કોરોનાના કારણે વધી ઓક્સિમીટરની માંગ : જાણો શું છે ઓક્સિમીટર અને કેમ છે તેની જરૂરિયાત

Posted by

કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમણથી સંક્રમિત દર્દીના શરીરમાં ઓક્સિઝનનો ઘટાડો થયો તો બજારમાં પલ્સ ઓક્સિમીટરની ડિમાન્ડ વધી ગઈ. જેવી રીતે થર્મોમીટર બધા જ ઘરોમાં હોય છે એ જ રીતે આજકાલ ઓક્સિમીટર બધા જ ઘરની મેડિકલ કિટમાં સામેલ થઈ ગયેલ છે. થોડા મહિનાઓ પહેલા તેનું બજારમાં જરાપણ વેચાણ થતું ના હતું. ત્યારે હવે તેની માંગ ઘણી જ વધી ગઈ છે. લોકો ઘર પર જ ઓક્સિમીટરથી શરીરમાં ઓક્સિઝનની માત્રા માપી રહ્યા છે.

ઓક્સિમીટર પલ્સ રેટ અને બોડી ઓક્સિઝન સૈચૂરેશન રેકોર્ડ કરે છે. ઓપરેશન અને ઇન્ટેન્સિવ કેયર દરમ્યાન આ ડિવાઇસનો ઉપયોગ થાય છે. ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેમનું ઓક્સિઝન લેવલ ઓછું થઈ શકે છે. તેમને શ્વાશ લેવામાં તકલીફ થઈ શકે છે. એવામાં લોકો કોરોનાથી સંક્રમિત હોવાની શંકાને લઈને ઓક્સિમીટરથી ઓક્સિઝનની માત્રા માપે છે. પરંતુ એવું પણ જાણવા મળ્યું હતું કે કોરોના સંક્રમિત કોઈપણ વ્યક્તિનું ઓક્સિઝન લેવલ ઓછું થવાનું ખબર જ ના પડે.

કોરોનાના કારણે આવનારા વર્ષોમાં ઓક્સિમીટરનું માર્કેટ વધવામાં છે અને આ એ કંપનીઓ છે જે તેમાં ખાસ રોકાણ કરી રહી છે. Masimo, Medtronic, Nonin MedicalSmiths, Medical Nihonkohden, PhilipsGE Healthcare, Konica Minolta, Mindray Heal Force, Contec, Solaris.

શું છે ઓક્સિમીટર ?

ઓક્સિમીટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. આ ડિવાઇસમાં લગાવેલ સેન્સર તે શોધે છે કે લોહીમાં ઓક્સિઝનનો પ્રવાહ કેવો છે. તેને આંગળી અથવા કાન પર ક્લિપ ની રીતે લગાવવામાં આવે છે. કોરોના દર્દીઓની મોનિટરિંગમાં ઓક્સિઝન લેવલ ખૂબ જ મહત્વનુ હોય છે. જો તેમનું રીડિંગ ૯૫% થી ૧૦૦% ની રેન્જમાં હોય તો તે સામાન્ય છે. ઓક્સિઝન લેવલનું ઘટવું તે એક ખતરનાક સંકેત હોય છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં જો ઓક્સિજન લેવલ ૯૦% અથવા તો તેનાથી ઓછું છે તો હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી શકે છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે હાલમાં જ હોમ આઇસોલેશનમાં રહેવા વાળા લક્ષણ વગરના દર્દીઓ કે ઓછા લક્ષણોવાળા કોરોનાના દર્દીઓને ઓક્સિમીટર આપવામાં આવ્યા છે. કારણકે તે પોતાના ઘર પર રહીને જ પોતાના શરીરનું ઓક્સિઝન લેવલ માપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *