આયરનથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે, તે તો આપણે બધા જ જાણીએ છીએ, તો વળી વિટામીન-સી, લાઈકોપીન અને પોટેશિયમથી ભરપૂર ટામેટા પણ સૌથી હેલ્ધી શાકભાજી માંથી એક છે. તેવામાં તમે અડધા ટમેટાના રસમાં અડધો કપ પાલકનો રસ મિક્સ કરો અને થોડો આદુ પણ મિક્સ કરી દો. ત્યારબાદ તેનું સેવન કરો. આ ડ્રિંકની મદદથી તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બનશે અને તમે દરેક પ્રકારના સંક્રમણથી બચી શકશો.

હળદર વાળું દૂધ

પાછલા એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના પોતાનો રંગ બતાવી રહ્યો છે. તેવામાં હળદર વાળું દૂધ સાથે પણ તમે અત્યાર સુધીમાં મિત્રતા જરૂર કરી લીધી હશે, જો ના કરી હોય તો હવે કરી લો. એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણોથી ભરપુર હળદર શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક તરીકે હળદર વાળા દૂધને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

દહીં કે છાશ

જો કે ગરમીની સીઝન ચાલી રહી છે, તેવામાં શરીરને અંદરથી પણ ઠંડુ રાખવું જરૂરી હોય છે. તેવામાં દરરોજ એક વાટકી દહી કે એક ગ્લાસ છાશનું સેવન કરીને તમે પોતાની રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવી શકો છો. ગરમીમાં દહીં અને છાશ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

બીટ કે ગાજરનું જ્યુસ

બીટ અને ગાજરમાં લ્યુટીન, બીટા-કૈરોટીન અને અલ્ફા જેવા પોષક તત્વો રહેલા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેવામાં બીટ અને ગાજરને મિક્સ કરીને એક ડ્રિંક્સ બનાવો અને તેમાં થોડો લીંબુનો રસ ભેળવીને આ ડ્રિંકનું સેવન કરો. આ ડ્રિંક ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે જ શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને પણ બહાર કાઢે છે.